ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે પુતિન સંમત, રશિયન રાષ્ટ્રપતિએ મૂકી ત્રણ શરત

વિશ્વ / યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે પુતિન સંમત, રશિયન રાષ્ટ્રપતિએ મૂકી ત્રણ શરત

Published By: Pravin Joshi

Last Updated: 03:13 AM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રથમ વખત રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું વલણ રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવાના પક્ષમાં સામે આવ્યું છે. પુતિને યુદ્ધ સમાપ્ત કરવા માટે યુક્રેન માટે 3 શરતો મૂકી છે.

ADVERTISEMENT

છેલ્લા કેટલાય સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને સમાપ્ત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે પહેલી વખત રશિયા તરફથી યુદ્ધ બંધ કરવા મામલે રાજી થયું છે. પ્રથમ વખત રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું વલણ રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવાના પક્ષમાં સામે આવ્યું છે. પુતિને યુદ્ધ સમાપ્ત કરવા માટે યુક્રેન માટે 3 શરતો મૂકી છે.

Russia-Ukraine War

મળતી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર હોવાનું જણાવ્યું છે, પરંતુ તેમણે યુક્રેન સમક્ષ ત્રણ શરતો મૂકી છે. રોઇટર્સની રિપોર્ટ મુજબ પુતિને કહ્યું છે કે,

  • યુક્રેનને પૂર્વી ડોનબાસનો સમગ્ર વિસ્તાર છોડવો પડશે
  • નાટોમાં જોડાવાની ઈચ્છા છોડી દેવી પડશે
  • દેશની જમીન પર પશ્ચિમી સૈનિકોને પ્રવેશ ન આપવા પડશે
russia ukrain

2014થી ચાલતો સંઘર્ષ

યુક્રેનની ક્રાંતિ પછી 2014માં રશિયાએ ક્રિમિયા પર કબજો કર્યો હતો. ત્યાર બાદ રશિયા સમર્થિત દળોએ પૂર્વી ડોનબાસમાં યુક્રેનની સેનાની સામે યુદ્ધ શરૂ કર્યું. 2018માં યુક્રેને ક્રિમિયા વિસ્તાર રશિયાના કબજામાં હોવાનું સત્તાવાર જાહેર કર્યું. ફેબ્રુઆરી 2022માં રશિયાએ સમગ્ર યુક્રેન પર હુમલો કર્યો, જે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યુરોપનું સૌથી મોટું યુદ્ધ સાબિત થયું.

PUTIN-TRUMP-3

શું કરશે યુક્રેન?

પુતિનની ત્રણેય શરતો યુક્રેન માટે માનવી મુશ્કેલ માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સંવાદ માટે હંમેશા તૈયારી દર્શાવી છે, પરંતુ તેમણે સુરક્ષા ગેરંટીની માંગ પણ કરી છે. હવે જોવું રહ્યું કે ઝેલેન્સ્કી આ શરતોમાંથી કેટલી સ્વીકારશે.

વધુ વાંચો: ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થતા Dream11 બંધ! યુઝર્સ એપમાંથી કેવી રીતે ઉપાડી શકશે?

ટ્રમ્પ સાથેની બેઠક પછી પણ વલણ યથાવત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલાસ્કામાં 3 કલાક લાંબી બેઠક બાદ પણ પુતિન પોતાનું જૂનું વલણ બદલવા તૈયાર નથી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ સમાપ્ત થવાનું હોય તો આ જ શરતો પર થશે. હવે આખી દુનિયાનું ધ્યાન આ પર છે કે શું યુક્રેન પુતિનની શરતો સ્વીકારીને યુદ્ધવિરામ તરફ આગળ વધશે કે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RussianPresidentPutin RussiaUkraineWar DonaldTrump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ