ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફોક્સવેગને રજૂ કરી નવી ઈલેક્ટ્રિક SUV, ટ્રિપલ સ્ક્રીન, 77kWh બેટરી પેક અને ADAS ફીચર્સથી સજ્જ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:13 PM, 10 October 2026
1/5
દિગ્ગજ જર્મન ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની ફોક્સવેગન (Volkswagen) એ વૈશ્વિક માર્કેટ માટે પોતાની નવી ઈલેક્ટ્રિક SUV ID Tiguan ને સત્તાવાર રીતે પબ્લિક સામે રજૂ કરી દીધી છે. આ પ્રીમિયમ કારને યુરોપિયન બજારો માટે લોન્ચ કરવામાં આવી રહી છે અને 2027 સુધીમાં તેને ગ્લોબલ માર્કેટમાં પણ ઉતારવામાં આવશે. ફોક્સવેગને પોતાની જાણીતી ID.4 અને ID.5 ના સક્સેસર (ઉત્તરાધિકારી) તરીકે આ ઈલેક્ટ્રિક SUV ની રચના કરી છે. ખાસ વાત એ છે કે કંપની હાલના ICE (ઈન્ટરનલ કમ્બશન એન્જિન) મોડલની સાથે આ ઈલેક્ટ્રિક વર્ઝનનું વેચાણ ચાલુ રાખશે.
2/5
કંપનીએ ID Tiguan ને પોતાના ખાસ MEB Plus પ્લેટફોર્મ પર ડિઝાઈન કરી છે. આ SUV ની ડિઝાઈનમાં કંપનીની નવી 'પ્યોર પોઝિટિવ' ડિઝાઈન લેંગ્વેજનો ઉપયોગ કરાયો છે. કારને ક્રોસઓવરના બદલે બોક્સી અને ટ્રેડિશનલ મસ્ક્યુલર SUV લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આકર્ષક LED હેડલેમ્પ્સ, કનેક્ટેડ LED DRLs, ઈલ્યુમિનેટેડ બ્રાન્ડ લોગો અને ફ્રન્ટ બમ્પર પર એર કર્ટન્સ આપવામાં આવ્યા છે. કારમાં ટ્રેડિશનલ પુલ-ટાઈપ ડોર હેન્ડલ્સ અને પાછળના ટેલગેટ પર ખાસ 'Tiguan' બેજિંગ મળે છે. આ કારમાં 534 લિટરની વિશાળ બૂટ સ્પેસ સાથે આગળની તરફ 32 લિટરની ફ્રન્ક (Frunk) સ્પેસ પણ આપવામા આવી છે.
ADVERTISEMENT
3/5
ID Tiguan નું ઈન્ટિરિયર ઓલ-બ્લેક થીમ સાથે સિલ્વર એક્સેન્ટ્સથી સજ્જ છે. કેબિનની સૌથી મોટી વિશેષતા તેમાં આપવામાં આવેલું ટ્રિપલ સ્ક્રીન સેટઅપ છે. 15-ઈંચ ની સેન્ટ્રલ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ. 10-ઈંચ ની ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે. 12-ઈંચ ની કો-ડ્રાઈવર (પેસેન્જર) સ્ક્રીન. આ સિવાય ટુ-સ્પાન સ્ટિયરિંગ વ્હીલ, હાર્મન કાર્ડન પાવરફુલ સાઉન્ડ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જર, એમ્બિયન્ટ લાઈટિંગ, V2L (વહિકલ-ટુ-લોડ) ફંક્શનલિટી અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
4/5
ડ્રાઈવર અને પેસેન્જર્સના આરામ માટે ફ્રન્ટ સીટ્સમાં ખાસ મેમરી, મસાજ અને વેન્ટિલેશન ફીચર સાથે પાવર્ડ એડજસ્ટમેન્ટ આપવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ SUV માં એડવાન્સ્ડ ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) સૂટ સામેલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
5/5
ફોક્સવેગન ID Tiguan માં ગ્રાહકોને 58kWh અને 77kWh એમ બે બેટરી પેક વિકલ્પો મળશે. માત્ર રિયર-વ્હીલ ડ્રાઈવ (RWD) મોટર સાથે આવશે, જે 190 HP ની પાવર જનરેટ કરે છે. આમાં રિયર-વ્હીલ ડ્રાઈવ (RWD) અને ઓલ-વ્હીલ ડ્રાઈવ (AWD - 4MOTION) બંને લેઆઉટ મળશે. આ સેટઅપ ક્રમશઃ 286 HP અને 299 HP ની પાવર પૂરી પાડે છે. કંપનીનો દાવો છે કે આ કાર એક સિંગલ ચાર્જમાં 600 km સુધીની WLTP રેન્જ ઓફર કરશે. વધુમાં, તેની ટોઈંગ કેપેસિટી 2 ટન (2000 kg) સુધીની છે. જોકે, કંપનીએ હજુ સુધી ચાર્જિંગ સ્પીડ, ચાર્જિંગ ટાઈમ અને કિંમત અંગેની સત્તાવાર માહિતી જાહેર કરી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ