ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ''તમે પાગલ થઇ ગયા છો, જો હું ના હોત તો..'', જ્યારે નેતન્યાહૂને ટ્રમ્પે સંભળાવી ખરી-ખોટી

વિશ્વ / ''તમે પાગલ થઇ ગયા છો, જો હું ના હોત તો..'', જ્યારે નેતન્યાહૂને ટ્રમ્પે સંભળાવી ખરી-ખોટી

Published By: Priykant Shrimali

Last Updated: 09:51 AM, 2 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump Vs Netanyahu : ટ્રમ્પે નેતન્યાહૂને કહ્યું, "તમે સંપૂર્ણપણે પાગલ થઈ ગયા છો. જો હું ન હોત, તો તમે આજે જેલમાં હોત. હું તમારો જીવ બચાવી રહ્યો છું. અત્યારે, બધા તમને નફરત કરે છે...

ADVERTISEMENT

Donald Trump Vs Netanyahu : મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલના ટોચના નેતાઓ વચ્ચે થયેલી એક ફોન વાતચીત ચર્ચાનું કેન્દ્ર બની છે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે થયેલી ચર્ચામાં બંને નેતાઓ વચ્ચે મતભેદો સ્પષ્ટપણે સામે આવ્યા હોવાનું આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

શું છે સમગ્ર મામલો ?

મીડિયા અહેવાલો અનુસાર, દક્ષિણ બેરૂતમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓ બાદ પ્રાદેશિક પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ છે. આ હુમલાઓને કારણે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો પર પણ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઈરાન સાથે ચાલી રહેલી ચર્ચાઓ પર તેના પ્રત્યાઘાતો જોવા મળી શકે છે.

જો હું ન હોત, તો તમે જેલમાં હોત : ડોનાલ્ડ ટ્રમ્પ

એક યુએસ અધિકારીએ ટ્રમ્પની ટિપ્પણીઓનો સારાંશ આપતાં વાતચીતની માહિતી આપી. અધિકારીના જણાવ્યા મુજબ, ટ્રમ્પે નેતન્યાહૂને કહ્યું, "તમે સંપૂર્ણપણે પાગલ થઈ ગયા છો. જો હું ન હોત, તો તમે આજે જેલમાં હોત. હું તમારો જીવ બચાવી રહ્યો છું. અત્યારે, બધા તમને નફરત કરે છે. તમારા કાર્યોને કારણે, બધા ઇઝરાયલને નફરત કરે છે."

આ તરફ ટ્રમ્પની નારાજગી છતાં, નેતન્યાહૂ પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે. ફોન કોલ પછી, નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી, વિશ્વ સમક્ષ ઇઝરાયલના કડક વલણને ફરીથી રજૂ કર્યું.

નેતન્યાહૂએ કહ્યું, "મેં આજે રાત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરી. મેં તેમને સ્પષ્ટ કરી દીધું કે જો હિઝબુલ્લાહ આપણા શહેરો અને નાગરિકો પર હુમલો કરવાનું બંધ નહીં કરે, તો ઇઝરાયલ બેરૂતમાં આતંકવાદી લક્ષ્યો પર હુમલો કરશે. અમારું વલણ યથાવત છે. વધુમાં, ઇઝરાયલી સૈન્ય દક્ષિણ લેબનોનમાં તેની કાર્યવાહી ચાલુ રાખશે ."

આ પણ વાંચો : ઈરાને અમેરિકા સાથેની વાટાઘાટો સ્થગિત કરવાની કરી જાહેરાત, મધ્ય પૂર્વમાં ફરી જંગના ભણકારા!

જોકે, ટ્રમ્પની ચિંતાઓ છતાં ઇઝરાયલ પોતાના સુરક્ષા અભિગમમાં કોઈ ફેરફાર કરવા તૈયાર દેખાતું નથી. નેતન્યાહૂએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો ઇઝરાયલના નાગરિકો અને શહેરો પર હુમલાનો ખતરો યથાવત રહેશે તો આતંકવાદી તત્વો સામે કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે જણાવ્યું કે દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. વિશ્લેષકોનું માનવું છે કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોમાં ઉભા થતા આવા મતભેદો આગામી દિવસોમાં વૈશ્વિક રાજનીતિ પર પણ અસર કરી શકે છે. હાલ સમગ્ર વિશ્વની નજર આ સંઘર્ષ અને તેની રાજદ્વારી અસરો પર કેન્દ્રિત થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Benjamin Netanyahu Israel Donald Trump

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ