ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડિસેમ્બર 2027 સુધી રાજ્યનાં તમામ ગામમાં સૌર ઊર્જાથી વીજ પુરવઠો, જાણો શું છે સરકારનો પ્લાન ?
Last Updated: 03:07 PM, 12 October 2026
ADVERTISEMENT
ગુજરાત સરકારે ડિસેમ્બર-૨૦૨૭ સુધીમાં રાજ્યભરમાં ખેતીવાડી માટેના વીજ પુરવઠાને સંપૂર્ણપણે સૌર ઊર્જા આધારિત બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. રાજ્યની વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ્સ) પહેલેથી જ દિવસ દરમિયાન સૌર ઊર્જા ઉત્પાદન દ્વારા ખેતીવાડી વીજ જરૂરિયાતોના ૯૯ ટકા હિસ્સાને પહોંચી વળી રહી છે.
ADVERTISEMENT

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર રાજ્યનાં ૧૭,૨૨૮ ગામમાં ખેતીવાડી માટેના વીજ પુરવઠાનું સંપૂર્ણ સોલરાઈઝેશન થઈ ગયું છે, જ્યારે ૩૮ ગામમાં આ કામગીરી આંશિક રીતે પૂર્ણ થઈ છે. હજુ ૫૦ ગામમાં ખેતીવાડી વીજ પુરવઠાનું સોલરાઈઝેશન કરવાનું બાકી છે. ખેતીવાડી વીજ પુરવઠાને દિવસના સમયે ઉપલબ્ધ કરાવવાનો આ નિર્ણય સૌર ઊર્જાના મહત્તમ ઉપયોગ, પરંપરાગત થર્મલ વીજ ઉત્પાદન પરની નિર્ભરતા ઘટાડવા અને કાર્બન ઉત્સર્જન ઓછું કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. આ પહેલ ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વપરાશ વધારવા, લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે.
ADVERTISEMENT
સૌર ઊર્જાનો વધતો હિસ્સો મોટા પાયે ઊર્જા સંગ્રહની જરૂરિયાત પણ ઊભી કરી રહ્યો છે. સૌર ઊર્જાનું ઉત્પાદન હવામાન પર આધારિત હોવાથી અને દિવસના સમયે જ મોટા પ્રમાણમાં થતું હોવાથી રાજ્યને વીજ કાપણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. ખેતીવાડીની માગ પૂરી કર્યા પછી પણ પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનમાં સરેરાશ ૨૦થી ૨૫ ટકાનો ઘટાડો કરવો પડે છે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ)એ અત્યાર સુધીમાં ૨,૭૪૨ મેગાવોટ ક્ષમતાની બેટરી ઊર્જા સંગ્રહ પ્રણાલી (બીઈએસએસ) સ્થાપિત કરી છે. માર્ચ-૨૦૩૦ સુધીમાં આ ક્ષમતા વધારીને ૧૦,૦૦૦ મેગાવોટ કરવાની યોજના છે.
ADVERTISEMENT
બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ વધારાની સૌર ઊર્જાનો સંગ્રહ કરશે અને જરૂરિયાતના સમયે, ખાસ કરીને વીજ માગ વધુ હોય તેવા સમયગાળામાં તથા સૌર ઊર્જા ઉપલબ્ધ ન હોય તેવા કલાકોમાં તેનો ઉપયોગ શક્ય બનાવશે. સરકારના જણાવ્યા અનુસાર આ વ્યવસ્થાથી વીજળીના ગ્રીડમાં આવર્તન અને વોલ્ટેજ સંબંધિત અસ્થિરતા ઘટાડવામાં, પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપક ઉપયોગ કરવામાં અને થર્મલ વીજ ઉત્પાદન ઘટાડવાની જરૂરિયાત ઓછી કરવામાં પણ મદદ મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજ્ય સરકાર પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સ સાથે બેટરી સ્ટોરેજ ફરજિયાત કરવાની નીતિગત જોગવાઈઓ પર પણ વિચાર કરી રહી છે. સૂચિત માળખા હેઠળ હાલના અને આગામી પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સ માટે ૩૧ માર્ચ, ૨૦૩૦ સુધીમાં બે કલાકની વીજ માગ પૂરી કરી શકે તેવી બેટરી સ્ટોરેજ ક્ષમતા ઉપલબ્ધ કરાવવી જરૂરી બની શકે છે. ૧ એપ્રિલ, ૨૦૩૦ પછી શરૂ થનારા પ્રોજેક્ટ્સ માટે ઓછામાં ઓછા ચાર કલાકની સ્ટોરેજ ક્ષમતા રાખવાની જોગવાઈનો પણ વિચાર છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર સૂચિત પગલાંમાં હાલના પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સ માટે તેમની ક્ષમતાના ઓછામાં ઓછા ૧૦ ટકા જેટલી બેટરી સ્ટોરેજ ક્ષમતા સ્થાપિત કરવાની જોગવાઈ સામેલ છે, જ્યારે નવા પ્રોજેક્ટ્સ માટે ઓછામાં ઓછા ૩૦ ટકા જેટલી બેટરી સ્ટોરેજ ક્ષમતા ફરજિયાત કરવાની વિચારણા છે. આ વ્યવસ્થાથી ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન ક્ષમતાનો વધુ કાર્યક્ષમ ઉપયોગ શક્ય બનશે અને રાજ્યના વીજળીના કુલ ઉત્પાદનમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો હિસ્સો વધારવાના પ્રયાસોને વેગ મળશે
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો