બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'ટેરિફ તો બહાનું, યુદ્ધવિરામનો જશ ન મળતાં ટ્રમ્પ કાઢી રહ્યાં છે ખુન્નસ', બોલ્યાં મોટા ઉદ્યોગપતિ

વિવાદ / 'ટેરિફ તો બહાનું, યુદ્ધવિરામનો જશ ન મળતાં ટ્રમ્પ કાઢી રહ્યાં છે ખુન્નસ', બોલ્યાં મોટા ઉદ્યોગપતિ

Published By: Nidhi Panchal

Last Updated: 10:40 AM, 7 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% વધારાના ટેરિફ લાદી નવો તણાવ ઊભો કર્યો છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખવાને કારણે તેમણે આ પગલું ભર્યું છે.

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના રોજ ભારત પર 25 ટકા વધારાના ટેરિફની જાહેરાત કરી ચોંકાવી દીધા છે. ટ્રમ્પે આ પગલું ત્યારે ભર્યું છે જયારે ભારતે રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખી છે. આ બાબતથી ટ્રમ્પ ખૂબ ગુસ્સે હતાં અને તેમણે ભારત પર આ આર્થિક દંડ દ્વારા ટેરિફ લાદી દીધો છે. એનાલિસ્ટ મુજબ, ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો પર ગંભીર અસર પડી શકે છે.

trump-final

સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર Michael Kugelmanનું માનવું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ છેલ્લા બે દાયકાથી સૌથી ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, “મને લાગતું નથી કે ટ્રમ્પના આ પગલાથી સૌ કોઇ આશ્ચર્યચકિત છે. કારણ કે, બંને દેશો વચ્ચેના સંબંધો અગાઉથી જ ખરાબ હાલતમાં હતા.” તેમનું માનવું છે કે આ પ્રકારના નિર્ણયો ભવિષ્યમાં સંબંધોને વધુ ખરાબ બનાવી શકે છે.

ટ્રમ્પનું શું માનવું છે?

ટ્રમ્પની માન્યતા છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ના કરવી જોઇએ, કારણ કે તે યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને મદદ મળી રહે છે. ટ્રમ્પ એવા નેતા છે કે તેઓ તેમના નજીકના ભાગીદારો પર પણ દબાણ બનાવવા પર કોઇ પણ ઓફસોસ કરતા નથી. તેમનું માનવું છે કે વેપાર અને રણનીતિક દબાણ દ્વારા ભારતને પોતાનો નિર્ણય બદલવા પર મજબૂર કરી શકે છે.

app promo4

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ચીન પણ રશિયા સાથે વેપાર કરે છે, તો તેના પર પણ શું આવા ટેરિફ લાગૂ થશે? ટ્રમ્પે જવાબ આપ્યો કે, "હા, તે શક્ય છે". પરંતુ Michael Kugelman મુજબ, ભારતે ટ્રમ્પના યુદ્ધવિરામના પ્રયાસોને ખુલ્લેઆમ પડકાર્યા હતા, જ્યારે ચીને એવો કંઈ નહોતું કર્યું. એટલે ટ્રમ્પે ખાસ ભારતને નિશાન બનાવ્યું છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પના આ પગલાના કારણે રાજકારણ બદલાવ આવી શકે છે.

આ પણ વાંચો : ભારત પર 'ટેરિફ બોમ્બ' બાદ ટ્રમ્પે તાબડતોબ પાક. આર્મી ચીફને US બોલાવ્યાં, હેરાનીભર્યું કારણ

ભારત સરકારે આ 25% વધારાના ટેરિફ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને વ્યાપારની સ્વતંત્રતાના વિરોધી ગણાવ્યું છે. ભારતે જણાવ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ રશિયા પાસેથી ક્રૂડ ખરીદી કરે છે અને તેનું આર્થિક સ્વાર્થ જાળવવા માટે તે યોગ્ય પગલાં લઈ રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trump India Tariff Russia Oil Trade US-India Relations

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ