ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ભારત પર 'ટેરિફ બોમ્બ' બાદ ટ્રમ્પે તાબડતોબ પાક. આર્મી ચીફને US બોલાવ્યાં, હેરાનીભર્યું કારણ

વિશ્વ / ભારત પર 'ટેરિફ બોમ્બ' બાદ ટ્રમ્પે તાબડતોબ પાક. આર્મી ચીફને US બોલાવ્યાં, હેરાનીભર્યું કારણ

Published By: Priyankka Triveddi

Last Updated: 09:24 AM, 7 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની સેના ચીફ અને ફિલ્ડ માર્શલ આસીમ મુનિર ફરી એકવાર અમેરિકા જશે. અને તેમનો આ અમેરિકાનો પ્રવાસ આ મહિને જ થશે. જે 2 મહિનાની અંદર જ તેમનો બીજો અમેરિકાનો પ્રવાસ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પના ભારત પરના ટેરિફ પછી આર્મી ચીફને ટ્રમ્પે તાત્કાલિક અમેરિકા બોલાવ્યા છે.

ADVERTISEMENT

પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનિર આ વર્ષે જૂન મહિનામાં જ અમેરિકાના 5 દિવસના પ્રવાસે ગયા હતા. અને આ દરમિયાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાંચ પણ કર્યું હતું. બંનેની આ મુલાકાત લગભગ 2 કલાક જેટલી ચાલી હતી. ફરી આ મહિને પણ આર્મી ચીફ અમેરિકા જવાના છે ત્યારે 2 મહિનાની અંદર જ આ તેમની બીજી અમેરિકાની મુલાકાત હશે. અને આ મુલાકાત અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા દ્વિપક્ષીય સંબધોના સંકેત છે.

મળતી માહિતી મુજબ આસિમ મુનિર અમેરિકા સેનાના જનરલ અને યુનાઈટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના કમાન્ડર માઇકલ કુરિલાના વિદાય સમારોહમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન જઈ રહ્યા છે. કુરિલાએ તેમના કાર્યકાળ દરમિયાન આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાનને એક યોગ્ય પાર્ટનર ગણાવ્યું હતું.

મિડલ ઈસ્ટમાં અમેરિકા સેનાની આગેવાની કરી રહેલા આર્મી જનરલ કુરિલા આ મહિનાના અંતમાં રીટાયર થવાના છે. અમુક મહિના પહેલા જ કુરિલાએ અમેરિકાના ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ISIS ના પાંચ આતંકવાદીઓને પકડવા બદલ પાકિસ્તાનના ખૂબ વખાણ કર્યા હતા.

કુરિલાએ એ વખતે જણાવ્યું હતું કે દુનિયાભરમાં આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાન બેસ્ટ પાર્ટનર છે. અને આ માટે જ અમારે પાકિસ્તાન અને ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની જરૂર છે.

ટ્રમ્પ સાથે મુનિરનું લાંચ બન્યું હતું ચર્ચાસ્પદ

આસીમ મુનિર આ વર્ષે જૂન મહિનામાં 5 દિવસ અમેરિકાના પ્રવાસે ગયા હતા, અને આ દરમિયાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બપોરનું ભોજન કર્યું હતું. બંનેની આ મુલાકાત લગભગ 2 કલાક જેટલી ચાલી હતી. ત્યારબાદ વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જનરલ મુનિરને મળવા માટે એટલા માટે બોલાવ્યા છે કારણ કે મુનિરે ટ્રમ્પને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંભવિત પરમાણુ યુદ્ધને રોકવા માટે નોબલ શાંતિ પુરસ્કાર આપવાની ભલામણ કરી હતી.

વધુ વાંચો: હેલિકોપ્ટર ક્રેશ થતાં સંરક્ષણ મંત્રીનું મોત, પર્યાવરણ મંત્રી પણ માર્યા ગયા, ઉડાણ બાદ જંગલમાં ક્રેશ

Vtv App Promotion

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% વધારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. યુક્રેન યુદ્ધ પછીથી રશિયા પાસેથી સતત સસ્તા ભાવે કાચું તેલ ખરીદવાના લીધે ટ્રમ્પે ભારત પર વધારાનો ટેરિફ લગાવ્યો છે. આ સાથે જ ભારત પર હવે અમેરિકા કુલ 50% ટેરિફ લગાવી ચૂક્યો છે. બીજી તરફ અમેરિકાએ હાલમાં જ પાકિસ્તાનમાં એક Oil Deal final કરી છે. બંને દેશો વચ્ચે આ વેપાર અને ઉર્જા કરાર અંતર્ગત પાકિસ્તાનમાં મોટા પાયે ઓઇલ રિઝર્વને વેગ આપવામાં તે સહાયરૂપ બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump US Tariff on India Pakistan Asim Munir

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ