ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:20 AM, 5 October 2026
ADVERTISEMENT
કોરોના મહામારીની ભયાનક યાદો હજુ લોકો ભૂલ્યા નથી ત્યાં રશિયામાં એક રહસ્યમય ઇન્ફેક્શનને લઈને ચિંતા વધી છે. સાઇબેરિયાની એક લેબોરેટરીમાં બનેલી ઘટનામાં એક મહિલા કર્મચારીના મોત બાદ આ મામલો ચર્ચામાં આવ્યો છે.રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં આવેલા શેલેખોવ શહેરની એન્ટી-પ્લેગ રિસર્ચ લેબોરેટરીમાં બનેલી ઘટનાએ અધિકારીઓની ચિંતા વધારી છે. અહીં કામ કરતી 28 વર્ષની મહિલા કર્મચારીનું મોત થયું છે અને તેને એવા પ્રકારના ન્યુમોનિયાની ફરિયાદ હતી, જેના કારણની હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. ઘટનામાં કયું ઇન્ફેક્શન કે કયો પદાર્થ બહાર આવ્યો હતો તેની પણ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ADVERTISEMENT
શેલેખોવમાં આવેલી એન્ટી-પ્લેગ રિસર્ચ લેબોરેટરીમાં બનેલી ઘટના બાદ સંભવિત ચેપને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. રશિયાની ચેપ નિયંત્રણ એજન્સીઓ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે. જોકે હાલ ઇરકુત્સ્ક વિસ્તાર, ઇરકુત્સ્ક શહેર અને શેલેખોવની આરોગ્ય તથા રોગચાળાની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવવામાં આવ્યું છે.મૃતક મહિલા કર્મચારીને ન્યુમોનિયાની ફરિયાદ હતી અને તેના ઇન્ફેક્શનનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. શરૂઆતમાં પ્લેગની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હાલ આ મામલો પ્લેગનો જ છે તેવું સાબિત થયું નથી. બુરિયાતિયા વિસ્તારમાં પણ હાલ પ્લેગનો કોઈ પ્રકોપ હોવાની માહિતી નથી.
ADVERTISEMENT
ચેપ ફેલાવાની આશંકા વચ્ચે શેલેખોવની હોસ્પિટલમાં પણ સાવચેતી વધારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી પ્રમાણે લગભગ 200 લોકોને મેડિકલ મોનિટરિંગ હેઠળ રાખવામાં આવ્યા છે. એક ડિલિવરી હોસ્પિટલમાં સાવચેતીના ભાગરૂપે ક્વોરન્ટાઇનની વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા પણ સામે આવ્યા છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.ઇરકુત્સ્કના એક એલ્યુમિનિયમ પ્લાન્ટે પણ કર્મચારીઓને સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવાની સલાહ આપી છે. દર્દીના સંપર્કમાં આવેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી આવા સંપર્કમાં આવેલા લોકોમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા ન હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

આ પણ વાંચોઃ પ્લેનને અહીં ટકરાવવાનો પ્લાનિંગ હતો ઓમાની કો-પાઈલટનો, રિપોર્ટમાં ચોંકાવનારો ધડાકો
ADVERTISEMENT
રશિયાની લેબોરેટરીમાં બનેલી આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને લોકોમાં કોરોના જેવી બીજી મહામારીની ચર્ચા શરૂ થઈ છે. જોકે હાલ ઉપલબ્ધ માહિતીના આધારે ફરી વૈશ્વિક મહામારી આવવાની આગાહી કરવી વહેલી ગણાશે.હાલમાં રશિયન અધિકારીઓ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ઇન્ફેક્શનનું કારણ શોધવા માટે તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી તપાસમાં ચેપનો પ્રકાર અને તેના ફેલાવાની ક્ષમતા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તેને નવી મહામારી ગણવી યોગ્ય નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો