ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:01 AM, 5 October 2026
ADVERTISEMENT
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાય દુબઈની ફ્લાઈટમાં થયેલી ઘટનાને લઈને એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. ઓમાની કો-પાઈલટે કથિત રીતે પહેલા કેપ્ટન પર હુમલો કરીને વિમાનનું કંટ્રોલ લેવાની અને ત્યારબાદ તેને તેલ અવીવની ઊંચી ઈમારતો સાથે અથડાવવાનો પ્લાન કર્યો હતો.આ ઘટના દરમિયાન ભારતીય પાઈલટ સ્મિત માછર ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં કોકપિટમાંથી બહારની ટીમ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ક્રૂ અને કેટલાક મુસાફરોએ કો-પાઈલટને કાબૂમાં લીધો અને વિમાનને સ્થિર કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
રિપોર્ટ પ્રમાણે 30 સપ્ટેમ્બરે ફ્લાઈટ શરૂ થયા બાદ શરૂઆતમાં કો-પાઈલટનું વર્તન સામાન્ય હતું અને કોઈને તેના ઈરાદા અંગે શંકા નહોતી. તેની ઓળખ 29 વર્ષીય હમ્મામ અલ-હમ્મામી તરીકે કરવામાં આવી છે. તેના પિતા ઓમાની અને માતા સીરિયન હોવાનું જણાવાયું છે.ફ્લાઈટ ઉડાન ભર્યા બાદ તેણે કથિત રીતે ઈમરજન્સી કુલ્હાડીથી કેપ્ટન સ્મિત માછર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેણે યોકનું કંટ્રોલ લઈને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેપ્ટન ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
રિપોર્ટમાં ઇઝરાયલી ગુપ્તચર માહિતીનો હવાલો આપીને દાવો કરવામાં આવ્યો છે કે કો-પાઈલટની યોજના માત્ર વિમાનનું કંટ્રોલ લેવા સુધી સીમિત નહોતી. કથિત રીતે તે વિમાનને તેલ અવીવ સુધી લઈ જવા અને શહેરની ઊંચી ઈમારતોમાંથી કોઈ એક સાથે અથડાવવાની યોજના બનાવી રહ્યો હતો.આ યોજના એવી રીતે બનાવવામાં આવી હોવાનો દાવો છે કે વિમાન ઝડપથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધે. તેના કારણે લડાકુ વિમાનોને તેને રોકવા માટે પૂરતો સમય ન મળે અને અધિકારીઓને વાતચીત શરૂ કરવાની તક પણ ન મળે તેવો ઈરાદો હોવાની વાત રિપોર્ટમાં કરવામાં આવી છે.
ADVERTISEMENT
વિમાનને ક્રેશ કરાવવાની કોશિશ નિષ્ફળ ગયા બાદ કો-પાઈલટે બોઇંગ 737ના બંને એન્જિન બંધ કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો આ પ્રયાસ સફળ થયો હોત તો વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ માટે જોખમ અનેકગણું વધી શક્યું હોત.આ ફ્લાઈટમાં 174 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા. ઘટનાની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે હુમલા બાદ વિમાન લગભગ 16,000 ફૂટ નીચે આવી ગયું હતું. જોકે ક્રૂએ ઝડપથી સ્થિતિ સંભાળી લેતા વિમાનને ફરી સ્થિર કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''હજુય અનેક પ્લેન આકાશમાં ઉડી રહ્યાં છે...'', ફ્લાય દુબઈની ઘટના વચ્ચે અલ કાયદાની ધમકી
ADVERTISEMENT
કો-પાઈલટના હુમલામાં ઘાયલ થયા બાદ પણ કેપ્ટન સ્મિત માછર કોકપિટની બહાર રહેલા ક્રૂ અને અન્ય લોકો સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ક્રૂ મેમ્બર અને કેટલાક મુસાફરોએ સાથે મળીને કો-પાઈલટને કાબૂમાં લીધો.આ સમગ્ર પ્રક્રિયા લગભગ 30 સેકન્ડમાં પૂર્ણ થઈ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. ક્રૂની ઝડપી કાર્યવાહીથી વિમાનને વધુ નુકસાનથી બચાવવામાં આવ્યું અને એક મોટી સંભવિત હવાઈ દુર્ઘટના ટળી હતી.
ઘટના બાદ ફ્લાઈટને સાઉદી અરેબિયાના તાબુકમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ત્યારબાદ મુસાફરોને ત્યાંથી તેલ અવીવ મોકલવામાં આવ્યા હતા. કો-પાઈલટને સાઉદી અધિકારીઓ પૂછપરછ માટે લઈ ગયા હતા.બાદમાં તેને સંયુક્ત આરબ અમીરાતના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો અને હાલમાં તે UAEમાં હોવાની માહિતી સામે આવી છે. તેના ભૂતકાળ અને કથિત કટ્ટરપંથી વિચારો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ સમગ્ર મામલે સામે આવેલી વાતોને તપાસ દરમિયાન થયેલા દાવા તરીકે જોવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો