બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:37 AM, 3 October 2025
Vladimir Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના ભારત (Vladimir Putin India Visit) આવવાની વાતને કન્ફર્મ કરી છે. તેઓ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં PM નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં શિખર સંમેલનમાં ભાગ લેશે.
ADVERTISEMENT
અમેરિકાએ ટેરિફ લાગુ કર્યો ત્યારથી વેપાર મામલે ભારત અને રશિયાના સંબંધોમાં વધારો થયો છે. આ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવવાની તૈયારી કરી રહ્યા છે. ક્રેમલિને કહ્યું છે કે રાષ્ટ્રપતિની ભારત આવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તેમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જાણ કરી હતી કે તેઓ PM મોદી સાથે આગળ વર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે, પુતિને માસ્કો અને નવી દિલ્હી વચ્ચેના વિશેષ સંબંધો વિશે પણ વાત કરી હતી.
🚨EXCLUSIVE: Putin lands in India Dec 5-6 for HIGH-STAKES talks!
— Sree Resmi Nair (@Sree_Resmi_Nair) October 1, 2025
First visit since Russia-Ukraine war—supercharging defense & trade ties amid Trump tariff storm.
New Delhi's epic welcome awaits! Will this reshape global power plays?#PutinInIndia #IndiaRussia #GeoPolitics pic.twitter.com/HbPVic3Bxa
ADVERTISEMENT
વ્લાદિમીર પુતિને કહ્યું,
"મારું માનવું છે કે ભારતના લોકો આપણા સંબંધોને ભૂલતા નથી. લગભગ 15 વર્ષ પહેલાં, અમે (રશિયા અને ભારત) એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી, અને આ બંને દેશો વચ્ચેના સંબંધોનું શ્રેષ્ઠ વર્ણન છે. વડા પ્રધાન મોદી ખૂબ જ સમજદાર નેતા છે જે પહેલા પોતાના દેશ વિશે વિચારે છે. ભારત સાથે આર્થિક સહયોગને મજબૂત બનાવવો એ રશિયા માટે પ્રાથમિકતા છે."
ADVERTISEMENT

ADVERTISEMENT
પુતિને રશિયામાંથી ઉર્જા આયાત ઘટાડવા માટે ભારત અને ચીન પર અમેરિકાના દબાણ વિશે પણ વાત કરી . તેમણે દલીલ કરી હતી કે મોસ્કોના સૌથી મોટા તેલ ખરીદદારો એવા બે એશિયન દેશો પર ગૌણ ટેરિફ લાદવાની કોઈપણ કાર્યવાહી વૈશ્વિક તેલના ભાવમાં વધારો કરશે અને યુએસ અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર કરશે. તેમણે કહ્યું, "અહીં કોઈ રાજકીય પાસું નથી. આ એક સંપૂર્ણ આર્થિક ગણતરી છે."
રાષ્ટ્રપતિએ કહ્યું,
ADVERTISEMENT
" ભારતના લોકો અમેરિકાના દબાણ સામે ઝૂકશે નહીં. તેઓ ક્યારેય કોઈના દ્વારા અપમાનિત થવાનું સ્વીકારશે. હું વડાપ્રધાન મોદીને ઓળખું છું; તેઓ આવો નિર્ણય નહીં લે. અને જો તે દેશના રાજકારણને પણ અસર કરે છે તો તેમણે ઇનકાર કેમ કરવો જોઈએ?"
ADVERTISEMENT
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ પહેલાથી જ પુષ્ટિ આપી ચૂક્યા છે કે પુતિનની ભારત મુલાકાતની તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે. પેસ્કોવે કહ્યું, "હા, અમે રાષ્ટ્રપતિની ભારત મુલાકાત માટે સમયમર્યાદા નક્કી કરી છે. તે નવા વર્ષની શરૂઆત પહેલાં થશે. મુલાકાતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે." 2021 પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આ પહેલી ભારત મુલાકાત હશે. જ્યારે તેઓ 21મા વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલન માટે નવી દિલ્હી ગયા હતા.
વધુ વાંચો:
આ ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલતી વ્યવસ્થા છે, જેના હેઠળ ભારતીય વડા પ્રધાન અને રશિયન રાષ્ટ્રપતિ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા માટે બંને દેશો વચ્ચે વારાફરતી વાર્ષિક શિખર સંમેલનો યોજે છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં આવા 22 શિખર સંમેલનો થયા છે. વડાપ્રધાન મોદી ગયા વર્ષે જુલાઈમાં રશિયન રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય શિખર સંમેલન માટે મોસ્કો ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.