- વિશ્વમાં સૌથી લોકપ્રિય એપ છે વોટ્સએપ
- વોટ્સએપ સતત નવા ફીચર્સ પર કામ કરતું રહે છે
- હવે વોટ્સએપ લાવી રહ્યું છે ડિસઅપીયર મેસેજ
વોટ્સએપ લાવી રહ્યું છે નવું ડિસઅપીયર મેસેજ ફીચર
- એક રિપોર્ટ અનુસાર વોટ્સએપના ફીચરના નામને ચેન્જ કરવામાં આવ્યો છે. હવે આ ફીચરનું નામ એક્સપાયરિંગ મેસેજ ફીચર છે.
- આ ફીચરમાં એક યુઝર દ્વારા બીજા યુઝરને મોકલેલો મેસેજ થોડીવાર પછી જાતે જ ગાયબ થઈ જશે. આ ફીચરને ઘણાં નામ આપવામાં આવી રહ્યાં છે, પરંતુ ફીચરને ઓનલાઈન સ્પોટ કરવામાં આવ્યો છે. કંપની ઘણાં લાંબા સમયથી આ ફીચરની ટેસ્ટિંગ કરી રહી છે.
- આ ફીચર દ્વારા યુઝર મોકલેલા મેસેજની ટાઈમિંગ પોતે જ સેટ કરી શકે છે. જે બાદ મેસેજ નિશ્ચિત ટાઈમમાં જાતે જ ડિલીટ થઈ જશે.
- આ ફીચરમાં યુઝર 1 કલાક, 1 સપ્તાહ, 1 મહિનો અને 1 વર્ષનો ટાઈમ ઓપ્શન સિલેક્ટ કરી શકે છે. જે મેસેજ પર યુઝર ટાઈમ સેટ કરશે તેની પર એક ક્લોક બની જશે.
- એક્સપાયરિંગ મેસેજ ફીચર ગ્રુપ ચેટની જેમ જ કામ કરે છે, પરંતુ ગ્રુપ ચેટમાં આ ફીચરનો ઉપયોગ ગ્રુપ એડમિન જ કરી શકે છે. જ્યારે નોર્મલ ચેટમાં આ કોઈ યુઝરના પ્રોફાઈલ મેન્યૂમાં દેખાશે. ઓપ્શન પર ક્લિક કરવા માટે એક વિન્ડો ખુલી જશે.
- વિન્ડો દ્વારા યુઝર સિલેક્ટ કરી શકશે કે કેટલા સમય પછી તે મેસેજને ડિલીટ કરવા માંગે છે. એકવાર ઓપ્શન પસંદ કર્યા બાદ દરેક વખતે ચેટ નોટિફિકેશન પર મેસેજની પાસે એક નાનકડું વોચ આઈકન બની જશે. જેનાથી ખબર પડશે કે, મેસેજ કેટલા સમય પછી ડિલીટ થશે.
- આ સિવાય વોટ્સએપ મલ્ટીપલ ડિવાઈસ સપોર્ટ ફીચર પર પણ કામ કરી રહ્યું છે. જેની મદદથી તે એક એકઉન્ટને એક જ સમયમાં મલ્ટીપલ ડિવાઈસિસમાં ચલાવી શકે છે.