ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મેડિકલ એડમિશન કૌભાંડનો આક્ષેપ, ડમી ઉમેદવારોથી બેઠકો રોકી ₹25 લાખમાં વેચાતી હોવાનો દાવો

ગુજરાત / મેડિકલ એડમિશન કૌભાંડનો આક્ષેપ, ડમી ઉમેદવારોથી બેઠકો રોકી ₹25 લાખમાં વેચાતી હોવાનો દાવો

Published By: Nidhi Panchal

Last Updated: 03:22 PM, 12 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં ડમી ઉમેદવારોના નામે બેઠકો રોકી રાખીને મેરિટ સાથે ચેડાં થતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કાઉન્સેલિંગના બીજા રાઉન્ડ બાદ 700થી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ ન કરતાં એજન્ટોના નેટવર્ક અને મેનેજમેન્ટ ક્વોટામાં કરોડો રૂપિયાની માગણી અંગે સવાલો ઊભા થયા છે.

ADVERTISEMENT

મેડિકલનું શિક્ષણ પહેલેથી જ મોંઘું છે અને તેનો ખર્ચ સતત વધી રહ્યો છે. તેમાંય એજન્ટો ડમી ઉમેદવારોનો ઉપયોગ કરીને મેડિકલની બેઠકો રોકી રાખે છે અને પછી સૌથી વધુ કિંમત ચૂકવવા તૈયાર હોય તેમને આ બેઠકો વેચે છે. આના કારણે મેડિકલ શિક્ષણનો ખર્ચ જાણે કાબૂ બહાર જઈ રહ્યો છે.

medical

ગુજરાતમાં મેડિકલની બેઠકો મેળવનારા ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલા કાઉન્સેલિંગના બીજા રાઉન્ડ પછી પણ પોતાનું એડમિશન કન્ફર્મ કર્યું નથી. મેડિકલ પ્રવેશ પ્રક્રિયા પર નજર રાખતા અધિકારીઓના જણાવ્યા અનુસાર એજન્ટો આવી ખાલી પડેલી બેઠકોનો લાભ ઉઠાવે છે. દાખલા પ્રમાણે એજન્ટોનું એક નેટવર્ક મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો અપાવવાના બદલામાં રૂ. ૧૫ લાખથી રૂ. ૨૫ લાખ સુધીનું કમિશન લેવાની ખાતરી આપે છે.

એજન્ટો બેઠકો રોકીને મેરિટ સાથે ચેડાં

અધિકારીઓના જણાવ્યા અનુસાર એજન્ટો બેઠકો રોકીને મેરિટ સાથે ચેડાં કરે છે અને લાયક ઉમેદવારો માટે પ્રવેશ મેળવવો મુશ્કેલ બનાવે છે. ઓછું મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને ભારે ફી વસૂલીને આવી બેઠકો અપાવવામાં આવે છે. એક કિસ્સામાં મધ્ય ગુજરાતની એક મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટા હેઠળ કન્ફર્મ એડમિશન અપાવવા માટે અમદાવાદના એક એજન્ટે કથિત રીતે રૂ. ૧.૪ કરોડની માગણી કરી હતી. આ મામલાથી પરિચિત એક સૂત્રના જણાવ્યા અનુસાર આ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફી રૂ. ૨૩ લાખ છે અને પાંચ વર્ષના અભ્યાસક્રમની કુલ ફી રૂ. ૧.૧૫ કરોડ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બાકીના રૂ. ૨૫ લાખ એજન્ટનું કમિશન છે.

બેઠક અપાવવા માટે રૂ. ૧.૪ કરોડની માગણી કરી

એક અંગ્રેજી અખબારના પત્રકારે ઓછા ગુણ મેળવનારા વિદ્યાર્થીની ઓળખ આપીને સેટેલાઇટ વિસ્તારમાં કાર્યરત એક મધ્યસ્થી એજન્ટનો સંપર્ક કર્યો હતો. વિદ્યાર્થીએ નીટની પરીક્ષામાં ૭૨૦માંથી ૨૩૨ ગુણ મેળવ્યા હોવાનું જણાવ્યું હતું. એજન્ટે મેનેજમેન્ટ ક્વોટાની બેઠક અપાવવા માટે રૂ. ૧.૪ કરોડની માગણી કરી હતી. એજન્ટે જણાવ્યું હતું કે ઓછી ફી ધરાવતી બેઠક ઉપલબ્ધ થાય તો પણ તેનું કમિશન બદલાશે નહીં. એજન્ટે દાવો કર્યો હતો કે ગયા વર્ષે તેણે ઓછામાં ઓછાં ૧૦૦ મેડિકલ એડમિશન અપાવવામાં મદદ કરી હતી. આ કથિત ગેરરીતિની જાણકારી ધરાવતાં સૂત્રોએ જણાવ્યું છે કે એજન્ટો શરૂઆતમાં રૂ. ૫ લાખ એડ્વાન્સ લે છે. ત્યાર બાદ તેઓ ઉમેદવારનું નીટ સ્કોરકાર્ડ, લૉગિન આઈડી અને પાસવર્ડ મેળવીને એડમિશન ફોર્મ પોતે જ ભરે છે.

૨૦૦થી ૪૦૦ જેટલી ડમી અરજીઓ પણ ભરે

સૂત્રનાં જણાવ્યા અનુસાર, કેટલાક એજન્ટો એવા એમબીબીએસના ઉમેદવારોની ૨૦૦થી ૪૦૦ જેટલી ડમી અરજીઓ પણ ભરે છે, જેઓ ઊંચી ફીને કારણે અથવા નીટની પરીક્ષા ફરી આપવાની ઇચ્છાને કારણે ચાલુ વર્ષે એડમિશન લેવા માગતા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે એજન્ટો ડમી વિદ્યાર્થીઓના નામે બેઠકો પર દાવા નોંધાવીને મેરિટ પ્રક્રિયા સાથે ચેડાં કરે છે અને બાદમાં એડમિશન લેતા નથી. આવા કિસ્સાઓમાં બેઠકોની પુનઃફાળવણી થાય છે અને ઓછા ગુણ ધરાવતા ઉમેદવારને મેનેજમેન્ટ ક્વોટાની બેઠક પર પ્રવેશ મેળવવાની તક મળે છે.

આ પણ વાંચો : ડિસેમ્બર 2027 સુધી રાજ્યનાં તમામ ગામમાં સૌર ઊર્જાથી વીજ પુરવઠો, જાણો શું છે સરકારનો પ્લાન ?

સૂત્રોના આક્ષેપ મુજબ, ઘણા વિદ્યાર્થીઓને એ વાતની જાણ પણ હોતી નથી કે એજન્ટોએ તેમના નામે કાઉન્સેલિંગ દરમિયાન બેઠકો પર દાવા નોંધાવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓને કથિત ગેરરીતિની જાણ હોય તો પણ તેમને સામાન્ય રીતે કોઈ આર્થિક લાભ મળતો નથી, કારણ કે તેમની ભૂમિકા માત્ર થોડા સમય માટે બેઠક રોકી રાખવા પૂરતી હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dummy Candidates Medical Admission Scam NEET Admission

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ