બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / કાલ સુધી કાર વેચતો હતો આ શખ્સ, એક DNA ટેસ્ટથી બદલાઈ ગઈ આખી જિંદગી, બની ગયો બેલ્જિયમનો રાજકુમાર
Last Updated: 10:40 PM, 21 August 2026
બેલ્જિયમની રોયલ ફેમિલીને એક નવો પ્રિન્સ મળ્યો છે. કિંગ ફિલિપના નાના ભાઈ પ્રિન્સ લોરેન્ટે 26 વર્ષના ક્લેમેન્ટ વેનડેનકેર્ખોવને કાનૂની રીતે પોતાનો પુત્ર તરીકે સ્વીકારી લીધો છે. જેમાં ક્લેમેન્ટ એક સમયે કાર સેલ્સમેન તરીકે કામ કરતો હતો. તેની માતા ફેમસ બેલ્જિયન સિંગર વેન્ડી વેન વાન્ટેન છે. આ કાનૂની પ્રક્રિયા લગભગ છ મહિના પહેલાં એક ખાનગી કાર્યક્રમમાં ચુપચાપ પૂરી થઈ હતી પણ વિશ્વને તેની જાણ હવે થઈ છે. આ ઐતિહાસિક નિર્ણય બાદ ક્લેમેન્ટ ઓફીશીયલ રીતે પ્રિન્સ લોરેન્ટના વારસદાર બની ગયા છે.
ADVERTISEMENT
99.5 ટકા મેચ થયો ડીએનએ રિપોર્ટ
પ્રિન્સ લોરેન્ટે ગયા વર્ષે સપ્ટેમ્બર 2025માં જ જાહેરમાં ક્લેમેન્ટને પોતાનો પુત્ર માન્ય રાખ્યો હતો. આથી વર્ષોથી ચાલી રહેલી વેનડેનકેર્ખોવના માતા-પિતા અંગેની અટકળો પર વિરામ મળ્યો હતો. ડીએનએ ટેસ્ટમાં બંને વચ્ચે 99.5 ટકાનો મેચ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
🇧🇪 A 26-year-old Belgian car salesman just found out he's a prince.
— Mario Nawfal (@MarioNawfal) August 21, 2026
Clément Vandenkerckhove, 26, was selling Opels until Prince Laurent, the king’s younger brother, formally recognized him as his son after a DNA test showed a 99.5% match.
That gives him full inheritance rights… pic.twitter.com/Ch07uEWfVM
બે દાયકાથી વધુ સમય સુધી છુપાયેલું રહસ્ય
ADVERTISEMENT
ક્લેમેન્ટનો જન્મ ઓગસ્ટ 2000માં થયો હતો, જે લોરેન્ટના 2023માં ક્લેર કૂમ્બ્સ સાથે થયેલ લગ્ન પહેલાનો સમય છે. ક્લેમેન્ટની માતા અને લોરેન્ટ 90ના દાયકામાં રીલેશનમાં હતા. આ પારિવારિક રહસ્ય ત્યારે સામે આવ્યું જ્યારે ક્લેમેન્ટ 2025માં એક ટીવી ડોક્યુમેન્ટરીમાં દેખાયા અને પોતાના પરિવારના ઇતિહાસ વિશે વાત કરી. હવે પિતા-પુત્ર વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે.
શું ક્લેમેન્ટ બેલ્જિયમનો બનશે રાજા?
ADVERTISEMENT
આ પ્રશ્નનો સીધો જવાબ છે – ના. નવા રાજકુમાર બન્યા છતાં ક્લેમેન્ટ બેલ્જિયમની ગાદીના ઉત્તરાધિકારી નહીં બને. તેમને કોઈ રોયલ એલાઉન્સ મળશે નહીં અને તેમની પાસેથી કોઈ ઓફીશીયલ શાહી જવાબદારી નિભાવવાની અપેક્ષા પણ નહીં રાખવામાં આવે.
ADVERTISEMENT
સંપત્તિમાં મળશે સમાન હક
આ કાનૂની માન્યતાનો સૌથી મોટો ફાયદો એ છે કે ક્લેમેન્ટ હવે પ્રિન્સ લોરેન્ટની પ્રાઈવેટ સંપત્તિમાં ઓફીશીયલ રીતે હિસ્સેદાર બની ગયા છે. તેની સાથે લોરેન્ટના ત્રણ બીજા સંતાનો – રાજકુમારી લુઇસ અને જોડિયા પુત્રો પ્રિન્સ નિકોલસ તથા પ્રિન્સ એમરિક – પણ આ સંપત્તિના વારસદાર છે. જેમાં ક્લેમેન્ટે હજુ સુધી નક્કી કર્યું નથી કે તેઓ શાહી પરિવારનું સરનેમ સેક્સ-કોબર્ગ અપનાવશે કે નહીં. હાલ તે પોતાની માતાના સરનેમ સાથે જ ખુશ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT