ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / વિશ્વ / Daily Horoscope / સિંગાપોરમાં એક નવું હિન્દુ મંદિર બનાવવામાં આવશે, સરકારે ફાળવી જમીન

વિશ્વ / સિંગાપોરમાં એક નવું હિન્દુ મંદિર બનાવવામાં આવશે, સરકારે ફાળવી જમીન

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:53 PM, 2 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Temple: શ્રી ગુરુવાયુરપ્પન અયપ્પન મંદિરનું નિર્માણ આ વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં શરૂ થશે

ADVERTISEMENT

Temple: શ્રી ગુરુવાયુરપ્પન અયપ્પન મંદિરનું નિર્માણ આ વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં શરૂ થશે અને તે ભગવાન કૃષ્ણ અને અયપ્પાને સમર્પિત કરવામાં આવશે. કેરળ શૈલીમાં બનેલ આ મંદિર સિંગાપોરમાં ભારતીય સમુદાય ખાસ કરીને મલયાલી ભક્તો માટે આધ્યાત્મિક કેન્દ્ર બની રહેશે.

સિંગાપોરમાં હિન્દુ સમુદાયની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે નવા હિન્દુ મંદિરના નિર્માણ માટે જમીન ફાળવી છે. આ મંદિર યિશુન એવન્યુ 3 વિસ્તારમાં બનાવવામાં આવશે. મંદિરનું નામ શ્રી ગુરુવાયુરપ્પન અયપ્પન મંદિર (SGAT) રાખવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર આ વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બાંધકામ શરૂ થવાની ધારણા છે. આ મંદિર સિંગાપોરમાં 25મું હિન્દુ મંદિર હશે. આ પહેલા અરુલ્મિગુ વેલમુરુગન જ્ઞાનમુનિશ્વરર મંદિરનું નિર્માણ વર્ષ 2006 માં થયુ હતું. જે સિંગાપોરમાં બનેલું 24મું મંદિર છે.

'બે દેવતાઓ માટે અલગ મંદિર નહીં'

નવા મંદિરમાં સેવા આપવા માટે કેરળથી પૂજારીઓને લાવવાની યોજના છે, ખાસ કરીને સબરીમાલા મંદિર સાથે સંકળાયેલા પૂજારીઓને. આ મંદિર બે મુખ્ય દેવતાઓને સમર્પિત હશે: ભગવાન ગુરુવાયુરપ્પન (ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ) અને ભગવાન અયપ્પા. હાલમાં સિંગાપોરમાં આ બે દેવતાઓ માટે કોઈ અલગથી મંદિર નથી. આ મંદિર શ્રી મહા મરિયમ્મન મંદિર અને પવિત્ર વૃક્ષ બાલાસુબ્રમણ્યર મંદિરની નજીક બનાવવામાં આવશે. હિન્દુ સલાહકાર બોર્ડ અને અન્ય સમુદાયના સભ્યો સાથે પરામર્શ કર્યા પછી જમીન ફાળવવામાં આવી હતી.

'અન્ય દેવતાઓની પણ પૂજા કરી શકાય છે'

28 માર્ચે આ યોજનાની જાહેરાત કરતા સંસ્કૃતિ, સમુદાય અને યુવા બાબતોના રાજ્યમંત્રી દિનેશ વાસુદાસે કહ્યું કે સિંગાપોરના ઉત્તર ભાગમાં મોટી સંખ્યામાં ભારતીય વસ્તી હોવાથી આ મંદિર ત્યાંના લોકો માટે ખૂબ ઉપયોગી થશે. તેમણે કહ્યું કે મુખ્ય દેવતાઓ ઉપરાંત આ મંદિરમાં અન્ય દેવતાઓની પણ પૂજા કરી શકાય છે. આ મંદિર ભારતમાં સબરીમાલા મંદિરની મુલાકાત લેતા ભક્તો માટે પણ ખાસ રહેશે. આ મંદિર તેમની આધ્યાત્મિક યાત્રા માટે ખાસ કરીને વૃદ્ધ ભક્તો માટે અહી આવવું- જાવું આસાન રહેશે.

vtv app promotion

આ પણ વાંચોઃ ઈરાનની દાદાગીરીનો અંત! PM મોદીના IMEC પ્રોજેક્ટથી દુનિયાને તેલ સંકટમાંથી ઉગારશે ભારત, જાણો શું છે પ્લાન..

'આ મંદિર બધા હિન્દુ ભક્તો માટે મહત્વપૂર્ણ રહેશે'

એ નોંધવું જોઈએ કે દર વર્ષે 4થી 5 કરોડ ભક્તો સબરીમાલા મંદિરની મુલાકાત લે છે, અને મુલાકાત લેતા પહેલા 41 દિવસનું કઠીન વ્રત અને તૈયારી જરૂરી છે. તેવી જ રીતે ગુરુવાયૂર મંદિર પણ લાખો ભક્તો માટે શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે. આ મંદિર સિંગાપોરમાં રહેતા મલયાલી સમુદાયની લાંબા સમયથી ઇચ્છા હતી. તેમણે કહ્યું કે ફક્ત મલયાલી જ નહીં, પરંતુ તમિલ, ઉત્તર ભારતીય અને અન્ય હિન્દુઓ પણ આ દેવતાઓના ભક્ત છે, તેથી આ મંદિર દરેક માટે મહત્વપૂર્ણ રહેશે. લગભગ 60 લાખની વસ્તી ધરાવતા સિંગાપોરમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા લગભગ 7 ટકા છે, જ્યારે ચીની મૂળના લોકો 75 ટકા અને મલય સમુદાય 15 ટકા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Temple Singapore World News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ