બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ' દારૂમાં આ ચીજ ભેળવવાને કારણે ઘટના બની', ભાવનગર લઠ્ઠાકાંડ પર SPનો મોટો ઘટસ્ફોટ

ભાવનગર / ' દારૂમાં આ ચીજ ભેળવવાને કારણે ઘટના બની', ભાવનગર લઠ્ઠાકાંડ પર SPનો મોટો ઘટસ્ફોટ

Published By: Hiralal Parmar
Reported By: Kishan Baraiya

Last Updated: 04:26 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર લઠ્ઠાકાંડ પર SMCના SP મયુરસિંહ ચાવડાએ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે.

હાલમાં ભાવનગર લઠ્ઠાકાંડની ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે SMCના SP મયુરસિંહ ચાવડાએ નકલી લઠ્ઠાકાંઠ પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે દારૂમાં મિથેનોલ મિક્સ કરવાથી ઘટના સર્જાઈ હતી. ઈથેનોલ સાથે મિથેનોલના મિક્સચરથી દારૂ ઝેરી થયો હતો. તેમણે કહ્યું કે પીડિતો અને મૃતકોના લોહીમાંથી મિથેનોલ મળ્યું છે.

લઠ્ઠાકાંડમાં 7 લોકોના મોત

ભાવનગર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોત નિપજ્યાં છે. મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો વિરૂદ્ધ FIR કરવામાં આવી છે.કે, આ કેસમાં ખુદ દારૂની ફોર્મ્યુલા આપનાર 'ડોક્ટર'નું જ મોત નિપજ્યું છે. શિક્ષકનું ઘરમાં લોહીની ઉલટી દ્વારા મોત થયું છે.

મિથેનોલ અને રો-મટીરીયલ અમદાવાદથી લવાયું

પોલીસ તપાસમાં મિથેનોલ અને રો-મટીરીયલ અમદાવાદથી લાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. મધ્યપ્રદેશથી ગેંગ બોલાવી નકલી દારૂ બનાવાયો હોવાની પોલીસને આશંકા છે. દારૂ બનાવવા માટે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરને બોલાવવામાં આવ્યો હતો. જેમાં પહેલા પ્રયાસમાં 51 પેટી દારૂ તૈયાર કરવામાં આવી હતી. તો ત્રીજી વખત 25 પેટી દારૂ બનાવીને ભાવનગર વહેંચવામાં આવી હતી.

આ પણ વાંચો : અમદાવાદ, ગાંધીધામ-મુન્દ્રા સહિત રાજ્યમાં અનેક સ્થળોએ ITના દરોડા, મોટા પાયે કરચોરીની આશંકા

ઘોઘાના ખરકડી ગામે લઠ્ઠાકાંઠ

ઘોઘાના ખરકડી ગામે 16 ઓગસ્ટના રોજ દારૂ પાર્ટી બાદ લઠ્ઠાકાંડનો ભાંડો ફૂટ્યો હતો. હજુ સુધી કેટલો નકલી દારૂ બનાવાયો અને ક્યાં-ક્યાં સપ્લાય કરાયો તે અંગે પણ પોલીસ તપાસ હાલમાં ચાલુ છે. આ સાથે હાથબ ગામમાં પણ લઠ્ઠાની અસરનો વધુ એક કેસ નોંધાયો છે. ગઈકાલે રાત્રે હરેશભાઈ ધર્મશીભાઈ ધાપાને લઠ્ઠાની અસર થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા. હાથબના કેસ સાથે અત્યાર સુધીમાં 19 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી સામે આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Hooch Tragedy Spurious Liquor Case Bhavnagar Liquor Tragedy

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ