બ્રેકિંગ ન્યુઝ

logo

બ્રેકિંગ ન્યુઝ

logo

સુરતમાં નશાખોર કારચાલકે 5 લોકોને ઉડાવ્યા:

મોટા વરાછા વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકે 5 લોકોને અડફેટે લીધા, સરથાણા જકાતનાકા પાસે દારૂના નશામાં 3 વાહનોને અડફેટે લીધા, તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા, નશામાં ધૂત કારચાલકે 2 બાઈકને મારી જોરદાર ટક્કર, કારચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો.

9 કલાક પહેલા

logo

ભાવનગર મહાનગરના મેયર ઉષાબેન તલરેજા આવ્યા વિવાદમાં:

કોંગ્રેસના કોર્પોરેટર કિશન મેરે લીગલ નોટિસ પાઠવી કર્યા આક્ષેપ, મનપા કમિશનરે પણ એક તરફી નિર્ણય લીધો હોવાના કર્યા આક્ષેપ, મેયરની ચૂંટણી પ્રક્રિયા સમયે પણ કિશન મેરે વાંધો ઉઠાવ્યો હતો, મેયરે 4 સંતાનો અંગેના વિવાદની વિગતો છૂપાવાઈ હોવાના આક્ષેપ, કોર્ટ તરફથી મેયરને એક વર્ષની સજા અને દંડ કરવામાં આવ્યાનો દાવો.

9 કલાક પહેલા

logo

વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી બની રણમેદાન:

એડમિશન પ્રક્રિયા દરમિયાન કોમર્સ ફેકલ્ટીમાં ABVPની બબાલ, GCASમાં કેટલાક વિદ્યાર્થીઓના એડમિશન રદ થતા વિરોધ, ડીને ABVPને સાંભળવાનો ઈનકાર કરતા થયો હોબાળો, પોલીસે વિરોધ કરનારા તમામ લોકોની કરી અટકાયત.

9 કલાક પહેલા

logo

અમદાવાદ સરખેજ વોર્ડ ના કોર્પોરેટર પતિ બેઠક હાજર રહેતા વિવાદ:

પક્ષના નેતા જશુભાઈ ઠાકોર ખુલાસો માંગ્યો, મહિલા કોર્પોરેટરો પાસે ખુલાસો માંગવામાં આવ્યો, પક્ષના નેતા દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો, સરખેજ વોર્ડના કોર્પોરેટર હેમાબેન શાહ અને જેઠીબેન ડાંગર પાસે ખુલાસો માંગ્યો.

9 કલાક પહેલા

logo

જસદણમાં ભારે પવન સાથે વરસાદ:

તાલુકાના ભંડારીયા ગામે કરા સાથે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદ, વરસાદ થતાં ગરમીથી લોકો ને રાહત થશે.

10 કલાક પહેલા

logo

અમદાવાદમાં 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલ આઝાદ:

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસનો મુખ્ય આરોપી તથ્ય પટેલ બે વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ચકચારી અકસ્માત કેસના આરોપીને જામીન આપ્યા છે.

10 કલાક પહેલા

logo

રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે:

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતી અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ મુખ્ય શિક્ષકની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા આદેશ કર્યો છે.

12 કલાક પહેલા

logo

કઠલાલમાં ખોટી ઓળખથી મહિલાને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ:

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં કથિત લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. પરણીત મહિલાને ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવ્યાનો આક્ષેપ મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

12 કલાક પહેલા

logo

ગુજરાતમાં એક વર્ષ સુધી ખેતીની જમીન NA નહીં થઈ શકે:

રાજ્ય સરકાર દ્વારા ખેતીની જમીન માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એક વર્ષ સુધી ખેતીની જમીન NA થઈ શકશે નહી.

12 કલાક પહેલા

logo

કચ્છ-વડોદરામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે અભિયાન:

ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ ગેરકાયદે વસવાટ અને ઘૂસણખોરી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ અને વડોદરામાં રહેતા ગેરકાયદેસર રહેતા લોકોની અટકાયત કરવામાં આવી છે.

12 કલાક પહેલા

વધુ બતાવો

logo

લાઇવ ટીવી

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે VTV ગુજરાતી ને ફોલો કરો

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ