ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Viral / કેવું પડે બાકી! યુવકે જબરો જુગાડ કર્યો, પંપ વગર જ બાઈકમાં હવા ભરી કાઢી, વીડિયો વાયરલ

Viral / કેવું પડે બાકી! યુવકે જબરો જુગાડ કર્યો, પંપ વગર જ બાઈકમાં હવા ભરી કાઢી, વીડિયો વાયરલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:35 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How to fill Air in Bike Tyre at Home: બાઇકના ટાયરમાં પંપ વગર હવા ભરવા માટે એક વ્યક્તિ દ્વારા અનોખો જુગાડ કર્યો છે.

ADVERTISEMENT

How to fill Air in Bike Tyre at Home: બાઇકના ટાયરમાં પંપ વગર હવા ભરવા માટે એક વ્યક્તિ દ્વારા અનોખો જુગાડ કર્યો છે. આ જુગાડને જોયા પછી લોકોએ વખાણ્યો અને કહ્યુ તમારી બુદ્ધીનો સારો ઉપયોગ કર્યો છે. આ જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

How to fill Air in Bike Tyre at Home: સામાન્ય રીતે જ્યારે બાઇકનું ટાયર પંચર થાય છે, ત્યારે આપણે ગેરેજમાં હવા ભરવા માટે દોડી જઈએ છીએ. ઘણી વખત બાઇકના ટાયરમાંથી હવા એટલી ખરાબ રીતે નીકળી જાય છે કે બાઇક ચલાવવા માટે પણ યોગ્ય રહેતી નથી અને તેને ધક્કો મારવો પડે છે.

બાઇકના પંચર થયેલા ટાયરમાં હવા ભરવા માટે એક અનોખો જુગાડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ બાઇકના સાયલેન્સરમાંથી નીકળતા ગેસનો ઉપયોગ કરીને ટાયરમાં હવા ભરે છે. લોકો આ જુગાડ પર કમેન્ટ કરી રહ્યા છે. તમે ઘરે કોઈપણ ટાયર ઇન્ફ્લેટર વિના ટાયરમાં હવા ભરી શકશો.

vtv app add

વાયરલ જુગાડ શું છે?

વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ ટ્યુબની મદદથી બાઇકના સાયલેન્સરમાંથી ટાયરમાં હવા ભરવાનું શરૂ કરે છે. તે વ્યક્તિ એક બાજુથી ટાયરમાં પાઇપ નાખે છે અને બીજા છેડાને બાઇકના સાયલેન્સર સાથે જોડે છે. તેના પંચર થયેલા ટાયરમાં હવા ભરાવા લાગે છે અને તેને ચલાવી શકાય તેવું બનાવે છે. જેથી તે બાઇકને ધક્કો માર્યા વિના આરામથી ચલાવી શકે. આ જુગાડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને @I_Am_AmeerAbbas નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ પણ વાંચોઃ Viral Video / સુહાગરાતની રાત પહેલા કુતરાને ગળે લગાવી ધ્રુસકેને ધ્રુસકે રડી દુલ્હન, વીડિયો ઈમોશનલ

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. હેક જોઈને લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કહ્યું, 'આ ગજબ ટેલેન્ટ છે.' બીજાએ કહ્યું, 'આ જુગાડ ભારતની બહાર ન જવો જોઈએ.'

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral News Amazing Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ