બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / What was the record of the stock market in the year 2023, what signs of boom and bust in the new year? Experts have given a detailed impression

મહામંથન / વર્ષ 2023માં કેવો રહ્યો શેર બજારનો રેકોર્ડ, નવા વર્ષેમાં તેજી મંદીના કેવા સંકેત? એક્સપર્ટ્સએ જણાવી ઝીણવટભરી તાસીર

Vishal Khamar

Last Updated: 11:31 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર માર્કેટમાં ઉછાળો આવતા રોકાણકારો માલામાલ થયા છે. સમગ્ર વર્ષને ગ્રાફ જોઈએ તો ભારતીય શેરબજાર સકારાત્મક રિટર્ન આપવામાં સફળ રહ્યું છે. ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું શેરબજાર બની ગયું છે.

વાત જ્યારે શેરબજારની આવે ત્યારે ગુજરાતીઓ પહેલા જ યાદ આવે છે. વર્ષ 2023માં સેન્સસેક્સ અને નિફ્ટીએ જે રીતે રેકોર્ડબ્રેક કર્યા તેના જોતા આપણે એવુ અનુમાન લગાવીએ કે સામાન્ય માણસ શેરબજારમાંથી કમાયો હશે. સમગ્ર વર્ષનો જો ગ્રાફ જોઈએ તો ભારતીય શેરબજાર સતત 8માં વર્ષેં સકારાત્મક રિટર્ન આપવામાં સફળ રહ્યું એવુ કહી શકાય.. લોન્ગ ટર્મના રોકાણકારો માર્કેટના ઉછાળામાં કમાણી કરી શક્યા હશે. પરંતુ બીજી હકીકત એ પણ છે કે 2023માં માર્કેટ વોલેટાઈલ અને ટ્રેપ પણ સામાન્ય માણસને અનેક વખત કરતુ રહ્યું. આવી સ્થિતિમાં સામાન્ય માણસ આ ઉતાર ચઢાવનો કેટલો લાભ લઈ શક્યો તે એક ચર્ચાનો વિષય છે. ?

  • માર્કેટમાં ઉછાળો આવતા રોકાણકારો માલામાલ થયા
  • રોકાણકારોએ રૂ. 81 લાખ કરોડનો બમ્પર નફો કર્યો
  • સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરનો દેખાવ સારો રહ્યો 

ભારતીય શેરબજાર અવ્વલ
NSE પરના સૂચકાંકોમાં 50 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.  માર્કેટમાં ઉછાળો આવતા રોકાણકારો માલામાલ થયા હતા.  રોકાણકારોએ રૂ. 81 લાખ કરોડનો બમ્પર નફો કર્યો હતો. સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરનો દેખાવ સારો રહ્યો. 2023માં પણ શેરબજારમાં વાર્ષિક વૃદ્ધિનો ટ્રેન્ડ. ભારતીય શેરબજારે વળતરમાં અમેરિકાને પાછળ છોડ્યું. ભારતીય શેરબજારમાં નિફ્ટી-50માં લગભગ 20 ટકાનો વધારો થયો હતો.  સ્મોલકેપ ઇન્ડેક્સ સૌથી વધુ 54 ટકા ઉછળ્યો હતો. અમેરિકન બજારોમાં નાસ્ડેક 44 ટકા ઉછળ્યો હતો. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ માત્ર 28 ટકા વધ્યો હતો.

ભારતીય બજારના મુખ્ય સૂચકાંકો

ઇન્ડેક્સ રિટર્ન
નિફ્ટી50 +45.9%
બેંક નિફ્ટી +24.7%
સેન્સેક્સ +17.9%
નિફ્ટી સ્મોલકેપ 100 +33.8%
નિફ્ટી મિડકેપ 100 +33.2%

ભારતીય બજારના મુખ્ય સૂચકાંકો 

ઇન્ડેક્સ રિટર્ન
નિફ્ટી ઓટો 0.459
નિફ્ટી IT 0.247
નિફ્ટી મેટલ 0.179
નિફ્ટી ફાર્મા 0.338
નિફ્ટી PSU બેંક 0.332

ભારતીય શેરબજાર માટે પડકાર
ભારતીય શેરબજારે વૈશ્વિક કટોકટીનો સામનો કર્યો છે.  સ્થાનિક કરતા વૈશ્વિક કટોકટીનો વધુ સામનો કર્યો છે.  અમેરિકામાં બેંકિંગ કટોકટીની અસર વર્તાઈ છે.  ઊંચા વ્યાજદર અને ગ્રાહક સેન્ટિમેન્ટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.  મધ્ય પૂર્વમાં છેલ્લા 50 વર્ષની સૌથી મોટી કટોકટી છે.  વિશ્વમાં યુદ્ધની અસર શેર બજાર પર પડી છે.  સ્થાનિક પડકારોમાં પ્રથમ અદાણી જૂથની અસર થઈ છે.  અદાણી સામે હિન્ડેનબર્ગનો કેસ થતાં માર્કેટ ડાઉન થયું હતું.  

  • સ્મોલકેપ ઇન્ડેક્સ સૌથી વધુ 54 ટકા ઉછળ્યો હતો
  • અમેરિકન બજારોમાં નાસ્ડેક 44 ટકા ઉછળ્યો હતો
  • જાપાનનો નિક્કી ઇન્ડેક્સ માત્ર 28 ટકા વધ્યો હતો

પડકારો વચ્ચે સર્વોચ્ચ સ્તરે ભારતીય બજાર
શેરબજારને છૂટક રોકાણકારોની વધતી ભાગીદારીથી ટેકો મળ્યો છે.  FII દ્વારા વેચવાલી છતાં સ્થાનિક ફંડોએ ચાર્જ સંભાળ્યો છે.  વિદેશી ખરીદીને કારણે મોમેન્ટમ પાછો ફર્યો. સેન્સેક્સ, નિફ્ટી ઓલ-ટાઇમ હાઈને સ્પર્શ્યા. સેન્સેક્સ પહેલીવાર 72 બજાર 400ને પાર થયો છે.  નિફ્ટી પણ પહેલીવાર 21 હજાર 800ને પાર છે.   BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી વધી છે.  પ્રથમ વખત 4 ટ્રિલિયન ડૉલરને પાર વટાવી ગઈ છે.  ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું શેરબજાર બની ગયું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Vtv Exclusive indian stock market sensex stock market ગુજરાતીઓ ભારતીય શેરબજાર મહામંથન શેરબજાર સેન્સેક્સ Mahamanthan
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ