ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સૌર એલાયન્સમાં ભારતના નેતૃત્વવાળા ગઠબંધનમાંથી અમેરિકાની એક્ઝિટ

દરાર / સૌર એલાયન્સમાં ભારતના નેતૃત્વવાળા ગઠબંધનમાંથી અમેરિકાની એક્ઝિટ

Published By: Priyankka Triveddi

Last Updated: 08:10 AM, 8 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને 'અમેરિકા ફર્સ્ટ' નીતિને આગળ વધારતા એક ઐતિહાસિક પગલું ઉઠાવ્યું છે.

ADVERTISEMENT

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે 'અમેરિકા ફર્સ્ટ' નીતિને આગળ વધારતા એક ઐતિહાસિક પગલું ઉઠાવ્યું છે. અમેરિકાએ ભારતના નેતૃત્વવાળા ઇન્ટરનેશલ સોલર અલાયન્સ (ISA) સહિત 66 વૈશ્વિક સંસ્થાઓથી પાછળ હટવા માટે ઔપચારિક એલાન કરી દીધું છે. વ્હાઇટ હાઉસે આ સંગઠનને અમેરિકાના સાર્વભૌમત્વ અને આર્થિક હિતની વિરુદ્ધમાં જણાવ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક મેમોરેન્ડમ પર સાઇન કરી છે અને જેમાં અમેરિકાએ એ ઇન્ટરનેશનલ સંગઠન, સમજૂતી કરાર અને સંધિઓથી બહાર નીકળવાનો આદેશ કર્યો છે જે અમેરિકાના 'હિતની વિરુદ્ધ'માં છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિને આગળ રાખતા ભારત અને ફ્રાંસના નેતૃત્વવાળી ઇન્ટરનેશલ સોલાર અલાયન્સ (ISA) સહિત 66 વૈશ્વિક સંસ્થાઓમાંથી પાછળ હટવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે આ સંગઠનોને અમેરિકાના સાર્વભૌમત્વ અને આર્થિક હિતની વિરુદ્ધમાં જણાવ્યું છે.

આ જાહેરાત અંગે ભાઈટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવતા પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં લગભગ 35 બિન-યુએન સંસ્થાઓ અને 31 સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓથી બહાર નીકળવાની વાત કરવામાં આવી છે. બિન સંયુક્ત રાષ્ટ્ર સંગઠનમાં ભારત અને ફ્રાંસના નેતૃત્વવાળા ઇન્ટરનેશલ સોલાર અલાયન્સ, ઇન્ટરનેશલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ જેવા મુખ્ય પર્યાવરણને લગતા સંગઠનનો સમાવેશ થાય છે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે " આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પએ એલાન કર્યું છે કે અમેરિકા 66 અમેરિકા-વિરોધી, બેકાર અને ખોટ ખર્ચ કરતા તમામ આંતરરાષ્ટ્રીય સંગઠનને છોડી રહ્યું છે. આ ઉપરાંત અન્ય સંગઠન વિશે પણ સમીક્ષા હજુ ચાલી રહી છે." તેમણે વધુમાં કહ્યું કજે આ પગલું રાષ્ટ્રપતિ દ્વારા અમેરિકનોને કરવામાં આવેલા વાયદાઓમાંનો એક મોટો વાયદો છે. અમે એ ગ્લોબલિસ્ટ નોકરશાહોને સબસિડી આપવાની બંધ કરી દઇશું જે અમારા હિતની વિરુદ્ધમાં કામ કરે છે. ટ્રમ્પ પ્રશાસન હંમેશા અમેરિકા અને અમેરિકનોને પહેલા રાખશે.

સંયુક્ત રાષ્ટ્રના જે પ્રમુખ સંગઠનમાંથી અમેરિકા હટી ગયું છે તેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અને સોશિયલ અફેર્સ, ઇન્ટરનેશલ લો કમિશન, ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર, પીસ બિલ્ડિંગ કમિશન. યુએન એનર્જી અને યુએન પોપ્યુલેશન ફંડ અને યુએન વોટરનો (Department of Economic and Social Affairs, International Law Commission, International Trade Centre, Peacebuilding Commission, UN Energy, UN Population Fund, and UN Water)સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્રનું સ્કીઇંગ અકસ્માતમાં અવસાન

Vtv App Promotion 2

એક એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવ્યું છે કે ટ્રમ્પ દ્વારા તમામ એક્ઝિક્યુટિવ ડિપાર્ટમેન્ટ અને એજન્સીને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ મેમોરેન્ડમમાં જણાવેલ સંગઠનમાંથી અમેરિકાને તાત્કાલિક બહાર કાઢવા માટે જરૂરી પગલાં તરત લે અને કહ્યું છે કે યુનાઈટેડ નેશન્સની સંસ્થાઓ માટે બહાર નીકળવાનો અર્થ હશે કે કાયદા અંતર્ગત જેટલી મર્યાદા હોય તેટલી હદ સુધી તે સંસ્થાઓમાં ભાગ લેવો કે પછી ફંડિંગ આપવાનું બંધ કરી દે. એમાં જણાવાયું છે કે ટ્રમ્પનો આ નિર્ણય વિદેશ મંત્રીના રિપોર્ટ પર વિચાર કરીને અને તેમના કેબિનેટ સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો છે જેમાં તેમણે નક્કી કર્યું છે કે આ સંગઠનમાં ભાગ લેવો કે તેમણે સપોર્ટ કરવો તે અમેરિકાના હિતની વિરુદ્ધમ હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

International Solar Alliance India global solar leadership India USA relations

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ