બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / NATO સમિટ પહેલા ટ્રમ્પને આવી મેલોનીની યાદ, ફોટો શેર કરીને લખ્યું એવું, કે મચ્યો હોબાળો

વિશ્વ / NATO સમિટ પહેલા ટ્રમ્પને આવી મેલોનીની યાદ, ફોટો શેર કરીને લખ્યું એવું, કે મચ્યો હોબાળો

Jinal Chauhan

Last Updated: 01:27 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને લઈને ચર્ચામાં આવ્યા છે. ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ બંને નેતાઓ વચ્ચેનો જૂનો વિવાદ ફરી ગરમાયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર G7 સમિટની એક તસવીર શેર કરી હતી, જેમાં તેમની સામે ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની જોવા મળે છે. તસવીર સાથે લખાયેલા એક ટૂંકા કેપ્શને સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી દીધી છે. ઘણા લોકો આ પોસ્ટને મેલોની પર કટાક્ષ તરીકે જોઈ રહ્યા છે. NATO સમિટ પહેલા આવી પોસ્ટ સામે આવતાં રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે.

ટ્રમ્પની પોસ્ટથી ફરી ચર્ચા શરૂ

ટ્રમ્પે શેર કરેલી તસવીર સાથે “Restraining Order Needed” લખ્યું હતું જેનો અર્થ થાય છે કે ‘રોકથામનો આદેશ જરૂરી છે’. જોકે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે આ ટિપ્પણી કોના માટે હતી પરંતુ સોશિયલ મીડિયા પર અનેક લોકો તેને સીધી મેલોની સાથે જોડીને જોઈ રહ્યા છે.

જૂના વિવાદને મળી નવી હવા

આ પોસ્ટ બાદ ટ્રમ્પ અને મેલોની વચ્ચેનો જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ગત મહિને યોજાયેલી G7 સમિટ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે મેલોની તેમની સાથે ફોટો પડાવવા માટે ખૂબ આગ્રહ કરી રહી હતી અને ત્યારબાદ તેમણે ફોટો પડાવ્યો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ આજથી 6 દેશોના વિદેશ પ્રવાસે PM મોદી, જાણો કયા-કયા મુદ્દાઓ રહેશે ફોકસમાં

મેલોનીએ આપ્યો હતો કડક જવાબ

ટ્રમ્પના દાવા બાદ મેલોનીએ જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આવા નિવેદનો ખોટા અને મનગમતા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઇટાલી કોઈની પાસે વિનંતી કરતું નથી અને દેશના ગૌરવ સાથે કોઈ સમાધાન નહીં થાય.

સંબંધોમાં વધતું અંતર

એક સમયે મેલોનીને ટ્રમ્પના નજીકના સમર્થકોમાં ગણવામાં આવતી હતી. જોકે છેલ્લા કેટલાક મહિનાઓમાં બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો હોવાનું માનવામાં આવે છે.મેલોનીએ ટ્રમ્પની કેટલીક નીતિઓની ટીકા કર્યા બાદ બંને વચ્ચેના સંબંધોમાં અંતર આવ્યું હોવાનું રાજકીય નિરીક્ષકો માને છે.

NATO સમિટ પહેલાં વધી ચર્ચા

આગામી NATO સમિટમાં બંને નેતાઓ ફરી એક જ મંચ પર જોવા મળી શકે છે.એવામાં ટ્રમ્પની તાજેતરની પોસ્ટને ઘણા લોકો રાજકીય સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ફરી એકવાર ટ્રમ્પ અને મેલોનીના સંબંધોને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Giorgia Meloni Donald Trump
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ