ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / Viral / VIDEO: 'ભારતમાં 18000 પગારમાં પણ ખુશ હતી,' દુબઈ નોકરી કરવા ગયેલી યુવતિ કેમ આવું બોલી?
Last Updated: 11:59 PM, 12 September 2025
ADVERTISEMENT
Trading News: વિદેશમાં રહેતી એક ભારતની મહિલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેની આપવિતી જણાવી રહી છે. ઓછા પગારમાં પણ ભારતમા તે ખુશ હતી. પરંતુ દુબઇમાં મોટો પગાર હોવા છતાં પણ આ મહિલાની વાતો સાંભળી તમે ભાવુક થઇ જશો.
ADVERTISEMENT
વીડિયોમાં દેખાતી આ મહિલા અત્યારે દુબઇમાં રહે છે. તે પહેલા ભારતમાં રહેતી હતી. મહિલાનો એક હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તે ભારતમાં વિતાવેલા પોતાના દિવસોને યાદ કરે છે અને કહે છે કે ઓછા પગાર સાથે પણ હું ભારતમાં ખુશ હતી.
ADVERTISEMENT
વીડિયોમાં ભારતના બેંગલુરુમાં વિતાવેલા પોતાના જૂના દિવસો અને દુબઈમાં પોતાના જીવનની તુલના કરતી જોવા મળે છે. સારી નોકરી અને ઊંચા પગાર હોવા છતાં તે દુબઈમાં કેમ ખુશ નથી? આ વાયરલ કહાની તમારા દિલને સ્પર્શી જશે.
ADVERTISEMENT
દુબઈમાં કામ કરતી ભારતીય બિઝનેસમેન સીમા પુરોહિતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને પોતાના દિલની લાગણીઓ વ્યક્ત કરી છે. તેણીએ જણાવ્યું છે કે વિદેશમાં સારા પગારની નોકરી હોવા છતાં તેને બેંગલુરુમાં માત્ર 18 હજાર રૂપિયામાં મળતી ખુશી મળતી નથી.

ADVERTISEMENT
બેંગલુરુમાં 18 હજારના પગારથી ખુશ હતી
તેણીએ બેંગલુરુમાં વિતાવેલા પોતાના સમયને યાદ કર્યો અને કહ્યું કે કેવી રીતે સામાન્ય આવક હોવા છતાં પણ તેને ઘણી શાંતિ મળતી હતી. આજે તે દુબઈમાં છે અને પહેલા કરતા વધુ પગાર મેળવે છે, પરંતુ અહીં એવું નથી. બેંગ્લોરમાં તેની પહેલી નોકરીને યાદ કરતાં તે કહે છે કે તેને યાદ છે કે તે સમયે તેનો પગાર ફક્ત 18,000 રૂપિયા પ્રતિ માસ હતો. જ્યારે મને મારો પહેલો પગાર મળ્યો, ત્યારે હું મારી જાતને વિશ્વની સૌથી ધનિક છોકરી માનતી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્રાઈમ / VIDEO : USમાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા, ગુજરાતી માલિકની મોટેલ બહાર બની ઘટના
એવી રેસમાં જોડાઇ કે શાંતિ ખોવાઇ ગઇ
ADVERTISEMENT
તેણે કહ્યું કે પછી હું એવી દોડમાં જોડાઇ. આજે 5 વર્ષ પછી હું 18000 રૂપિયાથી વધુ કમાઈ રહી છું. હું દુબઈમાં છું. છતાં, હું ખુશ નથી. ખબર નથી આ કઇ રેશ છે મારો આખો મૂડ બગાડી નાખ્યો છે.
લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી
સીમા પુરોહિતની કહાનીએ લોકોને ખૂબ પ્રભાવિત કર્યા. લોકો આ વિડિઓ પર અલગ અલગ રીતે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોટાભાગના યૂજર તેની લાગણીઓ સાથે સહમત છે.
Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT