બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 333 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન 'બાવી', અપાયું તબાહીનું એલર્ટ

એલર્ટ / 333 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન 'બાવી', અપાયું તબાહીનું એલર્ટ

Jinal Chauhan

Last Updated: 10:26 AM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના પ્રશાંત મહાસાગર વિસ્તાર તરફ ‘બાવી’ નામનું અત્યંત શક્તિશાળી તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન નિષ્ણાતોએ ભારે પવન, વરસાદ અને દરિયામાં ઊંચી લહેરોને લઈને ગંભીર ચેતવણી આપી છે.

અમેરિકાની નેશનલ વેધર સર્વિસ (NWS) અનુસાર ‘બાવી’ હાલ અત્યંત જોખમી વાવાઝોડામાં ફેરવાઈ ચૂક્યું છે. તોફાનની આસપાસ 280 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ભારે પવન 333 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી રહ્યો છે. આ તોફાન અમેરિકાના પ્રશાંત ક્ષેત્રમાં આવેલા મારિયાના ટાપુઓ તરફ આગળ વધી રહ્યું છે. સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

NWSએ આપી ગંભીર ચેતવણી

અમેરિકાની હવામાન એજન્સી NWSએ જણાવ્યું છે કે ‘બાવી’ અત્યંત ખતરનાક તોફાન છે. તેના કેન્દ્રની આસપાસ ખૂબ જ તેજ પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે વ્યાપક નુકસાન થવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તોફાન પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને તેની અસર આગામી દિવસોમાં વધુ ગંભીર બની શકે છે.

રોટા ટાપુ માટે ખાસ ચિંતા

નિષ્ણાતોનું કહેવું છે કે જો તોફાન સીધું રોટા ટાપુ પરથી પસાર થશે અથવા તેની નજીકથી પસાર થશે તો ભારે વિનાશ સર્જાઈ શકે છે. આ વિસ્તારમાં અંદાજે 1,500 લોકો વસે છે. સત્તાવાળાઓએ ચેતવણી આપી છે કે તોફાન બાદ અઠવાડિયા કે મહિનાઓ સુધી વીજ પુરવઠો ખોરવાઈ શકે છે.

લોકો તૈયારીમાં વ્યસ્ત

સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો જરૂરી સામગ્રીનો સંગ્રહ કરી રહ્યા છે. બજારોમાં પ્લાયવુડ અને અન્ય સુરક્ષા સાધનોની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરના વર્ષોમાં પણ આ વિસ્તારે અનેક વિનાશકારી તોફાનોનો સામનો કર્યો હોવાથી લોકો અગાઉથી જ સાવચેતી રાખી રહ્યા છે.

vtv app promotion

આ પણ વાંચોઃ આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભારે વરસાદ અને તોફાની પવનોની શરૂઆત

રવિવારથી જ ગ્વામ અને નોર્થ મારિયાના ટાપુઓમાં તેજ પવન અને ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. સ્થાનિક રહેવાસીઓએ ઘરો અને દુકાનોની બારીઓ તથા દરવાજાઓને સુરક્ષિત બનાવવા માટે લાકડાના બોર્ડ લગાવ્યા છે. પ્રશાસને લોકોને ઘરની બહાર ન નીકળવા અને સલામત સ્થળે રહેવા સૂચના આપી છે.

2 લાખથી વધુ લોકો પર અસરની આશંકા

ગ્વામ અને આસપાસના વિસ્તારોમાં આશરે 2.10 લાખ લોકો વસે છે. તોફાનની તીવ્રતા જોતા સત્તાવાળાઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NWS Alert Typhoon Bavi US Pacific Islands
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ