બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : USમાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા, ગુજરાતી માલિકની મોટેલ બહાર બની ઘટના

ક્રાઈમ / VIDEO : USમાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા, ગુજરાતી માલિકની મોટેલ બહાર બની ઘટના

Jay Bhatt

Last Updated: 01:36 PM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હવે ટેક્સાસમાં વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે.

Indian Man Beheaded: છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીય પર હત્યા તેમજ જીવલેણ હુમલાની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. અવારનવાર ભારતીય પર હુમલા થવાની ઘટનાના અહેવાલો પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે વધુ એક હચમચાવતી ઘટના યુએસના ટેક્સાસમાં બની છે, જેનો ચીસ ફાટી જાય તેવા સીસીટીવી સામે આવ્યા છે.

એક પછી એક ઘા ઝીંકી ધડથી માથું અલગ કર્યું

ટેક્સાસ ભારતીય મૂળના વ્યક્તિની બેરહેમીથી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની મળતી વિગતો મુજબ વોશિંગ મશીન અંગેની સામાન્ય બાબત જેવા વિવાદ બાદ 50 વર્ષીય ભારતીય મૂળના મોટેલ મેનેજરનું તેમની પત્ની અને પુત્રની સામે એક પછી એક ઘા ઝીંકીને માથુ ધડથી અલગ કરી ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાએ ભારતીય સમુદાયને હચમચાવી નાખ્યો છે. ગુનાહિત રેકોર્ડ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Vtv App Promotion 2

ગુજરાતી માલિકની મોટેલ બહાર બની ઘટના

આ ઘટના ગુજરાતી માલિકની મોટેલ બહાર બની છે તેમજ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જે ખૂબ જ વિચલિત કરી મુકે તેવા છે. આ ઘટના અંગે પોલીસના જણાવ્યાનુસાર, '50 વર્ષીય ચંદ્રમૌલી નાગમલ્લૈયાનું મોટેલમાં માથું કાપી નાખવામાં આવ્યું હતું. આ ભયાનક હત્યાની ઘટના સ્થાનિક સમય મુજબ 10 સપ્ટેમ્બરના રોજ ડલ્લાસના ટેનીસન ગોલ્ફ કોર્સ નજીક સ્થિત ડાઉનટાઉન સ્યુટ્સ મોટેલમાં થયો હતો, આ ઘટના બાદ, શંકાસ્પદ વ્યક્તિની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

આરોપીએ એક પછી એક 60 ઘા ઝીંક્યા

આ ઘટનાની વધુ વિગતો મુજબ મૂળ કર્ણાટકના ચંદ્રમૌલી નાગમલ્લૈયાએ કોબોસ-માર્ટિનેઝ અને એક મહિલા સાથીદારને ખરાબ થયેલા વોશિંગ મશીનનો ઉપયોગ ન કરવા કહ્યું હતું. આ વાતથી કોબોસ-માર્ટિનેઝ અકળાયો હતો અને ગુસ્સે ભરાઈને નાગમલ્લૈયા પર જીવલેણ હથિવાર વડે તૂટી પડ્યો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, એક પછી એક 60 ઘા ઝીંકતા નાગમલ્લૈયાનું ધડથી માથું અલગ કરી નાખ્યું હતું તેમજ તેના માથાને ફૂટબોલની જેમ લાત મારી હતી.

Indian Man beheaded in US

વધુ વાંચો : ગુજરાતમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાળકને કચડ્યો, લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો

આરોપીને મૃત્યુદંડની સજા થઈ શકે

કોબોસ-માર્ટિનેઝ અગાઉનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં વાહન ચોરી અને હુમલાના આરોપોમાં ધરપકડનો સમાવેશ થાય છે. જો હત્યાના આ મામલે દોષિત ઠેરવવામાં આવે તો, તેને પેરોલ વિના આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા થઈ શકે છે. મિત્રો અને પરિવારમાં બોબ તરીકે જાણીતા નાગમલ્લૈયાને તેમના પ્રિયજનોએ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના મિત્રોએ કહ્યું, 'આ એક અકલ્પનીય દુર્ઘટના છે અને ખૂબ જ પીડાદાયક ઘટના છે'. નાગમલ્લૈયાના મિત્રો, પરિવાર અને સ્થાનિક ભારતીયો પીડિત પરિવારને મદદ કરવા આગળ આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US News Indian Man beheaded in Texax Scary cctv
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ