ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 4 લાખથી વધારે વેકેન્સી પડશે! ઈન્કમ ₹ 50000 સુધી, અહીં કરી શકશો અરજી
Last Updated: 08:08 PM, 29 September 2026
ADVERTISEMENT
નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક આવતાં જ દેશભરમાં ઓનલાઇન શોપિંગનો માહોલ જામી રહ્યો છે. Amazon Great Indian Festival અને Flipkart, Big Billion Days જેવા દિગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ તેમજ ઝેપ્ટો, બ્લિંકિટ અને સ્વિગી જેવી ક્વિક-કોમર્સ કંપનીઓ પોતાના કરોડો ઓર્ડર્સ સમયસર ડિલિવર કરવા માટે મોટા પાયે સીઝનલ અને ગિગ વર્કર્સની ભરતી કરી રહી છે.
ADVERTISEMENT
જેમાં ઈ-કોમર્સ કંપનીઓએ 4 લાખથી વધુ ગિગ જોબ્સ ખોલી નાખી છે. અમેઝોન અને ફ્લિપકાર્ટ અલગ-અલગ એક-એક લાખ વેકેન્સી આપી રહ્યા છે. જેમાં પાર્ટ-ટાઈમ કામ કરીને મહિને 25,000થી 50,000 રૂપિયા સુધી કમાઈ શકાય છે.
અમેઝોન અને ફ્લિપકાર્ટનો મેગા પ્લાન
ADVERTISEMENT
અમેઝોન ઈન્ડિયાએ પોતાના ઓપરેશન્સ નેટવર્કમાં એક લાખથી વધુ સીઝનલ નોકરીઓ જાહેર કરી છે. આ નોકરીઓ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નઈ, લખનઉ અને પુણે સહિત નાના-મોટા શહેરોમાં સીધી અને આપવામાં આવી રહી છે.
વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટે પણ સપ્લાય ચેઈન, વેરહાઉસ, સોર્ટિંગ સેન્ટર અને ડિલિવરી હબ્સમાં એક લાખથી વધુ નવા રોજગારીના અવસરો ઊભા કર્યા છે. જેમાં મીશો, સ્નેપડીલ તેમજ બ્લિંકિટ, ઝેપ્ટો અને સ્વિગી ઈન્સ્ટામાર્ટ જેવી ક્વિક-કોમર્સ કંપનીઓ પણ મોટા પાયે ગિગ વર્કર્સની ભરતી કરી રહી છે.
ADVERTISEMENT
કયા-કયા રોલમાં મળી રહી છે નોકરી?
ADVERTISEMENT
કમાઈનું ગણિત
વિદ્યાર્થીઓ અને પાર્ટ-ટાઈમ કામ કરનારા પોતાની સુવિધા મુજબ 4થી 8 કલાક કામ પસંદ કરી શકે છે. બેઝિક પે, પ્રતિ ડિલિવરી ઈન્સેન્ટિવ અને નાઈટ-ઓવરટાઈમ એલાઉન્સ મળીને એક ગિગ વર્કર મહિને 25,000થી 50,000 રૂપિયા સુધી સરળતાથી કમાઈ શકે છે. જેમાં સેલના મુખ્ય દિવસોમાં 100 % હાજરી અને ટાર્ગેટ પૂરા કરવા પર કંપનીઓ વિશેષ ફેસ્ટિવ બોનસ પણ આપે છે.
ADVERTISEMENT
સીધી અરજી કરવા માટેની લિંક્સ:
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો