બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / આજથી 6 દેશોના વિદેશ પ્રવાસે PM મોદી, જાણો કયા-કયા મુદ્દાઓ રહેશે ફોકસમાં

વર્લ્ડ / આજથી 6 દેશોના વિદેશ પ્રવાસે PM મોદી, જાણો કયા-કયા મુદ્દાઓ રહેશે ફોકસમાં

Jinal Chauhan

Last Updated: 12:04 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના મહત્વના પ્રવાસે રવાના થયા છે. 6 દિવસના આ પ્રવાસ દરમિયાન રક્ષા, વેપાર, રોકાણ અને ઇન્ડો-પેસિફિક સહયોગ મુખ્ય ચર્ચાના મુદ્દા રહેશે.

6 જુલાઈથી 11 જુલાઈ સુધી ચાલનારા આ પ્રવાસનો હેતુ ત્રણ મહત્વપૂર્ણ દેશો સાથે ભારતના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી મોદી ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતોમાં સમુદ્રી સુરક્ષા, નવી ટેક્નોલોજી, વેપાર, રોકાણ અને શિક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા પર ભાર મૂકવામાં આવશે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની ભૂમિકા વધુ મજબૂત બનાવવાનો પણ પ્રયાસ થશે.

ઈન્ડોનેશિયાથી પ્રવાસની શરૂઆત

પ્રધાનમંત્રી મોદીનો પ્રવાસ ઈન્ડોનેશિયાથી શરૂ થશે. તેઓ જકાર્તા અને યોગ્યાકાર્તાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના વ્યાપક વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે રક્ષા, વેપાર, રોકાણ અને સમુદ્રી સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

PM Modi Flood Assessment

પ્રમ્બાનન મંદિરની પણ મુલાકાત

મોદી અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વિશ્વપ્રસિદ્ધ પ્રમ્બાનન મંદિરની મુલાકાત પણ લેશે. આ મંદિર બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતિક માનવામાં આવે છે. પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

ઓસ્ટ્રેલિયામાં અલ્બનીઝ સાથે મહત્વપૂર્ણ બેઠક

ઈન્ડોનેશિયા બાદ મોદી ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેર પહોંચશે, જ્યાં તેઓ વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે રક્ષા સહકાર, સુરક્ષા, શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ, રોકાણ અને નવી ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા અંગે ચર્ચા કરવામાં આવશે.

vtv app promotion

આ પણ વાંચોઃ અમેરિકાને આઝાદ થયે 250 વર્ષ પુર્ણ, PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને USના લોકોને પાઠવ્યા અભિનંદન

ભારતીય સમુદાય સાથે પણ સંવાદ

મેલબર્નમાં યોજાનારા વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ઉભરી આવ્યા છે.

અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ

પ્રવાસના અંતિમ તબક્કામાં મોદી ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેર પહોંચશે. અહીં તેઓ વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વેપાર, રોકાણ અને આર્થિક સહયોગ વધારવા ઉપરાંત બંને દેશો વચ્ચેના મુક્ત વેપાર કરાર (FTA)ના અમલીકરણ અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે.

ભારત શું સંદેશ આપવા માંગે છે?

પ્રધાનમંત્રી મોદીના આ પ્રવાસને ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતી ભૂમિકાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ત્રણ લોકશાહી દેશોની મુલાકાત દ્વારા ભારત એ સંદેશ આપવા માંગે છે કે તે પ્રાદેશિક સ્થિરતા, આર્થિક વિકાસ અને નિયમ આધારિત વૈશ્વિક વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narendra Modi Visit Indonesia Visit Australia Visit
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ