ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઓક્ટોબરમાં 16 દિવસ બેંકો બંધ રહેશે? આવી ગયું RBI હોલિડે લિસ્ટ

કામની વાત / ઓક્ટોબરમાં 16 દિવસ બેંકો બંધ રહેશે? આવી ગયું RBI હોલિડે લિસ્ટ

Published By: Nirav Kumar

Last Updated: 08:11 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવારોથી ભરપૂર ઓક્ટોબર 2026 મહિનામાં ગાંધી જયંતિ, દશેરા, પ્રાદેશિક પર્વો અને વીકએન્ડ મળીને અલગ-અલગ રાજ્યોમાં કુલ 16 દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેશે. જેથી ગ્રાહકોને બેંક શાખા સંબંધિત બાબતોમાં કોઈ અગવડ ન પડે તે માટે અગાઉથી પ્લાનિંગ કરી લેવું જરૂરી છે.

ADVERTISEMENT

તહેવારોની મોસમ ગણાતા ઓક્ટોબર 2026 મહિનામાં જો તમારે બેંક સંબંધિત કોઈ પણ મહત્વનું કામ પતાવવાનું હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ઓફિશિયલ હોલિડે કેલેન્ડર અનુસાર આગામી ઓક્ટોબર મહિનામાં દેશના જુદા જુદા રાજ્યો અને બેંકિંગ વિસ્તારોમાં કુલ 16 દિવસ બેંકો બંધ રહેશે.

ઓક્ટોબરમાં કયા તહેવારો છે?

મહાત્મા ગાંધી જયંતી, મહાલયા અમાવસ્યા, મહા સપ્તમી, દશેરા (મહાષ્ટમી/મહા નવમી/આયુધ પૂજા/દુર્ગા પૂજા/વિજયા દશમી), લક્ષ્મી પૂજા, કરવા ચોથ અને સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી જેવા દિવસો પર બેન્કો બંધ રહેશે.

સંપૂર્ણ બેન્ક હોલિડે લિસ્ટ, ઓક્ટોબર 2026

2 ઓક્ટોબર – મહાત્મા ગાંધી જયંતી (રાષ્ટ્રીય અવકાશ – દેશભરમાં બંધ)

4 ઓક્ટોબર – રવિવાર

10 ઓક્ટોબર – મહાલયા અમાવસ્યા + બીજો શનિવાર (દેશભરમાં બંધ, કર્ણાટક અને કોલકાતામાં વિશેષ)

11 ઓક્ટોબર – રવિવાર

17 ઓક્ટોબર – મહા સપ્તમી (ત્રિપુરા)

18 ઓક્ટોબર – રવિવાર

19 ઓક્ટોબર – દશેરા (મહાષ્ટમી/મહા નવમી/દુર્ગા પૂજા) – ત્રિપુરા, મિઝોરમ, ઓડિશા, તમિલનાડુ, અસમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, મેઘાલય

20 ઓક્ટોબર – વિજયા દશમી/દશેરા – મણિપુર અને સિક્કિમ સિવાય લગભગ તમામ રાજ્યોમાં બંધ (ગુજરાત સહિત)

21 ઓક્ટોબર – વિજયા દશમી/દુર્ગા પૂજા – ત્રિપુરા, કર્ણાટક, સિક્કિમ, અસમ, કેરળ, પશ્ચિમ બંગાળ

22 અને 23 ઓક્ટોબર – દુર્ગા પૂજા (સિક્કિમ)

24 ઓક્ટોબર – ચોથો શનિવાર (દેશભરમાં બંધ)

25 ઓક્ટોબર – રવિવાર

26 ઓક્ટોબર – લક્ષ્મી પૂજા/મહર્ષિ વાલ્મીકિ જયંતી – ત્રિપુરા, ચંદીગઢ, જમ્મુ-શ્રીનગર, હિમાચલ પ્રદેશ

29 ઓક્ટોબર – કરવા ચોથ (હિમાચલ પ્રદેશ)

31 ઓક્ટોબર – સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી (ગુજરાત)

વધુ વાંચો : 4 લાખથી વધારે વેકેન્સી પડશે! ઈન્કમ ₹ 50000 સુધી, અહીં કરી શકશો અરજી

ડિજિટલ બેન્કિંગ તો ચાલુ જ રહેશે

બેન્કો બંધ હોય તો પણ ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ એપ્સ અને UPI દ્વારા તમે પૈસા ટ્રાન્સફર, બિલ પેમેન્ટ અને અકાઉન્ટનું મેનેજમેન્ટ સરળતાથી કરી શકો છો. જેમાં ફક્ત બ્રાન્ચમાં જવાનું કામ જ અટકશે. તો હવે તમારા મહત્વના કામો અગાઉથી પ્લાન કરી લો કેમ કે ઓક્ટોબરમાં બેન્કોના ઘણા દરવાજા બંધ જ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

holiday bank closed festival

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ