ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / weather alert forecast update 26th june 2022 rain

વાતાવરણ / મોટી આગાહી: આગામી 4 દિવસ સુધી આ વિસ્તારમાં થશે જળબંબાકાર, ગુજરાતમાં આવું રહેશે હવામાન

Published By: Pravin

Last Updated: 10:31 AM, 26 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના કેટલાય રાજ્યોમાં ચોમાસાએ એન્ટ્રી મારી છે. તો વળી બાકીના વિસ્તારોમાં પણ ટૂંક સમયમાં વરસાદની થવાની સંભાવના છે.

ADVERTISEMENT

  • હવામાન વિભાગની આગાહી
  • આગામી 4 દિવસ સુધી આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
  • જોઈ લો ગુજરાતનું કેવું રહેશે વાતાવરણ

દેશના કેટલાય રાજ્યોમાં ચોમાસાએ એન્ટ્રી મારી છે. તો વળી બાકીના વિસ્તારોમાં પણ ટૂંક સમયમાં વરસાદની થવાની સંભાવના છે. ત્યારે આ તમામની વચ્ચે હવામાન વિભાગે આજે કેટલાય રાજ્યોમાં મૂશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજથી સતત ચાર દિવસ સુધી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય જેવા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર વર્તાઈ રહ્યા છે. 

સાથે જે એમઆઈડીએ આગામી 4 દિવસ સુધી દેશના પશ્ચિમી તટ પર ભારે વરસાદ રહેવાની શક્યતાઓ દર્શાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ અને તેનાથી અડીને આવેલા મધ્ય ભારતમાં વરસાદ રહેવાનું પૂર્વાનુમાન છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત, તેલંગણા, આંધ્રપ્રદેશ અને યનમ તથા તમિલનાડૂ, પુડુચેરી અને કરાઈકલમાં છુટક વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ઈક્લોનિક સર્કુલેશનના કારણે ઓડિશા, બંગાળની ખાડીથી અડીને આવેલા વિસ્તાર અને ઉત્તર ભારતના અમુક ભાગમાં વરસાદના અણસાર હોવાનું જણાવ્યું છે. 

હવામાન વિભાગ અનુસાર આગામી 4 દિવસમાં બિહાર, ઝારખંડ, ઓડિશા અને ગંગા નદીથી અડીને આવેલા પશ્ચિમ બંગાળના વિસ્તારમાં ગર્જના સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો વળી 29 જૂન દરમિયાન ઉત્તરાખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં જ્યારે 28 અને 29 જૂને હિમાચલ પ્રદેશ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વરસાદના અણસાર વર્તાવ્યા છે.  

 

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain rain in gujarat rain in india weather alert Weather

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ