ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ફ્રાન્સમાં તણાવ અને કર્ફ્યુ વચ્ચે ભારતીય દૂતાવાસની એડવાઇઝરી, નાગરિકોને કરી ખાસ અપીલ

વિશ્વ / ફ્રાન્સમાં તણાવ અને કર્ફ્યુ વચ્ચે ભારતીય દૂતાવાસની એડવાઇઝરી, નાગરિકોને કરી ખાસ અપીલ

Published By: Pravin Joshi

Last Updated: 11:53 PM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાન્સમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનો અને કર્ફ્યુને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે.

ADVERTISEMENT

ફ્રાન્સમાં ચાલી રહેલા પ્રદર્શનો અને સરકાર દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યુના માહોલ વચ્ચે ત્યાંના હાલના સંજોગો અત્યંત તણાવપૂર્ણ બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્રાન્સ સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા તેમજ ફ્રાન્સની મુલાકાતે આવનારા તમામ ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે. આ એડવાઇઝરીમાં ભારતીય નાગરિકોને ફ્રાન્સની વર્તમાન સ્થિતિ અને કર્ફ્યુને અનુલક્ષીને સતર્ક તેમજ સાવચેત રહેવાની ખાસ સલાહ આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નાગરિકોએ એક જ જગ્યાએ મોટી સંખ્યામાં એકઠા થવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત, તેવા તમામ ભીડભાડવાળા વિસ્તારોથી પણ દૂર રહેવા જણાવાયું છે જ્યાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

ભારતીય દૂતાવાસની એડવાઇઝરીના મુખ્ય મુદ્દા

આ સિવાય, ફ્રાન્સના સ્થાનિક અધિકારીઓ તરફથી સમયાંતરે જારી કરવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સ્થાનિક સમાચાર માધ્યમોના માધ્યમથી પોતાની જાતને સતત અપડેટ રાખે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મોટો દાવો કરતા જણાવ્યું છે કે તેમના દેશમાં થયેલા હિંસક પ્રદર્શનો દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે ફ્રાન્સમાં ફાટી નીકળેલા તોફાનોનો કોઈપણ ખાસ ધર્મ સાથે કોઈ જ લેવાદેવા ન હતો. તાજેતરમાં વધતી મોંઘવારી વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ખાડી દેશોની યાત્રા પૂર્ણ કર્યા બાદ દોહા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિ મેક્રોને આ મહત્ત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા.

  • ભારતીય દૂતાવાસ, પેરિસ ફોન: +33 6 48 34 00 63 ઇમેઇલ: [email protected]
  • ભારતીય કોન્સ્યુલેટ જનરલ, માર્સેલી ફોન: +33 7 43 16 25 59 ઇમેઇલ: [email protected]
france-protest-1

ફ્રાન્સના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને મુખ્ય કાર્યાલય એલિસી પેલેસ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. મેક્રોને કહ્યું કે માહિતીઓ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ચેડા કરવામાં આવ્યા હતા, જેના પરિણામે વિદેશી નેતાઓ સહિત અનેક લોકોએ બિનજવાબદાર ટિપ્પણીઓ કરી હતી. આ નેતાઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરાયેલા તોફાનોના નકલી વીડિયો જોઈને પોતાના નિવેદનો આપ્યા હતા. મેક્રોને સ્પષ્ટ કર્યું કે સપ્તાહના અંતિમ દિવસોમાં ફ્રાન્સમાં જે કંઈ ઘટનાઓ બની, તેમાં તેમને વિદેશી હસ્તક્ષેપનો કોઈ પુરાવો કે સંકેત સાંપડ્યો નથી.

france-protest1

સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનો મેક્રોનનો દાવો

જોકે, તેમણે એઆઈની મદદથી બનાવવામાં આવેલી એવી તસવીરો ચોક્કસ જોઈ હતી, જેમાં એવા દશ્યો દર્શાવવામાં આવ્યા હતા જે ફ્રાન્સમાં ક્યારેય બન્યા જ નહોતા. કેટલાક અસામાજિક તત્વોએ એવો દાવો કર્યો હતો કે ફ્રાન્સ ઉપર પ્રવાસીઓ અને ઇસ્લામવાદીઓની ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે વાસ્તવિકતામાં આ દાવો સંપૂર્ણપણે ખોટો અને કાલ્પનિક હતો. તેમણે આગળ ઉમેર્યું કે આવા પ્રસંગો પરથી જ સાચી પરખ થાય છે કે કોણ ફ્રાન્સને ચાહે છે અને કોણ નથી ચાહતું. જે લોકો અત્યારે તેમના દેશ વિશે અપશબ્દો બોલી રહ્યા છે, તેઓ હકીકતમાં ફ્રાન્સને પસંદ કરતા નથી.

આ પણ વાંચોઃ બોલીવૂડ / અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને આમીર ખાન... ટાઈગર શ્રોફના શૂટર્સના નિશાન પર હતા આ સ્ટાર્સ

અન્ય એક ડેવલપમેન્ટ અંતર્ગત, ટ્રમ્પે ફ્રાન્સમાં આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દક્ષિણપંથી શિબિરના મુખ્ય ઉમેદવાર મરીન લે પેનને રૂઢિચુસ્ત નેતા તરીકે ગણાવ્યા છે. બીજી તરફ, ફ્રાન્સના કેટલાક વર્તુળોમાં મેક્રોનની મધ્ય પૂર્વની યાત્રાની પણ આકરી ટીકા થઈ રહી છે. રવિવારે રાષ્ટ્રજોગ આપેલા તેમના સંબોધનની પણ નિંદા કરવામાં આવી હતી. ટીકાકારોનો તર્ક હતો કે તેમના સંબોધનમાં ભવિષ્યની કોઈ સ્પષ્ટ દિશા કે નીતિઓ નહોતી. જોકે, દોહાથી પોતાના વતન પરત ફરતા પહેલા રાષ્ટ્રપતિ મેક્રોને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલ તેમના પૂરા નિયંત્રણ હેઠળ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગભરાટ કે અશાંતિ ફેલાવવાનું કોઈ કારણ નથી, અને તેઓ પોતાના પદ પર રહીને પોતાની જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndianEmbassy FranceAdvisory FrenchRiots

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ