ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / world oldest cricketer eileen ash died

દુ:ખદ / BIG NEWS: શોક મગ્ન થયું ખેલ જગત, અચાનક આ દિગ્ગજ ક્રિકેટરે દુનિયાને કહ્યું અલવિદા

Published By: Kavan

Last Updated: 11:09 PM, 4 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઠા સમાચાર આવતા જ સમગ્ર ખેલ જગત શોક મગ્ન બન્યું છે. ક્રિકેટની દુનિયાના એક સમયના દિગ્ગજ ખેલાડી ઈલીન એશનું 110 વર્ષની વયે દેહાવસાન થયું છે.

ADVERTISEMENT

  • ક્રિકેટ જગતથી આવ્યા મોટા સમાચાર
  • ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી ઈલીન એશનું નિધન
  • એશિઝ સિરિઝનો હિસ્સો રહી ચૂક્યા છે

ઈગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે શનિવારે આ શોકગ્રસ્ત સમાચાર આપ્યા હતા, એશે બીજા વિશ્વયુદ્ધ પહેલા અને યુદ્ધ બાદ ઈંગ્લેન્ડ માટે સાત ટેસ્ટ મેચ રમી હતી. તેમણે 23ની એવરેજથી 10 વિકેટ ઝડપીને વિક્રમ સર્જ્યો હતો. એશે 1937માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને નિધન સમયે તેઓ દુનિયાની સૌથી ઉંમરલાયક ટેસ્ટ ક્રિકેટર હતી.

એશિઝ સિરિઝનો હિસ્સો રહી ચૂક્યા છે

તે 1949માં એશિઝ ટૂર પર ઓસ્ટ્રેલિયા ગયેલી ટીમનો ભાગ હતી. આ સિવાય તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં 'સિવિલ સર્વિસ વુમન', 'મિડલસેક્સ વુમન' અને 'સાઉથ વુમન'નું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઈસીબીએ એક નિવેદનમાં કહ્યું કે, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ 110 વર્ષની ઉંમરે ઈલીન એશેના નિધનથી ખૂબ જ દુઃખી છે.

ક્રિકેટમાં મોટું નામ

લંડનમાં જન્મેલી આ ખેલાડીએ 2017ની મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પણ પોતાનો ડંકો વગાડ્યો હતો. જેમાં ઇંગ્લેન્ડે ભારતને રોમાંચક મુકાબલામાં હરાવ્યું હતું. તેની ક્રિકેટ કારકિર્દી ઉપરાંત, એશે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ગુપ્ત ગુપ્તચર સેવા 'MI6' માટે પણ કામ કર્યું હતું. ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ ક્રિકેટર ક્લેર કોનોરે, જેઓ ECB ના મહિલા ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર અને મેરીલેબોન ક્રિકેટ ક્લબના પ્રમુખ પણ છે, તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.

સંકળાયેલા મુદ્દાઓ

Eileen Ash world oldest cricketer ઈલીન એશ eileen ash

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ