ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / want to change address in aadhaar without proof follow these 4 simple steps

તમારા કામનું / એડ્રેસ પ્રૂફ આપ્યા વગર પણ બદલી શકાય છે આધારમાં સરનામું, આ 4 સિમ્પલ સ્ટેપથી ફટાફટ પતી જશે કામ

Published By: Arohi

Last Updated: 08:04 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એડ્રેસ પ્રૂફ વગર સરનામું અપડેટ કરવા માટે વેરિફાયરની જરૂર પડશે. વેરિફાયરનો આધાર નંબર અપડેટ માટે સબમિટ કરવામાં આવે છે.

ADVERTISEMENT

  •  એડ્રેસ પ્રૂફ વગર કરો આધારમાં સરનામુ અપડેટ 
  • 4 સિમ્પલ સ્ટેપમાં થઈ જશે કામ 
  • જાણો સંપૂર્ણ પ્રોસેસ

તમારી પાસે એડ્રેસ પ્રૂફ નહીં હોય તેમ છતાં પણ તમે આધારમાં સરનામું અપડેટ કરાવી શકો છો. આનો ઉપાય આધાર ઈશુ કરનાર સરકારી એજન્સી UIDAI દ્વારા જણાવવામાં આવ્યો છે. 

UIDAI ની સત્તાવાર વેબસાઇટ જણાવે છે કે તમારે એવી વ્યક્તિના આધારની જરૂર પડશે જે તમને વેરિફાય કરી શકે. આ વ્યક્તિને વેરિફાયર કહેવામાં આવે છે. એ પણ નોંધનીય છે કે તેનો મોબાઈલ નંબર વેરિફાયરના આધાર સાથે લિંક હોવો જોઈએ. ચાલો જાણીએ એ 4 સ્ટેપ વિશે...

સ્ટેપ 1- તમારી તરફથી રિક્વેસ્ટ દાખલ કરો. આ માટે તમારે UIDAIની વેબસાઈટ પર જવું પડશે અને તેમાં તમારો આધાર નંબર નાખવો પડશે. તે પછી વેરિફાયરનો આધાર નંબર નાખો. આ પછી તમને SRN મળશે. તે આધાર સાથે નોંધાયેલા નંબર પર ઉપલબ્ધ હોય છે.

સ્ટેપ 2- વેરિફાયરને અપડેટ માટે તેની સહમતી આપવી પડશે. SRN મેળવ્યા પછી, લિંક ખોલવા માટે તેના પર ક્લિક કરો. હવે આધાર નંબર અને વર્ચ્યુઅલ આઈડીની મદદથી લોગીન કરો. અહીં વેરિફાયરે સહમતિ આપવી પડશે.

સ્ટેપ 3- મોબાઈલ પર મળેલ કન્ફર્મેશન સબમિટ કરો. આ માટે તમારે SRN દ્વારા લોગીન કરવું પડશે. તમે જે  સરનામાનું નાખ્યું છે તેનું પ્રીવ્યૂ તપાસો. સ્થાનિક ભાષામાં ફેરફાર કરો અને રિક્વેસ્ટ સબમિટ કરો.

સ્ટેપ 4- આ પછી તમને UIDAI તરફથી એક લેટર મળશે જેમાં સિક્રેટ કોડ હશે. આ પત્ર ટપાલ દ્વારા આવશે. હવે ઓનલાઈન એડ્રેસ અપડેટ પોર્ટલ પર લોગીન કરો. પત્રમાં લખેલા સિક્રેટ કોડની મદદથી એડ્રેસ અપડેટ કરો. એકવાર નવું સરનામું તપાસો. આગળની સ્થિતિ જાણવા માટે URN નોંધીને રાખો.

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Address Address Proof આધાર કાર્ડ એડ્રેસ પ્રૂફ સરનામું Aadhaar Card

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ