બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: આને સરેન્ડર કહેવાય કે સ્વાગત? કેમ પોલીસકર્મી-દેવાયત એકબીજાને ગળે ભેટ્યાં, કંઇક સેટિંગ...!

ગીર સોમનાથ / Video: આને સરેન્ડર કહેવાય કે સ્વાગત? કેમ પોલીસકર્મી-દેવાયત એકબીજાને ગળે ભેટ્યાં, કંઇક સેટિંગ...!

Priykant Shrimali

Last Updated: 10:00 AM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devayat Khavad Surrender : રાત્રે દોઢ વાગ્યે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા દેવાયત ખવડ, પોલીસ કર્મી સાથે ગળે મળવાનો વિડીયો વાયરલ, જુઓ અહીં

Devayat Khavad Surrender : લોકસાહિત્યકાર દેવાયત ખવડના ગઇકાલે જામીન રદ થયા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલતી પોલીસ તપાસ અને અટકળોના અંતે અંતે દેવાયત ખવડે ગઇકાલે મોડી રાત્રે સરેન્ડર કર્યું છે. ખવડ ગઇ રાત્રે દોઢ વાગ્યે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા.

દેવાયત ખવડના સાથી આરોપીએ પણ તેના પહેલા રાત્રે 9 વાગ્યે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસએ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનિય છે કે, તાલાલા પોલીસે દેવાયત ખવડને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ તેમને 7 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

પોલીસ કર્મી સાથે ગળે મળવાનો વિડીયો વાયરલ

તાલાલા પોલીસ સ્ટેશનના અંદરના દ્રશ્યોમાં એવું જોવા મળ્યું કે, કેટલાક પોલીસ કર્મીઓ દેવાયત ખવડને જાણે વર્ષો પછી મળેલા મિત્ર તરીકે ગળે મળતા નજરે પડ્યા. એ દ્રશ્યો એક સામાન્ય આરોપી અને પોલીસના સંબંધોની કલ્પના કરતાં ઘણાં અલગ હતા. દેવાયત ખવડનું પોલીસ સમક્ષ આવું શાંત અને સ્નેહભર્યું રીતે સરેન્ડર કરવું એ એક વિશિષ્ટ પરિસ્થિતિ જણાઈ રહી છે. આમા કોઈ રચના છે કે પાછળ કંઈ ખાસ સંબંધો રહેલા છે, એનો ખુલાસો તો આગળની તપાસમાં જ થશો.

દેવાયત ખવડ જ્યારે પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે કથિત રીતે એક પોલીસ કર્મી ઊભા ઊભા જ ગળે મળ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. વિડીયોમાં બંને વચ્ચે કોઈ તણાવ નહીં પરંતુ પરિચય અને લાગણીપૂર્ણ રીતે મળી રહ્યાં હોય એવા ભાવ જોવા મળ્યા. આ ઘટનાને લઈને ઘણી ચર્ચાઓ જગાઈ રહી છે. જેમાં પૂછાઈ રહ્યું છે કે, શું પોલીસનું વલણ દરેક આરોપી માટે એવું જ રહે છે? શું આરોપીઓ સાથેના સંબંધો પ્રશ્નચિહ્ન ઊભા કરતા નથી? જો કે, તલાલા પોલીસ તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી.

ગઇકાલે જ જામીન થયા હતા રદ

દેવાયત ખવડના જામીન ગઇકાલે રદ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જામીનના વિરોધમાં દાખલ કરવામાં આવેલ અરજીને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે, દેવાયત ખવડના વકીલ દ્વારા જામીન રદ કરવા માંગ પર કોઈ વિરોધ નોંધાવવામાં આવ્યો નહોતો. પોલીસ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, દેવાયત ખવડ સામે ગંભીર આરોપો છે અને તેઓ જામીન પર રહેવાથી તપાસમાં વિઘ્ન આવી શકે છે. આ દલીલોને કોર્ટએ ગંભીરતાપૂર્વક લઈ દેવાયતના જામીન રદ કરવાનો નિર્ણય આપ્યો હતો.

આ પણ વાંચો : દેવાયત ખવડ ફરી જેલમાં જશે, કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

અગાઉ મળ્યા હતા જામીન

લોકપ્રિય લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાથે સંકળાયેલા વિવાદાસ્પદ કેસમાં વેરાવળની અદાલતે 18 ઓગસ્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા આ કેસમાં દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીઓને વેરાવળની નીચલી અદાલતે જામીન મંજૂર કર્યા હતા. જોકે તે સમયે પોલીસ દ્વારા દાખલ કરાયેલા પોલીસ રિમાન્ડની માંગને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ કેસમાં તમામ આરોપીઓને ₹15,000 જમાનત રકમના આધારે જામીન પર મુક્ત કરવાની શરત રાખવામાં આવી હતી. આરોપીઓએ આ રકમ ભરીને કાયદેસર રીતે મુક્તિ મેળવી હતી.

આ પણ વાંચો : લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઇ મોટા સમાચાર, પોલીસે વાંધો ઉઠાવતા લાગ્યો ઝટકો

શું છે સમગ્ર મામલો?

દેવાયત ખવડ વિરુદ્ધ કેસ ત્યારે નોંધાયો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર એવી વાત ફેલાઈ કે દેવાયત ખવડ અને તેના સાથીઓએ જાહેર સ્થળે ઝઘડો કર્યો હતો અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બાદમાં ગીર સોમનાથ પોલીસ દ્વારા દેવાયત ખવડ અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં હેલમેટના કાયદા સામે લોકસાહિત્યકાર દેવાયત ખવડે કરી દીધી મોટી માંગ

આ કેસની સુનાવણી વેરાવળની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. જાનીની અદાલતમાં હાથ ધરાઈ હતી. પોલીસ તરફથી દેવાયત અને અન્ય આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પરંતુ આરોપી પક્ષના વકીલ એ.જે. વિરરાએ પોલીસની માગણી સામે કડક વાંધો નોંધાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આરોપીઓને તેમની ધરપકડના કારણો અંગે જાણ કરવામાં નથી આવી, જે બંધારણના આર્ટિકલ 22(b)નું ઉલ્લંઘન છે. વધુમાં, સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને તેમણે આરોપીઓને જામીન આપવાની માગ કરી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 18 ઓગસ્ટે રાતે 9:45 વાગ્યે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં કુલ 7 આરોપીઓને જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને રિમાન્ડ ફગાવી દેવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devayat Khavad Talala Police Devayat Khavad surrenders
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ