બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગુજરાતમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાળકને કચડ્યો, લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો

અરેરાટી / ગુજરાતમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાળકને કચડ્યો, લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો

Jay Bhatt

Last Updated: 12:34 PM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં પૂરપાટ ઝડપે ચાલતા ડમ્પરો પર ક્યારે બ્રેક લાગશે? ક્યાં સુધી ડમ્પરો આમ જનતાનો ભોગ લેતા રહેશે?. ડમ્પર ચાલકે અગાઉ અનેક લોકોને અડફેટે લીધા છે ત્યારે વધુ એક બનાવ બન્યો છે જેમાં એક બાળકનો ભોગ લેવાયો છે.

Gujarat News : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનો દ્વારા અકસ્માતની ઘટના બની રહી છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. રોડ પર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર તો બેફામ બન્યા છે. રાજ્યના લોકો માટે હવે ડમ્પરો કાળ બની રહ્યાં છે. જો તમે બાઈક લઈને નિકળ્યા તો તમારા જીવની જવાબદારી તમારી ખુદની રહેશે ન કે બેફામ રીતે દોડતા ડમ્પરની કારણ કે, ડમ્પર ચાલકો પર તો તંત્રના ચાર હાથ છે.

ડમ્પર ચાલકોનો આતંક યથાવત

રાજ્યમાં ડમ્પર ચાલકોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરોમાં ડમ્પર ચાલકો અને અન્ય મોટા વાહનો પર ટ્રાફિક પોલીસનો જાણે કોઈ જ કંટ્રોલ રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રાજકોટમાં ડમ્પરચાલકો બેફામ બન્યા હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. જેમાં યમરાજ બની દોડતા ડમ્પરે એક બાળકનો જીવ લીધો છે. આ રીતે બેફામ ડમ્પરોથી સર્જાતા અકસ્માથી હવે સવાલ ઉભો થાય છે કે આવા બેકાબૂ ડમ્પરચાલકો સામે પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે?

Vtv App Promotion 2

શહેરના જકાતનાકા પાસે બની ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના મોરબી રોડ જકાતનાકા પાસે ડમ્પર ચાલકની અડફેટે આવતા બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. બાળકનું મોત થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિકો લોકો રોષે ભરાયા હતા તેમજ હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ અનેક લોકો ડમ્પરની અડેફેટ આવ્યા છે. બાળકના મોતથી પરિવાર પણ જાણે આભ ફાટ્યું હોય તેવું જોવા મળ્યું હતું.

વધુ વાંચો : Video: આને સરેન્ડર કહેવાય કે સ્વાગત? કેમ પોલીસકર્મી-દેવાયત એકબીજાને ગળે ભેટ્યાં, કંઇક સેટિંગ...!

સુરતમાં બની શ્વાસ થંભાવી દે તેવી ઘટના

રાજકોટ બાદ સુરતમાં એક ઘટના બની છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. વીડિયો શ્વાસ થંભાવી દે તેવો છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં અઢી વર્ષની નાની બાળકી સાથે એક ચિંતાજનક ઘટના બની છે. સુમન વંદના P2 બિલ્ડીંગ નીચે સ્કૂલવાન ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકાર્યું હતું, જેના કારણે નાની બાળકી અડફેટે આવી ગઈ. આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. સદભાગ્યે, બાળકીને કોઈ મોટી ઇજા પહોંચી નથી અને તેનો જીવ બચી ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rackless Dumper Drivers Road Accident
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ