બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / યમન-સોમાલિયા નજીક એકસાથે 2 જહાજો હાઇજેક, 22 ભારતીયો હતા સવાર

બ્રેકિંગ / યમન-સોમાલિયા નજીક એકસાથે 2 જહાજો હાઇજેક, 22 ભારતીયો હતા સવાર

Published By: Jinal Chauhan

Last Updated: 12:02 PM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યમન અને સોમાલિયાના દરિયાકાંઠા નજીક બે અલગ-અલગ ઘટનાઓમાં બે કોમર્શિયલ જહાજો હાઇજેક થયા છે. બંને જહાજોમાં કુલ 22 ભારતીય નાગરિકો સહિત મોટી સંખ્યામાં ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

યમન નજીક 16 ભારતીયો સાથેનું ઓઇલ પ્રોડક્ટ્સ ટેન્કર સમુદ્રી લૂંટારાઓના કબજામાં ગયું છે. આ જહાજમાં કુલ 20 ક્રૂ મેમ્બર્સ સવાર હતા અને તેને છ હથિયારધારી લૂંટારાઓએ કબજે કર્યું હોવાની માહિતી છે. બીજી તરફ સોમાલિયાના પુન્ટલેન્ડ કિનારે 6 ભારતીયો સહિત 10 ક્રૂ મેમ્બર્સ ધરાવતું કાર્ગો જહાજ પણ હાઇજેક કરવામાં આવ્યું છે. બંને ઘટનાઓએ હોર્ન ઓફ આફ્રિકાના દરિયાઈ વિસ્તારમાં ફરી એકવાર સમુદ્રી ચાંચિયાગીરીના ખતરાને ઉજાગર કર્યો છે. હાલ બંને જહાજો અને તેમાં સવાર ક્રૂ મેમ્બર્સની સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

યમન નજીક 16 ભારતીયો ધરાવતું ટેન્કર હાઇજેક

પ્રથમ ઘટના યમનના કિનારાથી આશરે 30 નોટિકલ માઇલ દૂર એડનની ખાડીમાં બની હતી. ઇરિટ્રિયાના ધ્વજવાળા ઓઇલ પ્રોડક્ટ્સ ટેન્કર M.T. Sibu 1ને છ હથિયારધારી સમુદ્રી લૂંટારાઓએ કબજે કર્યું હતું. જહાજમાં કુલ 20 ક્રૂ મેમ્બર્સ સવાર હતા જેમાં 16 ભારતીય નાગરિકો હતા. મળતી માહિતી પ્રમાણે તમામ 20 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાની જાણકારી મળી છે પરંતુ જહાજ અને ક્રૂની હાલની સ્થિતિ અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

ક્રૂમાં ભારતીયો ઉપરાંત આ દેશોના નાગરિકો

M.T. Sibu 1ના ક્રૂમાં 16 ભારતીયો ઉપરાંત એક સીરિયન, એક સુદાનીઝ અને એક ઇરાકી નાગરિકનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક નાવિકની રાષ્ટ્રીયતા હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. દરિયાઈ વહીવટ નિર્દેશાલય દ્વારા રિક્રૂટમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સર્વિસ લાઇસન્સ એજન્સીને ઘટનાનો રિપોર્ટ અને ત્યારબાદની નિયમિત માહિતી e-Navik ઓનલાઇન મરીન કેઝ્યુઅલ્ટી રિપોર્ટિંગ સિસ્ટમ મારફતે આપવાનું કહેવામાં આવ્યું છે. SKS Krishiv Marine Servicesના સુમિત કાંત સિંહે જણાવ્યું કે તેમની કંપનીએ ક્રૂના ચાર સભ્યોની ભરતી કરી હતી અને તેમના તમામ જરૂરી વિગતો દરિયાઈ વહીવટ નિર્દેશાલયને આપવામાં આવી છે.

સોમાલિયા પાસે 6 ભારતીયો સાથેનું કાર્ગો જહાજ કબજામાં

બીજી ઘટના સોમાલિયાના પુન્ટલેન્ડ કિનારે બની હતી. અહીં કેમેરૂનના ધ્વજવાળા M/V LUTUF નામના કાર્ગો જહાજને સમુદ્રી લૂંટારાઓએ કબજે કર્યું હતું. એસોસિએટેડ પ્રેસ દ્વારા ટાંકવામાં આવેલા સોમાલિયન અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના સોમવારે બની હતી. જહાજમાં કુલ 10 સભ્યોનો ક્રૂ હતો જેમાં 6 ભારતીય નાગરિકો હતા. અન્ય ક્રૂમાં એક તુર્કી નાગરિક, એક જ્યોર્જિયન નાગરિક અને બે સર્બિયન સુરક્ષા ગાર્ડ સામેલ હતા.

vtv app promotion

આ પણ વાંચોઃ વધુ એક પ્લેન ક્રેશ, બે પાયલોટ સહિત તમામ મુસાફરો માર્યા ગયાની આશંકા

જહાજને નુગાલના કિનારા તરફ લઈ જવાયું

અધિકારીના જણાવ્યા અનુસાર M/V LUTUFને પુન્ટલેન્ડના Eyl જિલ્લામાં Marrayaથી આશરે 3.5 નોટિકલ માઇલ દૂર કબજે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને નુગાલ કિનારા તરફ લઈ જવાયું હતું. આશરે આઠ સમુદ્રી લૂંટારાઓએ જહાજને પુન્ટલેન્ડના Dangorayo જિલ્લામાં Jarmal નજીકના કિનારા તરફ લઈ ગયા હોવાનું જણાવાયું છે. અધિકારીઓને આશંકા છે કે આ એ જ લૂંટારાઓનું જૂથ હોઈ શકે છે જે એપ્રિલમાં M/V Swardના હાઇજેકમાં પણ સામેલ હતું.

જહાજમાં હથિયારો અને સેટેલાઇટ સાધનો હોવાનો દાવો

સોમાલિયન અધિકારીના જણાવ્યા અનુસાર M/V LUTUFનું માલિકી હક Polar Movement Shipping પાસે છે. આ જહાજ મોગાદિશુમાં તુર્કીના એક સૈન્ય તાલીમ કેન્દ્ર માટે હથિયારો લઈ જઈ રહ્યું હતું. જહાજમાં સંચાર અને સેટેલાઇટ સાધનો પણ હોવાની માહિતી સામે આવી છે. જોકે હાઇજેક બાદ જહાજ, તેના ક્રૂ અને તેમાં રહેલા સામાનની તાત્કાલિક સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. તુર્કીના અધિકારીઓએ પણ આ ઘટનાને લઈને તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નહોતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Somalia Ship Hijack Yemen Ship Hijack 22 Indian Sailors

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ