બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કારીગરો માટે સરકારની જબરદસ્ત સ્કીમ, સસ્તા વ્યાજે 3,00,000 રૂપિયાની મળશે લોન

તમારા કામનું / કારીગરો માટે સરકારની જબરદસ્ત સ્કીમ, સસ્તા વ્યાજે 3,00,000 રૂપિયાની મળશે લોન

Nirav Kumar

Last Updated: 12:13 AM, 10 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા હસ્ત કારીગરો માટે એક મહત્વની યોજના ચલાવવામાં આવે છે. જેમાં લાભાર્થીને 5% ના રાહત દરે 1 લાખ (પ્રથમ હપ્તો) રૂપિયા અને 2 લાખ (બીજો હપ્તો) રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

કેન્દ્ર સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અનેક યોજનાઓ ચલાવે છે. જેમાં અમુક યોજના હેઠળ લોકોને સરકાર પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન આપે છે. જેમાં પીએમ-સ્વનિધિ હોય કે મુદ્રા લોન જેવી યોજનાનો પણ સમાવેશ થાય છે. આ બધી યોજનાઓ સ્વરોજગારને પ્રોત્સાહન આપે છે. આવી જ એક યોજના પીએમ વિશ્વકર્મા છે. ચાલો તેના વિશે સમજવાનો પ્રયાસ કરીએ.

  • પાત્રતાના માપદંડ શું છે?

પીએમ વિશ્વકર્મા યોજનાની પાત્રતાના માપદંડ એ છે કે, લાભાર્થી પોતાના હાથ અને ઓજારથી કામ કરતો હોવો જોઈએ. અને 18 પરંપરાગત વ્યવસાયોમાંથી કોઈ એકમાં જોડાયેલો હોવો જોઈએ. આ સિવાય તેમની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. એ પણ જરૂરી છે કે ઉમેદવારે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર કે રાજ્ય સરકારની કોઈપણ આવી સમાન લોન-આધારિત યોજના હેઠળ સ્વ-રોજગાર અથવા વ્યવસાય વિસ્તરણ માટે કોઈ લોન લીધી ન હોય. આ યોજના હેઠળના લાભો પરિવારના માત્ર એક સભ્યને જ આપવામાં આવે છે.આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવાર/પરિવારનો સભ્ય સરકારી સેવામાં ન હોવો જોઈએ.

vtv app promotion

આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે કોમન સર્વિસ સેન્ટર એજન્ટો પોર્ટલ પર કારીગરો અને હસ્તકલાકારોની નોંધણી કરે છે. જેમાં સરકારે એક પ્રક્રિયા સ્થાપિત કરી છે જેથી બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરીને આધાર વેરિફિકેશનથી દરેક વિશ્વકર્મા રજીસ્ટ્રેશન પામે તે સુનિશ્ચિત થાય.

વધુ વાંચો : ખેડૂતોની આતુરતાનો અંત! આ તારીખે જાહેર થઈ શકે PM કિસાન યોજનાનો 21મો હપ્તો

  • પીએમ વિશ્વકર્મા યોજનામાં કેટલી લોન મળે?

આ યોજનામાં 5% ના રાહત દરે 1 લાખ (પ્રથમ હપ્તો) રૂપિયા અને 2 લાખ (બીજો હપ્તો) રૂપિયા સુધીની લોન મળે છે. જેમાં ભારત સરકાર 8% સુધીની વ્યાજ સબસિડી પૂરી પાડે છે અને આ રકમ બેંકોને અગાઉથી પૂરી પાડવામાં આવે છે. આ યોજના કારીગરોને બેઝિક અને એડવાન્સ ટ્રેનિંગ 15,000 રૂપિયાનું ટૂલકીટ પ્રોત્સાહન અને કૌશલ્ય અપગ્રેડેશન પદ્ધતિઓ પૂરી પાડે છે, જેમાં ડિજિટલ ટ્રાન્જેક્શન અને માર્કેટિંગ સપોર્ટ માટે પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Vishwakarma Yojana Interest Free Loan Government Scheme
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ