બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદવાની તૈયારીમાં? નવા બિલને મંજૂરી પણ આપી દેવાઈ

બિઝનેસ / ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદવાની તૈયારીમાં? નવા બિલને મંજૂરી પણ આપી દેવાઈ

Vidhata Gothi

Last Updated: 11:47 AM, 8 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump Tariff News: અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે જાહેરાત કરી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદનાર દેશો પર પ્રતિબંધ લાવતા બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલનો ઉદ્દેશ યૂક્રેન યુદ્ધ વચ્ચે પુતિનના યુદ્ધ મશીનને ઈંધણ આપતા દેશો પર આર્થિક દબાણ કરવાનો છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે એ દેશો પર સીધું નિશાન સાધવાની તૈયારી શરૂ કરી દીધી છે, જે રશિયા પાસેથી તેલ ખરીદીને પુટીનના યુદ્ધ મશીનને ફ્યુલ આપવાનું કામ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ભારત અને ચીનનું નામ સૌથી ઉપર હોવાનું જણાવાઈ રહ્યું છે. વિદેશી મીડિયા અહેવાલો પ્રમાણે, અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે કહ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધ લગાવતા બિલને લીલી ઝંડી આપી દીધી છે, જેનો ઉપયોગ જેઓ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે, જેમ કે ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર દબાણ કરવા માટે થઈ શકે છે. આ પ્રસ્તાવિત બિલનો ઉદ્દેશ એ દેશો પર દંડ ફટકારવાનો છે કે જેઓ અમેરિકા પ્રમાણે, યૂક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદીને 'પુતિનના યુદ્ધ મશીનને ફ્યુલ' આપી રહ્યા છે. જો કે બિલ હજુ પાસ નથી થયું, ગ્રેહામે સંકેત આપ્યો છે કે આગામી અઠવાડિયાની શરૂઆતમાં જ આના પર મતદાન થઈ શકે છે.

બુધવારે એક્સ પર એક પોસ્ટમાં લિન્ડસે ગ્રેહામે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આજે ઘણા મુદ્દાઓ પર બેઠક થઈ. તેમણે કહ્યું કે ટ્રમ્પે રશિયા પ્રતિબંધ બિલને લીલી ઝંડી આપી દીધી છે, જેના પર હું સેનેટર બ્લૂમેંથલ અને અન્ય ઘણા લોકો સાથે મહિનાઓથી કામ કરી રહ્યો છું. ગ્રેહામે કહ્યું કે આ બિલનો સમય મહત્ત્વપૂર્ણ છે કારણ કે યૂક્રેન શાંતિ માટે વિનંતી કરી રહ્યું છે, જ્યારે રશિયા સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. આ બિલથી રાષ્ટ્રપતિ એ દેશો પર દંડ લગાવશે કે જે પુતિનના યુદ્ધ મશીનને ઈંધણ આપતા સસ્તું તેલ ખરીદે છે. તેમણે આગળ જણાવ્યું કે આનાથી ટ્રમ્પને ભારત, ચીન અને બ્રાઝિલ પર વધુ દબાણ કરવાની તક મળશે. સેનેટરે સંકેત આપ્યો કે બિલ આગામી અઠવાડિયાની શરૂઆતમાં જ મતદાન માટે રજૂ કરવામાં આવી શકે છે.

શું છે 'રશિયા પર પ્રતિબંધ અધિનિયમ 2025'?

અમેરિકન કોંગ્રેસની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે, બિલનું ટાઇટલ 'રશિયા પર પ્રતિબંધ અધિનિયમ 2025' છે. આમાં રશિયા સાથે જોડાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓ પર દંડ સહિત વ્યાપક દંડાત્મક પગલાંનો પ્રસ્તાવ છે. આની મુખ્ય જોગવાઈઓમાંથી એક છે કે રશિયાથી અમેરિકામાં આયાત થતી તમામ વસ્તુઓ અને સેવાઓ પર ટેરિફ તેની કિંમત કરતાં ઓછામાં ઓછા 500 ટકા સુધી વધારવામાં આવે.

vtv app promotion

ટ્રમ્પનો દાવો, વડાપ્રધાન મોદી નાખુશ

અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત દ્વારા રાશિયલ તેલ ખરીદવાના કારણે અમેરિકન સરકાર દ્વારા ભારતીય વસ્તુઓ પર લગાવવામાં આવેલા ઊંચા ટેરિફને લઈને વડાપ્રધાન મોદી નાખુશ છે. હાઉસ રિપબ્લિકન પાર્ટીના સભ્યોની બેઠકમાં ટ્રમ્પે કહ્યું કે જો કે વડાપ્રધાન મોદી સાથે તેમના સંબંધો સૌહાર્દપૂર્ણ છે, પરંતુ ટેરિફના મુદ્દાને કારણે થોડો તણાવ આવી ગયો છે. ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદી સાથે મારા ખૂબ સારા સંબંધ છે, પરંતુ તે મારાથી ખુશ નથી કારણ કે ભારત ઊંચા ટેરિફ ચૂકવી રહ્યું છે. ટ્રમ્પે ચેતવણી પણ આપી છે કે જો ભારત રાશિયલ તેલની આયાતને લઈને અમેરિકન ચિંતાઓનું સમાધાન નહીં કરે તો વૉશિંગ્ટન ટેરિફ હજુ વધારી શકે છે.

આ પણ વાંચો: સૌર એલાયન્સમાં ભારતના નેતૃત્વવાળા ગઠબંધનમાંથી અમેરિકાની એક્ઝિટ

ભારતે અગાઉ ટ્રમ્પના એ દાવાને નકારી કાઢ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે નવી દિલ્હી રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દેશે. સરકારે સ્પષ્ટ કર્યું કે એવી કોઈ વાતચીત કે પ્રતિબદ્ધતા થઈ ન હતી. નવી દિલ્હી સતત કહી રહ્યું છે કે તેના ઉર્જા સંબંધિત નિર્ણય રાષ્ટ્રીય હિત પર આધારિત છે, ખાસ કરીને ત્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઈંધણના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Tariff News Russian Oil Purchase 500 Percent Tariff on India-China
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ