ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઇ મોટા સમાચાર, પોલીસે વાંધો ઉઠાવતા લાગ્યો ઝટકો

અપડેટ / લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઇ મોટા સમાચાર, પોલીસે વાંધો ઉઠાવતા લાગ્યો ઝટકો

Published By: Priykant Shrimali

Last Updated: 12:33 PM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devayat Khavad Bail Cancelled : પોલીસ દ્વારા જામીનના વિરોધમાં દાખલ કરવામાં આવેલ અરજીને કોર્ટ દ્વારા મંજૂરી, દેવાયત ખવડના વકીલ દ્વારા જામીન રદ કરવા માંગ પર કોઈ વિરોધ ન કર્યો... જાણો શું છે સમગ્ર મામલો ?

ADVERTISEMENT

Devayat Khavad Bail Cancelled : લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દેવાયત ખવડના જામીન આજે રદ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જામીનના વિરોધમાં દાખલ કરવામાં આવેલ અરજીને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે, દેવાયત ખવડના વકીલ દ્વારા જામીન રદ કરવા માંગ પર કોઈ વિરોધ નોંધાવવામાં આવ્યો નહોતો.

પોલીસ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, દેવાયત ખવડ સામે ગંભીર આરોપો છે અને તેઓ જામીન પર રહેવાથી તપાસમાં વિઘ્ન આવી શકે છે. આ દલીલોને કોર્ટએ ગંભીરતાપૂર્વક લઈ દેવાયતના જામીન રદ કરવાનો નિર્ણય આપ્યો છે. નોંધનિય છે કે, હવે દેવાયત ખવડ આવતા સમયમાં તાલાલા પોલીસ મથકે આત્મસમર્પણ કરશે.

અગાઉ મળ્યા હતા જામીન

લોકપ્રિય લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાથે સંકળાયેલા વિવાદાસ્પદ કેસમાં વેરાવળની અદાલતે 18 ઓગસ્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા આ કેસમાં દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીઓને વેરાવળની નીચલી અદાલતે જામીન મંજૂર કર્યા હતા. જોકે તે સમયે પોલીસ દ્વારા દાખલ કરાયેલા પોલીસ રિમાન્ડની માંગને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ કેસમાં તમામ આરોપીઓને ₹15,000 જમાનત રકમના આધારે જામીન પર મુક્ત કરવાની શરત રાખવામાં આવી હતી. આરોપીઓએ આ રકમ ભરીને કાયદેસર રીતે મુક્તિ મેળવી હતી.

શું છે સમગ્ર મામલો?

દેવાયત ખવડ વિરુદ્ધ કેસ ત્યારે નોંધાયો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર એવી વાત ફેલાઈ કે દેવાયત ખવડ અને તેના સાથીઓએ જાહેર સ્થળે ઝઘડો કર્યો હતો અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બાદમાં ગીર સોમનાથ પોલીસ દ્વારા દેવાયત ખવડ અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : PM મોદી ફરી ગુજરાત આવશે, જાણો કેમ, ક્યારે અને ક્યાં, વહીવટી તંત્ર સજ્જ

આ કેસની સુનાવણી વેરાવળની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. જાનીની અદાલતમાં હાથ ધરાઈ હતી. પોલીસ તરફથી દેવાયત અને અન્ય આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પરંતુ આરોપી પક્ષના વકીલ એ.જે. વિરરાએ પોલીસની માગણી સામે કડક વાંધો નોંધાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આરોપીઓને તેમની ધરપકડના કારણો અંગે જાણ કરવામાં નથી આવી, જે બંધારણના આર્ટિકલ 22(b)નું ઉલ્લંઘન છે. વધુમાં, સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને તેમણે આરોપીઓને જામીન આપવાની માગ કરી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 18 ઓગસ્ટે રાતે 9:45 વાગ્યે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં કુલ 7 આરોપીઓને જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને રિમાન્ડ ફગાવી દેવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devayat Khavad surrender Devayat Khavad bail cancelled Talala Police

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ