ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / રાજકોટમાં હેલમેટના કાયદા સામે લોકસાહિત્યકાર દેવાયત ખવડે કરી દીધી મોટી માંગ

અપીલ / રાજકોટમાં હેલમેટના કાયદા સામે લોકસાહિત્યકાર દેવાયત ખવડે કરી દીધી મોટી માંગ

Published By: Priykant Shrimali

Last Updated: 11:33 PM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devayat Khawad : દેવાયત ખવડે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો જાહેર કરીને રાજ્ય સરકારને અપીલ કરી છે કે, શહેરના વિસ્તારોમાં હેલમેટના કાયદાથી સામાન્ય લોકોને...

ADVERTISEMENT

Devayat Khawad : રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હેલમેટના કાયદાની અમલવારી ચાલુ છે, જેમાં શહેરી વિસ્તારોમાં પણ હેલમેટ પહેરવાનું ફરજિયાત બનાવાયું છે. જોકે હવે લોકસાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. વાસ્તવમાં દેવાયત ખવડે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો જાહેર કરીને રાજ્ય સરકારને અપીલ કરી છે કે, શહેરના વિસ્તારોમાં હેલમેટના કાયદાથી સામાન્ય લોકોને રાહત આપવામાં આવે.

આવો જાણીએ શું કહ્યું દેવાયત ખવડે ?

લોકસાહિત્યકાર દેવાયત ખવડે કહ્યું કે, આ કાયદાનો ઉદ્દેશ સાવધાની માટે છે એ સમજી શકાય છે, પણ શહેરી વિસ્તારોમાં જ્યાં વાહનોની ઝડપ ઘણી ઓછી હોય છે અને ટ્રાફિકનું દબાણ વધારે હોય છેત્યાં હેલમેટ ફરજિયાત કરવું સામાન્ય જનતાને અનાવશ્યક રીતે હેરાન કરે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, હેલમેટ ન પહેરવા બદલ દંડ વસૂલવા કરતાં ટ્રાફિક શિસ્ત, ડ્રાઈવિંગ શિક્ષણ અને ટ્રાફિક મેનેજમેન્ટ પર વધુ ભાર આપવામાં જોઈએ.

આ વિડીયોએ સોશિયલ મીડિયા પર વિશાળ પ્રતિસાદ મેળવ્યો છે. અનેક લોકોએ તેમની વાતથી સંમતિ દર્શાવી છે અને સરકાર પાસે પણ એવી જ અપેક્ષા રાખી છે કે, જે તે શહેરોમાં ખાસ કરીને ગાઢ વસ્તી ધરાવતા વિસ્તારોમાં લોકોને થતી અચાનક દંડની કાર્યવાહીથી મુક્તિ મળે.

આ પણ વાંચો : હેલમેટ તો હું નહી જ પહેરું અને દંડ પણ નહી ભરૂ, જેલમાં મોકલે તો જતો રહીશ

આજથી રાજકોટમાં હેલમેટ ફરજિયાત

રંગીલા રાજકોટમાં આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નવા નિયમોની અમલવારી વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ રહી છે અને અનેક બાઈકચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હેલ્મેટ ફરજિયાત કરવામાં આવતા, ટ્રાફિક પોલીસે અનેક ચેકિંગ પોઈન્ટ્સ પર વાહનચાલકોને અટકાવ્યા અને દંડ ફટકાર્યો. ઘણાં લોકોએ હેલ્મેટ ન પહેરવાનું કારણ વિવિધ રીતે બતાવ્યું કે, “હું હેલ્મેટ ભૂલી ગયો છું.” “હવે તો લેવાનું જ છે.” “હવેથી પહેરીશ.” “માત્ર નાની ટૂર જ છે, નજીક જ જવાનું છે.” આ પ્રકારના અનેક બહાના લોકોએ બતાવ્યા હતા. આ સાથે કેટલાંક લોકોએ રસ્તાઓની ખરાબ હાલત સામે પ્રશ્નો ઉઠાવ્યા. એક યુવકે જણાવ્યું:, પહેલા રસ્તાઓ ઠીક કરો, પછી હેલ્મેટ ફરજિયાત કરો. આ તરફ બીજા એક સ્થાનિકે કહ્યું કે, જ્યાં રસ્તા પર ખાડા જ ખાડા છે, ત્યાં હેલ્મેટ ફરજિયાત કરવાથી શું ફાયદો?

આ પણ વાંચો : આજથી ફરી ‘હેલ્મેટ ડ્રાઈવ’ શરૂ, જો નહીં પહેર્યું હોય તો દંડ માટે તૈયાર રહેજો!

મહત્વનું છે કે, જ્યાં એક બાજુ સરકાર જનસુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાત કરવા પ્રયાસશીલ છે, ત્યાં બીજી બાજુ લોકો તેમના દૈનિક અનુભવ અને સમસ્યાઓના આધારે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. તપેલી પહેરીને વિરોધ કરનારા વૃદ્ધનું કિસ્સું માત્ર એક પ્રતિક નથી, પણ એ બતાવે છે કે, હેલ્મેટના નિયમો લાગુ કરતા પહેલાં લોકોની હાલત અને તેમનાં દૃષ્ટિકોણને પણ સમજવાની જરૂર છે. હકીકત તો એ છે કે, વાહનચાલકોની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું અત્યંત જરૂરી છે. પણ સાથે સાથે લોકોના તર્કસંગત મુદ્દાઓ અને વાસ્તવિક સમસ્યાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ. એક બાજુ કાયદાનું પાલન અને બીજી બાજુ સામાન્ય નાગરિકોની વ્યથા આ બન્ને વચ્ચે સંતુલન બનાવવું સમાજ માટે જરૂરી બની રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devayat Khavad Rajkot helmet law

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ