બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નાટો સમિટ પહેલા યુક્રેન પર ભીષણ હુમલા, રશિયાએ 68 અને 351 ડ્રોનથી કર્યા અટેક

વિશ્વ / નાટો સમિટ પહેલા યુક્રેન પર ભીષણ હુમલા, રશિયાએ 68 અને 351 ડ્રોનથી કર્યા અટેક

Nirav Kumar

Last Updated: 05:03 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાએ ફરીવાર યુક્રેન મોટા હુમલા કર્યા છે . નાટો સમિટ પહેલા રશિયાએ મિસાઇલો અને ડ્રોન હુમલા કર્યા છે. જેમાં યુક્રેનના અનેક લોકો માર્યા ગયા છે અને ઘાયલ પણ થયા છે.

રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો. આ હુમલો નાટો સમિટ પહેલા થયો. જેમાં રશિયાએ યુક્રેન પર 68 મિસાઇલો અને 351 ડ્રોનથી અટેક કર્યા છે. જેમાં નાટો નેતાઓની સમિટ 7 અને 8 જુલાઈના રોજ તુર્કીના અંકારામાં યોજાવાની છે. ગઈકાલે જ રશિયન વિદેશ મંત્રાલયે રીપોર્ટ આપ્યો હતો કે ટ્રમ્પ અને પુતિને 4 જુલાઈના રોજ 90 મિનિટ સુધી વાત કરી હતી જે દરમિયાન ટ્રમ્પે ફરીથી યુક્રેનિયન યુદ્ધમાં મીડીએટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

  • રેસિડેન્શિયલ એરિયમાં હુમલા

રશિયાની બધી બેલિસ્ટિક મિસાઇલોએ તેમના ટાર્ગેટ નિશાન બનાવ્યા હતા. હવે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી નાટો સમિટમાં આ મુદ્દો મજબૂતીથી ઉઠાવશે. જેમાં અગાઉ ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી કે થોડા સમયમાં મોટા પાયે હુમલા થવાના છે. તેના થોડા કલાકો બાદ જ આ હુમલો થયો હતો. આ અંગે ઝેલેન્સકીએ જણાવ્યું કે, તેમાં 60 વધુ લોકો ઘાયલ થયા હતા અને 12 લોકોના મોત થયા હતા. રેસ્ક્યુ ટીમ બે સ્થળોએ કાટમાળમાં બચી ગયેલા લોકોને શોધી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ગુરુવારે કિવ પર રશિયન હુમલામાં 31 લોકો માર્યા ગયા હતા. આ વર્ષે રાજધાની પરનો આ સૌથી ઘાતક હુમલો હતો. આ હુમલા અંગે રશિયન ડીફેન્સ મીનીસ્ટ્રીએ જણાવ્યું હતું કે બોમ્બમારો યુક્રેનના તાજેતરના લાંબા અંતરના હુમલાઓનો જવાબ હતો.

આ અંગે વિશ્લેષકોનું કહેવું છે કે તાજેતરના મહિનાઓમાં ડ્રોન ટેકનોલોજીમાં યુક્રેનની પ્રગતિએ તેને યુદ્ધમાં એક ધાર આપી છે. જેમાં ફ્રન્ટ લાઇન પાછળ સપ્લાય રૂટ પરના હુમલાઓએ યુદ્ધના મેદાનમાં રશિયન સેનાની આગળ વધવાની ગતિ ધીમી કરી દીધી છે અને ખર્ચમાં વધારો કર્યો છે. પરંતુ રશિયા હવે એક અલગ પ્રકારનો ફાયદો ઉઠાવી રહ્યું છે. જેમાં રશિયા યુક્રેનની એર ડીફેન્સ સીસ્ટમની કમજોરીનો ઉપયોગ કરી રહ્યું છે. યુક્રેન બેલિસ્ટિક મિસાઇલોને અટકાવવા માટે અમેરિકન પેટ્રિઅટ સિસ્ટમ્સ પર ખૂબ આધાર રાખે છે જેને બીજા માધ્યમોથી તોડી પાડવી મુશ્કેલ છે. પણ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર્સના વૈશ્વિક પુરવઠા પર દબાણ લાવ્યું છે અને તે પહેલાથી જ લીમીટેડ માત્રામાં પેદા થાય છે. આથી આ અછતની અસર યુક્રેનમાં અનુભવાઈ રહી છે.

વધુ વાંચો : NATO સમિટ પહેલા ટ્રમ્પને આવી મેલોનીની યાદ, ફોટો શેર કરીને લખ્યું એવું, કે મચ્યો હોબાળો

  • રશિયન ડીફેન્સ મીનીસ્ટ્રીના દાવા

આ રશિયન ડીફેન્સ મીનીસ્ટ્રીએ જણાવ્યું હતું કે, આ હુમલામાં કિવમાં શસ્ત્રોના કારખાનાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં ડ્રોન, દરિયાઈ ડ્રોન, આર્મ વેહિકલ અને મિસાઇલો બનાવતી ફેક્ટરીઓ તથા શહેર અને આસપાસના વિસ્તારોમાં હવાઈ ડીફેન્સ સિસ્ટમના સમારકામ સ્થળો અને ફ્યુઅલ, એનર્જી માળખાનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Russian Attack NATO Summit Russia Ukraine War
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ