બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / CIA એજન્ટ બની ઇન્ડોનેશિયામાં હજારો કરોડના ડિફેન્સ સોદા મેળવવાનો આરોપ, કોણ છે ભારતીય મૂળના ઉદ્યોગપતિ ગૌરવ શ્રીવાસ્તવ?
Last Updated: 08:15 PM, 6 July 2026
ભારતીય મૂળના ઉદ્યોગપતિ ગૌરવ શ્રીવાસ્તવ પર ઇન્ડોનેશિયામાં પોતાને અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIAના અધિકારી તરીકે રજૂ કરીને અબજો ડોલરના સંરક્ષણ સોદા મેળવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ઇન્ડોનેશિયાના મીડિયા હાઉસ Tempo અને OCCRPની સંયુક્ત તપાસમાં આ ચોંકાવનારા દાવાઓ સામે આવ્યા છે.
ADVERTISEMENT
તપાસ મુજબ, ગૌરવ શ્રીવાસ્તવે ઇન્ડોનેશિયાના હાલના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો જ્યારે દેશના સંરક્ષણ મંત્રી હતા ત્યારે તેમની સાથે નજીકના સંબંધો બનાવ્યા હતા. તેઓ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સમક્ષ પોતાને CIAના "Non-Official Cover" હેઠળ કાર્યરત એજન્ટ તરીકે ઓળખાવતા હતા. પ્રબોવો તેમને "મિસ્ટર જી" તરીકે સંબોધતા હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ છે.
ADVERTISEMENT
અહેવાલ અનુસાર, ડચ ઓઇલ એક્ઝિક્યુટિવ નીલ ટ્રૂસ્ટે જણાવ્યું કે ગૌરવ શ્રીવાસ્તવે પોતાનો પરિચય CIA એજન્ટ તરીકે આપ્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓ એલોન મસ્ક અને વોરેન બફેટ જેવી જાણીતી હસ્તીઓ સાથે ગુપ્ત કામગીરીમાં જોડાયેલા છે.
શ્રીવાસ્તવે એવો પણ દાવો કર્યો હતો કે તેમના સંબંધો ભૂતપૂર્વ NATO સુપ્રીમ એલાઇડ કમાન્ડર જનરલ વેસ્લી ક્લાર્ક અને વ્હાઇટ હાઉસના અધિકારીઓ સાથે છે. આ દાવાઓને કારણે ઇન્ડોનેશિયાના રાજકીય અને વેપારી વર્તુળોમાં તેમની વિશ્વસનીયતા વધી હતી.
ADVERTISEMENT
નીલ ટ્રૂસ્ટના જણાવ્યા મુજબ, ગૌરવ શ્રીવાસ્તવે એવો દાવો પણ કર્યો હતો કે તેમણે વર્ષ 2002ના બાલી બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને શોધવામાં મદદ કરી હતી. ઉપરાંત, માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોને કારણે અમેરિકાની ઇમિગ્રેશન બ્લેકલિસ્ટમાં રહેલા પ્રબોવો સુબિયાન્ટોનું નામ દૂર કરાવવામાં પણ પોતાની ભૂમિકા હોવાનો દાવો કર્યો હતો.
ADVERTISEMENT
વર્ષ 2020થી 2022 દરમિયાન ગૌરવ શ્રીવાસ્તવના નિયંત્રણ હેઠળની ચાર કંપનીઓને ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રાલય અને સરકારી ડિફેન્સ કંપની પાસેથી પાંચ પ્રાથમિક કરારો મળ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો કે, ઇન્ડોનેશિયાએ આમાંથી કોઈ પણ સોદાને અંતિમ મંજૂરી આપી નહોતી. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગૌરવ શ્રીવાસ્તવની ચારેય કંપનીઓ માત્ર "શેલ કંપનીઓ" હતી.
વર્ષ 2022માં અમેરિકાએ ઇન્ડોનેશિયાને લગભગ 13.9 અબજ ડોલરના 36 F-15 ફાઇટર જેટ વેચાણને મંજૂરી આપી હતી. પરંતુ અમેરિકાના સંરક્ષણ વિભાગની સત્તાવાર જાહેરાતમાં ગૌરવ શ્રીવાસ્તવ અથવા તેમની કોઈ કંપનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
નીલ ટ્રૂસ્ટે ગૌરવ શ્રીવાસ્તવ સામે સિવિલ કેસ પણ દાખલ કર્યો છે. ટ્રૂસ્ટનો આરોપ છે કે CIA એજન્ટ હોવાનો વિશ્વાસ અપાવીને શ્રીવાસ્તવે તેમની કંપનીમાં 50 ટકા હિસ્સો મેળવ્યો હતો.
ટ્રૂસ્ટે કોર્ટમાં દાખલ કરેલા દસ્તાવેજોમાં ગૌરવ શ્રીવાસ્તવને "અસાધારણ કુશળતા ધરાવતા ઠગ" તરીકે વર્ણવ્યા છે.
આ પણ વાંચો- પાટીદાર અનામત આંદોલનને 11 વર્ષ પૂર્ણ, લાલજી પટેલના આંદોલનના નામે રાજકારણ કરનારાઓ પર આકરા પ્રહાર
તપાસ મુજબ, ગૌરવ શ્રીવાસ્તવે પ્રબોવોના નાના ભાઈ અને Arsari Groupના અધ્યક્ષ હાશિમ દજોજોહાદિકુસુમો સાથે પણ વ્યાવસાયિક સંબંધો બનાવ્યા હતા.
ટ્રૂસ્ટનો વધુ એક આરોપ છે કે શ્રીવાસ્તવે તેમની કંપનીમાંથી 51 મિલિયન ડોલરની લોન Arsari Group માટે ગોઠવી હતી અને દાવો કર્યો હતો કે આ રકમ અમેરિકાના ગુપ્ત સરકારી કાર્યક્રમ માટે વપરાશે. જોકે, બાદમાં Arsari Group પાસેથી આ રકમનો અડધો ભાગ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવીને તે પૈસાથી લોસ એન્જલસમાં અંદાજે 25 મિલિયન ડોલરની આલીશાન હવેલી ખરીદી લીધી હતી.
હાલ સુધી ગૌરવ શ્રીવાસ્તવે આ આરોપો અંગે જાહેરમાં કોઈ વિગતવાર પ્રતિક્રિયા આપી નથી. બીજી તરફ, તપાસમાં ઉઠેલા દાવાઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા તેજ બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.