WHOએ(વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. કોરોના વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રાલય પણ અલર્ટ મોડમાં આવી ગયું છે. ચાલો જાણીએ મહામારી ક્યારે અને કેવી રીતે જાહેર કરવામાં આવે છે. અહીં જણાવી દઈએ કે, ભારતમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા 73 થઇ ગઈ છે. આ આંકડો ઝડપથી વધી રહ્યો છે.
આ વાયરસના કારણે ભારત સરકારે કઠોર પગલાં ભરતા, દુનિયાના દરેક દેશો માટે અરજી કરેલા વિઝાને રદ કરવામાં આવ્યા છે. આ વિઝાને હવે 15 એપ્રિલ સુધી રદ કરી દેવામાં આવ્યા છે. જેનો મતલબ છે કે, દુનિયાનો કોઈ પણ નાગરિક કોરોના વાયરસના કારણે ભારતમાં આવી નહી શકે. માત્ર ડિપ્લોમેટ્સને આ માટે છૂટ છે.
મહામારી એટલે શું અને ક્યારે જાહેર કરવામાં આવે છે
મેડિકલ સાઇન્સની ભાષામાં પેનડેમિક બીમારીની આવી હાલતને મહામારી કહેવામાં આવે છે. જેના કારણે દુનિયાભરમાં એક જ સમય પર મોટી સંખ્યામાં લોકોને આ રોગ થતો હોય છે. વર્ષ 2009માં WHOએ સ્વાઈન ફ્લુ માટે વિશ્વમાં મહામારી જાહેર કરી હતી. જેના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા હતા.
સરળ ભાષામાં કહીએ તો, કોઈ પણ વાયરસથી ફેલાવા વાળી બીમારી જયારે મોટા સ્તર પર ફેલાવા લાગે અને દુનિયાભરના લોકોને નુકસાન પહોંચે તો આ પરિસ્થિતિમાં WHO આ બીમારીને મહામારી જાહેર કરી શકે છે.
WHO કેવી રીતે નક્કી કરે છે કે, કંઈ બીમારીને મહામારી કહેવામાં આવે
જયારે કોઈ બીમારી લોકોમાં સરળતાથી ફેલાતી હોય ત્યારે તે બીમારીને મહામારી જાહેર કરવાની આશંકા વધી જાય છે. એક વાર મહામારી જાહેર થયા બાદ, સરકાર અને સ્વાસ્થ્ય પ્રણાલયને આ સુનિશ્ચિત કરવાની આવશ્યક્તા છે કે તેઓ આ માટે તૈયાર છે.
મહામારી ક્યારે જાહેર કરવામાં આવે છે?
WHO અનુસાર, મહામારીની જાહેરાત ક્યારે કરવી તેનો કોઈ સમય નક્કી હોતો નથી. આ માટે કોઈ હદ નથી. જેમ કે એક નિશ્ચિત સંખ્યામાં મૃત્યુ તથા સંક્રમણ ઝડપથી વધે, ત્યારબાદ મહામારી જાહેર કરવાની સંભાવના વધી જાય છે. હાલ કોરોના વાયરસ પર અંકુશ લગાડવા માટે કોઈ વેક્સીન કે કોઈ સારવાર મળી શકતી નથી, તેથી તે ઝડપથી દુનિયામાં ફેલાઈ રહ્યો છે.
WHOએ આ વાયરસને મહામારી જાહેર કરી ન હતી
વર્ષ 2003માં ઓળખવામાં આવેલા સાર્સ કોરોના વાયરસ, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમને WHO દ્વારા 26 દેશોને અસર કર્યા બાદ પણ મહામારી જાહેર કરી ન હતી. આ વાયરસથી ચીન, હોંગકોંગ, તાઇવાન, સિંગાપુર, અને કેનેડા જેવા દેશોને અસર થઈ છે. અત્યાર સુધીમાં સાર્સના કારણે 774 લોકોના મૃત્યુ થયા છે. તદ્ઉપરાંત 8,098 લોકોને તેની અસર થઈ છે.
કોરોના વાયરસથી કઈ રીતે બચી શકાય
કોરોના વાયરસથી બચવા હાઇજીન બનાવી રાખવું ખુબ જરૂરી છે
પોતાની આસ-પાસ સાફ સફાઈનો સંપૂર્ણ ધ્યાન રાખો
સારી રીતે હાથ ધોવા માટે સાબુ અથવા સૅનિટાઇઝરનો ઉપયોગ કરો
ત્યારબાદ હાથને લગભગ 20 સેકન્ડ સુધી સારી રીતે સ્ક્રબ કરો
હાથ ધોયા બાદ એક સાફ કપડાં થી હાથોને લૂંછી લો
ખાંસતી વખતે ટિશ્યુ મોહ પર રાખો અને પછી તેને કવર્ડ ડસ્ટબિનમાં ફેંકી દો
કોઈ બીજા વ્યક્તિના છીંકવા અથવા ખાંસવા પર પણ પોતાની સુરક્ષા માટે ટિશ્યુનો ઉપયોગ કરો
જાહેર સ્થળો પર જવા પહેલા તમારા ફેસને વ્યવસ્થિત કવર કરી લો, આ માટે N95 માસ્ક પહેરવાનું ના ભૂલો
સૌથી વધુ અસરકારક સાબુ કે સૅનિટાઇઝર?
આ ડિબેટ શરુ થઇ છે કે, કોરોના વાયરસથી લડવા માટે સેનિટાઇઝર અને સાબુમાં સૌથી વધુ અસરકારક શું છે. એક માહિતી મુજબ યુનિવર્સીટી ઓફ સાઉથ વેલ્સના પ્રોફેસર પૉલ થાર્ડસર્ને કોરોના વાયરસથી બચવા માટે સાબુને સૌથી વધારે અસરકારક વિકલ્પ ગણાવ્યો છે. સાબુ વાયરસમાં રહેલ લિપિડનો સરળતા પૂર્વક નાશ કરી શકે છે. WHOની રિપોર્ટ અનુસાર કોરોના વાયરસના લક્ષણો સામાન્યરીતે હળવા હોય છે અને દર્દી છ દિવસના અંદર સાજો થઇ જાય છે.