ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3ના મોત, કાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા પતિ-પત્ની સહિત બાળકનું મોત

દુખદ / 3ના મોત, કાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા પતિ-પત્ની સહિત બાળકનું મોત

Published By: Priykant Shrimali

Last Updated: 09:59 AM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bayad Accident : બાઈક પર જઈ રહેલા દંપતી અને તેમનો પુત્ર જ્યારે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બલેનો કાર સાથે ટક્કર, પતિનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું તો માતા અને બાળકનું સારવાર દરમિયાન મોત

ADVERTISEMENT

Bayad Accident : ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલિયારા ગામ નજીક દર્દનાક રોડ અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માતમાં પતિ, પત્ની અને તેમના સાત વર્ષના પુત્રનું મોત થયું છે. આ દુર્ઘટના જી.ઈ.બી.ના સબસ્ટેશન નજીક કાર અને બાઈક વચ્ચે ટક્કર થવાથી બની હતી.

જાણો કઈ રીતે બની દુર્ઘટના ?

વિગતો મુજબ બાઈક પર જઈ રહેલા દંપતી અને તેમનો પુત્ર જ્યારે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે GJ-01 HY-0804 નંબરની બલેનો કાર સાથે ટક્કર થઈ. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈકમાં તાત્કાલિક આગ ભભૂકી ઊઠી. અકસ્માત પછી કારચાલક કાર ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયો. દુર્ઘટનામાં બાઈક ચલાવી રહેલા પતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે પત્ની અને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ગભીર ઇજાઓને કારણે આ બંનેનું પણ મોત થયું હતું.

મૃતકોની ઓળખ

  • યોગેશભાઈ લુઝાભાઈ વસૈયા (ઉમર 31 વર્ષ)
  • નિરુબેન યોગેશભાઈ વસૈયા (ઉમર 23 વર્ષ)
  • આરવકુમાર યોગેશભાઈ વસૈયા (ઉમર 7 વર્ષ)

ત્રણે મૃતકો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામના સંજુ ફળીયામાં રહેતા હતા.

આ પણ વાંચો : ફરજિયાત NOC, ઈમરજન્સી એક્ઝિટ..., નવરાત્રિના આયોજકો માટે AMCની નવી ગાઇડલાઇન્સ જાહેર

પોલીસ તપાસ શરૂ

આ તરફ અકસ્માતની માહિતી મળતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. તેમજ ફરાર કારચાલક સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કાર નંબરના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ પણ તપાસ હેઠળ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aravalli Bayad car-bike accident

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ