ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફ્લૂ અને લાઈફસ્ટાઈલની બીમારીઓનો ડબલ એટેક, સમયસર તપાસ કરાવો

ગુજરાત / ફ્લૂ અને લાઈફસ્ટાઈલની બીમારીઓનો ડબલ એટેક, સમયસર તપાસ કરાવો

Published By: Nidhi Panchal

Last Updated: 03:57 PM, 12 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને વિવિધ પ્રકારના ફ્લૂના જોખમ વચ્ચે નાગરિકોના આરોગ્ય સામે અનેક પડકારો ઊભા થયા છે. તબીબોએ ડેન્ગ્યુમાં તાવ ઊતર્યા પછી પણ સાવચેત રહેવા, ઘરગથ્થુ નૂસખા ટાળવા અને યુવાનોમાં વધતી જીવનશૈલી સંબંધિત બીમારીઓ પ્રત્યે જાગૃત રહેવા સલાહ આપી છે.

ADVERTISEMENT

અમદાવાદમાં બદલાતી જીવનશૈલી, અનિયમિત ઊંઘ, માનસિક તણાવ અને ઋતુજન્ય ચેપ વચ્ચે નાગરિકોનાં આરોગ્ય સામે એક સાથે અનેક પડકાર ઊભા થઈ રહ્યા છે. એક તરફ તાવ, શરદી-ખાંસી અને શ્વસનતંત્રના ચેપને સામાન્ય ગણીને અવગણવાની વૃત્તિ છે, તો બીજી તરફ ડેન્ગ્યુમાં પ્લેટલેટ વધારવા માટે ઘરગથ્થુ નૂસખા અજમાવવાની માન્યતા પણ જોખમી બની શકે છે. આ સાથે યુવાનોમાં હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી જીવનશૈલી સંબંધિત બીમારી અંગે તબીબોએ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

dengue 2

શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે ફલૂના કેસ, જીવન શૈલીની અનિયમિતતા તેમજ માનસિક તણાવને કારણે બીમારીઓ મોટાપાયે ઘર કરી રહી છે. ફલૂમાં ખાસ કરીને H1N1 (સ્વાઈન ફ્લૂ) , H3N2 (સિઝનલ ફ્લૂ), H5N1 (બર્ડ ફ્લૂ)નાં લક્ષણો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. આરોગ્ય નિષ્ણાતો અનુસાર સમયસર નિદાન અને યોગ્ય સારવારનું અનેકગણું મહત્ત્વ છે. તાવ કે શરદી-ખાંસી થાય ત્યારે જાતે દવા લેવી, લક્ષણો ઘટતાં સારવાર બંધ કરી દેવી અથવા સોશિયલ મીડિયા પરના નૂસખા અજમાવવા જેવી ભૂલો ટાળવી જરૂરી છે.

તાવ ઊતરી ગયો એટલે ડેન્ગ્યુનો ખતરો ટળ્યો એવું ના સમજો

ડેન્ગ્યુમાં તાવ ઊતરવા લાગે ત્યારે પણ કેટલાક દર્દીઓમાં ગંભીર તબક્કો શરૂ થઈ શકે છે. તેથી માત્ર તાપમાન સામાન્ય થઈ ગયું હોવાના આધારે દર્દી સાજો થઈ ગયો હોવાનું માની લેવું જોખમી છે. પેટમાં તીવ્ર દુખાવો, સતત ઊલટી, રક્તસ્રાવ, અસામાન્ય સુસ્તી અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જોઈએ. ડેન્ગ્યુમાં પ્લેટલેટ ઘટતાં જ પપૈયાની છાલનો રસ કે અન્ય ફળોના રસથી પ્લેટલેટ વધી જશે એવી માન્યતા પર આધાર રાખવો યોગ્ય નથી. આવા નૂસખા ડેન્ગ્યુની સારવારનો વિકલ્પ નથી. તબીબની સલાહ અને જરૂરી તપાસ વિના સારવારમાં વિલંબ કરવો દર્દી માટે જોખમી બની શકે છે.

આ પણ વાંચો : મેડિકલ એડમિશન કૌભાંડનો આક્ષેપ, ડમી ઉમેદવારોથી બેઠકો રોકી ₹25 લાખમાં વેચાતી હોવાનો દાવો

વિવિધ પ્રકારના ફ્લૂથી એબોર્શનની શકયતા વધવાની સાથે પ્રીમોચ્યોર ડિલિવરીના કેસ વધી રહ્યા છે. ફ્લૂને કારણે હાર્ટ અને ડાયાબિટીસ વળગી જાય છે. ગર્ભવતીએ શરદી અને ખાંસીવાળા લોકોથી દૂર રહેવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Health Lifestyle Diseases Dengue Symptoms

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ