ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:12 AM, 7 August 2025
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ 'સેકેન્ડરી સેકશન' લગવવાના સંકેત આપ્યા છે. તેનું આ નિવેદન આવ્યું ત્યારે લોકલ સમય અનુસાર 8 કલાક પહેલા જ ભારત પર વધુ 25% ટેરિફની જાહેરાત કરી દીધી હતી. એક રિપોર્ટરે પૂછ્યું કે ચીન જેવા અન્ય દેશ પણ રશિયાનું તેલ ઇમ્પોર્ટ કરે છે, આમ છતાં ભારત પર વધારાનો ટેરિફ કેમ લગાવવમાં આવ્યો? આના પર રાષ્ટ્રપતિએ જવાબ આપ્યો, 'અત્યારે તો માત્ર 8 કલાક થયા છે. જુઓ શું થાય છે. તમને હજુ ઘણું બધુ જોવા મળશે... તમારે ઘણા સેકેન્ડરી ટેરિફ જોવા મળશે.'
ADVERTISEMENT

ટ્રમ્પે ચીન પર પણ સેકેન્ડરી સેકશન' લગાવવાનું કહ્યું છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું, 'અમે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, જે રશિયા પાસેથી તેલ ખરીદવામાં ચીન પછી બીજા ક્રમે છે.' ટ્રમ્પને શું તમે ભારતની જેમ ચીન પર પણ ટેરિફ લગાવવા જઈ રહ્યા છો? ટ્રમ્પે જવાબ આપતા કહ્યું, 'અમે ભારત સાથે કર્યું. અન્ય ઘણા દેશો પર પણ આ લાગુ કર્યું. તેમાંથી એક ચીન પણ હોઈ શકે છે.'
ADVERTISEMENT

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનનું કહેવઉઉ છે કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાથી ના પાડી છે, જે અમેરિકા માટે 'નેશનલ સિક્યોરીટી' નો મામલો છે. એક ઇંટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે પોતે ભારત પર યુક્રેનમાં રશિયન યુદ્ધને પ્રભાવી રૂપે ફંડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેને કહ્યું, 'તે(ભારત) યુદ્ધ મશીનને ઈંધણ આપો રહ્યો છે.'
ADVERTISEMENT
આ પણ વાંચો : 'દેશ હિત માટે દરેક જરૂરી પગલા લઈશું...' અમેરિકાના 50% ટેરિફ પર ભારતનો જવાબ
આ દરમિયાન વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નવારોએ ભારત પર ટેરિફ વધારવા પર કહ્યું, "આ વિશુદ્ધ રૂપે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે, જે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાનું બંધ કરવાની ના પાડવા સાથે જોડાયેલો છે." ઉદાહરણ તરીકે, ટ્રમ્પ ભારતને રશિયા પાસેથી ઊર્જા આયાત બંધ કરવા દબાણ કરવા માટે ટેરિફ પર ટેરિફની જાહેરાત કરી રહ્યા છે, જ્યાં "નેશનલ ઇન્ટરેસ્ટ" અંગે ભારતનું વલણ સ્પષ્ટ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ