ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / સુહાગરાતની રાત પહેલા કુતરાને ગળે લગાવી ધ્રુસકેને ધ્રુસકે રડી દુલ્હન, વીડિયો ઈમોશનલ

Viral Video / સુહાગરાતની રાત પહેલા કુતરાને ગળે લગાવી ધ્રુસકેને ધ્રુસકે રડી દુલ્હન, વીડિયો ઈમોશનલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:59 PM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: દુલ્હન વિદાય સમયે તેના કૂતરાને ગળે લગાડીને ધુસકેને ધુસકે રડી રહી છે.

ADVERTISEMENT

Viral Video: દુલ્હન વિદાય સમયે તેના કૂતરાને ગળે લગાડીને ધુસકેને ધુસકે રડી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લોકોએ તેને માણસ અને પ્રાણી વચ્ચેના સાચા પ્રેમ, વફાદારીના સંબંધનું ઉદાહરણ ગણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર દરરોજ કંઇકને કંઇક નવું જોવા મળતુ હોય છે. કેટલાક વાયરલ વીડિયો થતા હોય છે જે લોકોને ખૂબ પસંદ પડે છે. લગ્નના ઘણા વીડિયો જે તમે જોઇને હસી પડો તો ક્યારેક વીડિયોમાં ભાવનાત્મક ક્ષણો પણ જોવા મળે છે. જોકે આ વીડિયો કયા શહેરનો છે કે લગ્નનો તે હજુ સુધી સ્પષ્ટ નથી.

હાલમાં એક લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા પછી નક્કી તમારી આંખોમાંથી આસુ નીકળી જશે. જેમાં વિદાય સમયે દુલ્હન તેના પ્રિય કૂતરાને ગળે લગાવતી વખતે ખૂબ રડી રહી છે. સોશિયલ મીડિયા પર ભાવનાત્મક ચર્ચાઓનો દોર શરૂ થયો.

પ્રાણીઓ સાચા પ્રેમને ઓળખે છે

ઘણા લોકોએ કહ્યું કે પ્રાણીઓમાં માણસો કરતાં વધુ વફાદારી અને લાગણીઓની ઊંડાઈ હોય છે. એકંદરે આ વીડિયો ફક્ત લગ્નની ક્ષણ નથી, પરંતુ માનવ અને પ્રાણીઓ વચ્ચેની ગાઢ મિત્રતાનું ઉદાહરણ બની ગયો છે.

vtv app add

દુલ્હન અને કૂતરાના અલગ થવાનું દુઃખ

વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્ન પૂર્ણ થયા પછી જ્યારે વિદાયનો સમય આવ્યો, ત્યારે દુલ્હન રડતી રડતી તેના કૂતરાને ગળે લગાવી. તે ફક્ત પોતાનું ઘર છોડવાનું દુઃખ જ નહીં, પણ પોતાના પ્રિય મિત્રથી અલગ થવાનું દુઃખ સહન કરવાનું પણ મુશ્કેલ બની રહી હતી. દુલ્હનની જેમ, કૂતરો પણ ભાવુક થઈ ગયો. બંને એકબીજાને વળગીને રડતા જોવા મળ્યા. વીડિયો જોનારાઓની આંખો ભીની થઈ ગઈ.

આ પણ વાંચોઃ વિશ્વ / VIDEO: 'ભારતમાં 18000 પગારમાં પણ ખુશ હતી,' દુબઈ નોકરી કરવા ગયેલી યુવતિ કેમ આવું બોલી?

આ વીડિયોએ લાગણીઓનું પૂર ફેલાવ્યું

ઇન્સ્ટાગ્રામ પર @logielingo એકાઉન્ટ પરથી શેર કરાયેલા આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. લોકો તેને જોયા પછી અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, એક યુઝરે ટિપ્પણી કરી, "પ્રાણીઓને સાચો પ્રેમ હોય છે," જ્યારે કોઈએ લખ્યું, "આ જોઈને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ."

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bride Dulhan Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ