બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દેવાયત ખવડ ફરી જેલમાં જશે, કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

જેલવાસ / દેવાયત ખવડ ફરી જેલમાં જશે, કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

Last Updated: 07:10 PM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસાહિત્યકાર દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. દેવાયત ખવડના 17 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થતા હવે દેવાયત ખવડે ફરી એકવાર જેલવાસ ભોગવવો પડશે.

Devayat Khavad Bail Cancelled : પોલીસ દ્વારા જામીનના વિરોધમાં દાખલ કરવામાં આવેલ અરજીને કોર્ટ દ્વારા મંજૂરી રાખવામાં આવતા હવે રાણાને ફરી જેલમાં જવું પડશે. જેલમાં રાણો બાકાઝીકી બોલાવીને મોરેમોરો કરતો દેખાય તો નવાઇ નહી. દેવાયત ખવડના વકીલ દ્વારા જામીન રદ કરવા માંગ પર કોઈ વિરોધ દાખલ કરવામાં આવ્યો નહોતો. જેના પગલે કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

લોકસાહિત્યકાર દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. દેવાયત ખવડના 17 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થતા હવે દેવાયત ખવડે ફરી એકવાર જેલવાસ ભોગવવો પડશે. તલાલા પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી હતી. લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે.

જામીનને રદ્દ કરવામાં આવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડના જામીન આજે રદ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જામીનના વિરોધમાં દાખલ કરવામાં આવેલ અરજીને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. દેવાયત ખવડના વકીલ દ્વારા જામીન રદ કરવા માંગ પર કોઈ વિરોધ નોંધાવવામાં આવ્યો નહોતો. જેના કારણે કોર્ટ દ્વારા તેમા રિમાન્ડની અરજીને મંજૂરી આપી દેવામાં આવી હતી. જેથી 17 તારીખ સુધી દેવાયત ખવડે જેલવાસ ભોગવવા પડશે.

આ પણ વાંચો : 3ના મોત, કાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા પતિ-પત્ની સહિત બાળકનું મોત

દેવાયત ખવડ સામે ગંભીર આરોપ

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી વકીલ દ્વારા પોલીસ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, દેવાયત ખવડ સામે ગંભીર આરોપો છે અને તેઓ જામીન પર રહેવાથી તપાસમાં વિઘ્ન આવી શકે છે. આ દલીલોને કોર્ટએ ગંભીરતાપૂર્વક લઈ દેવાયતના જામીન રદ કરવાનો નિર્ણય આપ્યો છે. નોંધનિય છે કે, હવે દેવાયત ખવડ આવતા સમયમાં તાલાલા પોલીસ મથકે આત્મસમર્પણ કરશે.

અગાઉ જામીન મળ્યા હતા

લોકપ્રિય લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાથે સંકળાયેલા વિવાદાસ્પદ કેસમાં વેરાવળની અદાલતે 18 ઓગસ્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા આ કેસમાં દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીઓને વેરાવળની નીચલી અદાલતે જામીન મંજૂર કર્યા હતા. જોકે તે સમયે પોલીસ દ્વારા દાખલ કરાયેલા પોલીસ રિમાન્ડની માંગને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ કેસમાં તમામ આરોપીઓને ₹15,000 જમાનત રકમના આધારે જામીન પર મુક્ત કરવાની શરત રાખવામાં આવી હતી. આરોપીઓએ આ રકમ ભરીને કાયદેસર રીતે મુક્તિ મેળવી હતી.

શું છે સમગ્ર મામલો?

તાલાલામાં ધ્રુવરાજસિંહ સાથે મારામારી કેસમાં દેવાયત ખવડ ઝડપાયો હતો. વિવાદીત કલાકાર દેવાયત ખવડની ગીર સોમનાથ ક્રાઇમબ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મારામારીની ઘટના બાદ દેવાયત ખવડ ફરાર થઇ ગયો હતો. અમદાવાદના ધ્રુવરાજસિંહ પર જીવલેણ હુમલાની ફરિયાદમાં દેવાયત ખવડ સહિત 7 આરોપીઓ હતા. ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ ગામે દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ સાથે બબાલ કરી હતી. આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું કે, દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી હતી. પૂર્વ આયોજિત કાવતરું કરી માર મરાયો હતો. દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ બુકાની બાંધી હતી. દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ હતી. બુકાની ખુલી જતાં ધ્રુવરાજસિંહ ઓળખી ગયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

khawad have to go back to jail Devayat Khawad's 7-day remand granted Devayat Khawad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ