ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશિયલ મીડિયા જે એક એવુ પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી કળાને લોકો સમક્ષ મૂકી શકો. જો કે હવે તો રિલ્સનો જમાનો છે. નાના બાળકોથી માંડીને મોટા સૌ કોઇ રિલ્સ બનાવતા જોવા મળે છે. તેમાં પણ હવે પાલતુ પ્રાણીઓના પણ અનોખા વીડિયો સામે આવે છે. પાલતુ શ્વાન અને બિલાડીના વીડિયો તો તમે જોયા જ હશે પરંતુ હવે એક વાનરનો વીડિયો સામે આવ્યો જે જોઇને તમે પણ ચોંકી જશો.
મસ્તીખોર વાનરનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
આપણે મદારીને ખેલ કરતા જોયા છે. તેમ જ બાળપણમાં આપણે વાનરની વાર્તા પણ ઘણી સાંભળી છે. અને ઘણીવાર આપણે ફિલ્મોમાં પણ જોયુ છે કે વાનર માણસોની બહુ સારી રીતે નકલ કરી લે છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક આવો જ વીડિયો વાયરલ થયો છે જેમાં એક વાનરે જબરદસ્ત નકલ ઉતારી છે.
લેપટોપ ચાલુ કરીને જોવા લાગ્યુ youtube
ADVERTISEMENT
આ વીડિયોમાં જોઇને તમે સમજી જ જશો કે આ વીડિયો આટલો વાયરલ કેમ છે. કારણ કે માણસ જેવી રીતે કામ કરે તેવી જ એક વાનર કામ કરી રહ્યું છે. બાળકની બાજુમાં સુઇ ગયુ છે. ઉઠીને તે કબાટમાંથી પાણીની બોટલ લે છે. પછી તે રસોડામાં જઇને તે બોટલમાં પાણી ભરે છે. ત્યારબાદ તેને બાળકના માથા પર મૂકી દે છે.
ADVERTISEMENT
પાછુ વળી આટલુ ઓછુ હોય તેમ લેપટોપ લઇને બેસી જાય છે. જાણે તેને બધી ખબર પડતી હોય તેમ લેપટોપમાં યુ ટ્યુબ પર વીડિયો જોવે છે. વળી પાછુ ફાઇલો ફેંદે છે. તેમાં તે પેન્સિલ વડે કેટલાક ચિત્રો દોરે છે. આમ સતત આ વાનર પ્રવૃત્તિમય દેખાઇ રહ્યુ છે. અને લેપટોપના ટેબલ પર જ તે થાકીને કંઇક લખતા લખતા સુઇ જાય છે. આ મસ્તીખોર વાનર લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ