બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ડેબિટ કાર્ડ વગર આધારથી ઉપાડી શકશો રૂપિયા, નોટ કરી લો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

તમારા કામનું / ડેબિટ કાર્ડ વગર આધારથી ઉપાડી શકશો રૂપિયા, નોટ કરી લો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Nirav Kumar

Last Updated: 12:01 AM, 10 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર કાર્ડ હવે દરેક જગ્યાએ લિંક કરવાનું કહેવામાં આવે છે. જે આપણી બેન્ક સાથે પણ લિંક હોય છે. બેક સાથે આધાર કાર્ડ લિંક હોવાના કારણે તમને એક મહત્વની સુવિધા મળે છે. જેમાં તમે ATM વગર પણ પૈસા ઉપાડી શકો છો.

શું તમે જાણો છો કે, તમારું આધાર કાર્ડ તમારું ATM કાર્ડ પણ બની શકે છે. જો તમે તમારું ATM ઘરે ભૂલી ગયા હોય કે ખોવાઈ ગયું હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો. આ ખાસ સુવિધાને આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ (AePS) કહેવામાં આવે છે જે મુશ્કેલ સમયમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

  • શું છે AePS સુવિધા ?

આ એક પેમેન્ટ સર્વિસ છે. જેનું આખું નામ આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ (AePS) છે. જેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ દેશના દરેક ખૂણામાં બેંકિંગ સેવાઓ પહોંચાડવાનો અને તેને દરેક નાગરિક માટે સરળ બનાવવાનો છે.

આ સિસ્ટમ હેઠળ પૈસા ઉપાડવા માટે તમારે ડેબિટ કાર્ડ કે ATM પિનની જરૂર નહીં પડે. આ સેવા સામાન્ય રીતે બેંકિંગ કોરસપોન્ડન્ટ્સ (BC) કે "બેંક મિત્રો" પાસે ઉપલબ્ધ હોય છે. તેઓ નાના પોઈન્ટ-ઓફ-સેલ (PoS) કે માઇક્રો-ATM મશીનનો ઉપયોગ કરે છે. આ મશીન તમારા આધાર કાર્ડથી સીધા તમારા બેંક ખાતા સાથે કનેક્ટ થાય છે અને તમે ટ્રાન્જેક્શન કરી શકો છો.

  • તમારા પૈસા સુરક્ષિત છે?

 આ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય છે. કેમ કે જ્યારે આપણે કાર્ડનો ઉપયોગ ન કરીએ કે ન તો આપણો એકાઉન્ટ નંબર આપીએ તો આ પ્રોસેસ કેવી રીતે સુરક્ષિત ગણાય?  તેનો જવાબ તેની મેથડમાં રહેલો છે. AePS સુરક્ષાનો સૌથી મજબૂત આધારસ્તંભ બાયોમેટ્રિક ઓળખ છે. કેમ કે, જ્યારે તમે આમાં ટ્રાન્જેક્શન કરો છો ત્યારે મશીનને તમારી ફિંગરપ્રિન્ટ કે આઇરિસ સ્કેન આપવી પડે છે. આ ઓળખ યુનિક રીતે તમારી જ હોય છે અને તેને ચોરી કે નકલ કરી શકાતી નથી.

આ સિવાય તમારી ફિજિકલ ઉપસ્થિતિ વગર અને બાયોમેટ્રિક વેરિફિકેશન વગર કોઈ પણ તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકતું નથી. આ સિસ્ટમ ATM પિન કરતાં પણ વધુ સુરક્ષિત છે, કેમ કે પિનનો અંદાજ લગાવી શકાય છે કે ચોરી પણ કરી શકાય છે, પરંતુ તમારી ફિંગરપ્રિન્ટ ચોરી નથી કરી શકાતી. આ સિવાય તમારે ઓપરેટર સાથે તમારો બેંક એકાઉન્ટ નંબર પણ  શેર કરવાની જરૂર નથી હોતી. જેથી તમારી બેંકિંગ માહિતીને સંપૂર્ણ રીતે ગુપ્ત અને સુરક્ષિત રહે છે.

vtv app promotion
  • આધારથી આ રીતે ઉપાડો રોકડ

જ્યારે તમારું વોલેટ ખોવાઈ જાય કે તાત્કાલિક રોકડની જરૂર હોય ત્યારે તમે AePSથી પૈસા ઉપાડી શકો છો. એના માટે સૌપ્રથમ તમારી નજીક એક એવી દુકાન કે સેન્ટર શોધો જ્યા AePS સુવિધા હોય. જે કરિયાણાની દુકાન, કોમન સર્વિસ સેન્ટર (CSC) કે બેંક મિત્ર ઓફિસ પણ હોઈ શકે છે. જ્યા ઓપરેટરને કહો કે તમે આધારનો ઉપયોગ કરીને રોકડ ઉપાડવા માંગો છો. ઓપરેટર તમારો 12-અંકનો આધાર નંબર અને તમારી બેંકનું નામ પૂછશે. પછી તમે જેટલી રકમ ઉપાડવા માંગો છો તે રકમ દાખલ કરો. ઓપરેટર આ રકમ માઇક્રો-ATM મશીનમાં દાખલ કરશે.

ત્યાર બાદ આગળનું અને સૌથી મહત્વનું સ્ટેપ તમારી ઓળખ વેરીફાઈ કરવાનું હોય છે. જ્યા ઓપરેટર તમને બાયોમેટ્રિક મશીન (ફિંગરપ્રિન્ટ સ્કેનર) પર તમારી આંગળી મૂકવાનું કેહશે. એકવાર તમે તમારી આંગળી તેની પર મૂકશો પછી સિસ્ટમ તમારી ઓળખ વેરીફાઈ કરશે. એકવાર વેરિફિકેશન સફળ થઈ જાય પછી તમારી બેંક ટ્રાન્જેક્શનને મંજૂરી આપશે. બાદમાં ઓપરેટર તમે માંગેલી રોકડ રકમ અને ટ્રાન્જેક્શનની રસીદ આપશે. આ પ્રોસેસમાં અમુક જ મિનિટ લાગે છે. જેમાં તમે ATM કાર્ડ કે પિન વગર પણ પૈસા ઉપાડી શકશો.

  • AePSમાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ?

આ આધાર સુવિધા માત્ર રોકડ ઉપાડ પૂરતી મર્યાદિત નથી. તે એક મલ્ટીપર્પઝ
બેંકિંગ ટૂલ છે જે તમારા અનેક કામને સરળ બનાવે છે. તમે AePS દ્વારા નીચે મુજબના કાર્યો પણ પુરા કરી શકો છો.

વધુ વાંચો : કારીગરો માટે સરકારની જબરદસ્ત સ્કીમ, સસ્તા વ્યાજે 3,00,000 રૂપિયાની મળશે લોન


બેલેન્સ ચેક: તમારે એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા માટે બેંક કે ATM ની મુલાકાત લેવાની જરૂર નથી. તમે માત્ર તમારા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને કોઈપણ માઇક્રો-ATM પર તમારું બેલેન્સ ચેક કરી શકો છો.

ફંડ ટ્રાન્સફર: તમે એક આધાર-લિંક્ડ બેંક ખાતામાંથી બીજા આધાર-લિંક્ડ બેંક ખાતામાં સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

મીની સ્ટેટમેન્ટ: કેટલીક બેંકો AePS દ્વારા મીની સ્ટેટમેન્ટ આપવાની સુવિધા પણ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Withdraw Cash ATM Card
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ