ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / હેલિકોપ્ટર ક્રેશ થતાં સંરક્ષણ મંત્રીનું મોત, પર્યાવરણ મંત્રી પણ માર્યા ગયા, ઉડાણ બાદ જંગલમાં ક્રેશ

દુર્ઘટના / હેલિકોપ્ટર ક્રેશ થતાં સંરક્ષણ મંત્રીનું મોત, પર્યાવરણ મંત્રી પણ માર્યા ગયા, ઉડાણ બાદ જંગલમાં ક્રેશ

Published By: Priyankka Triveddi

Last Updated: 08:35 AM, 7 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘાનાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં એક સૈન્યના હેલિકોપ્ટર સાથે એક દુર્ઘટના થતાં તે ક્રેશ થઈ ગયું હતું અને તેમાં સવાર સંરક્ષણ મંત્રી અને પર્યાવરણ મંત્રીનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું છે.

ADVERTISEMENT

Ghana Helicopter Crash: ઘાનાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં બુધવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના ઘટી હતી. અને આ હેલિકોપ્ટરમાં ઘાનાના રક્ષા મંત્રી એડવર્ડ ઓમાને બોઆમા અને પર્યાવરણ મંત્રી ઈબ્રાહીમ મુરતાલા મોહમ્મદ સહિત 8 લોકોના મૃત્યુ થયાના સમાચાર છે. આ દુર્ઘટના તે વખતે થઈ હતી જ્યારે આ હેલિકોપ્ટર ઘાનાની રાજધાની અક્રાથી ઓબુઆસી શહેર તરફ જઈ રહ્યું હતું. રસ્તામાં અચાનક રડારથી સંપર્ક તૂટી ગયો હતો. તેની થોડી જ ક્ષણો બાદ એક ગાઢ જંગલમાંથી કાટમાળના દરશીઓ સામે આવ્યા હતા. જે બાદ ઘાના સરકારે આ દુર્ઘટના અંગે પુષ્ટિ કરી હતી. ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામાના મુખ્ય સચિવ જુલિયસ ડેબ્રાહે આ દુખદ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે " અમે અમારા સાથીઓ અને તે સૈનિકોના પરિવાર પ્રત્યે ગંભીર સંવેદના પ્રગટ કરીએ છીએ જેમણે દેશની સેવામાં પોતાના પ્રાણ ગુમાવ્યા." ઘાનાના આ સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં રક્ષા મંત્રી અને પર્યાવરણ મંત્રી ઉપરાંત 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આતંકવાદ અને ગેરકાયદે ખાણ સામે લડત

એડવર્ડ બોઆમા જે એક મેડિકલ ડૉક્ટર પણહતા તેમણે આ વર્ષે જ મોહામા સરકાર સાથે રક્ષા મંત્રાલય સાંભળ્યું હતું. તેઓ ઘાનાના ઉત્તર સીમા બાજુ વધી રહેલા જેહાદી જોખમથી દેશની સુરક્ષા રણનીતિઓનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ વિસ્તાર વિશેષ રીતે બુરકિના ફાસો નજીકના વિસ્તારમાં રહેલી અરાજકતાને કારણે એમ પણ સંવેદેનશીલ માનવામાં આવે છે. તો બીજી તરફ ઈબ્રાહીમ મુરતાલા મોહમ્મદ પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનિકલ મંત્રીના રૂપે 'ગાલમસે' એટલે કે ગેરકાયદે રીતે ચાલી રહેલા સોનાની ખાણના ખનનને રોકવાના પ્રયત્નોમાં લાગેલા હતા. એવું જણાવાઈ રહ્યું છે કે હેલિકોપ્ટર એક આવી જ કોઈ environment ને લગતા પ્રોગ્રામ માટે રવાના થયું હતું.

વધુ વાંચો: 50 ટકા ટેરિફ બાદ હવે ટ્રમ્પ લગાડશે આ વધારાનો ટેક્સ, જાણો તેની શું પડશે અસર?

Vtv App Promotion 2

મહામા સરકારને ખોટ

આ દુર્ઘટનામાં મહામાની પાર્ટી NDC ના ઉપાધ્યક્ષ સેમ્યુઅલ સારપો અને પૂર્વ કૃષિ મંત્રી અલ્હાજી મુનિરુ મોહમ્મદ પણ આ હેલિકોપ્ટરમાં હતા. આમ કુલ મળીને 3 crew મેમ્બર, 5 વરિષ્ઠ અધિકારીનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું છે. શોક મગ્ન રાષ્ટ્રપતિ મહમાએ તમામ સરકારી કાર્યક્રમને હાલ સ્થગિત કરી દીધા છે. અને દેશભરમાં ઝંડા અડધા કાંઠે લગાવી દેવાયા છે. શિક્ષા મંત્રી હરુના ઈદરીસુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ આ ઘટનાથી ઊંડા શોકમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Environment Minister Ghana Helicopter Crash Defense Minister

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ