ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / આજથી ફરી ‘હેલ્મેટ ડ્રાઈવ’ શરૂ, જો નહીં પહેર્યું હોય તો દંડ માટે તૈયાર રહેજો!

હેલ્મેટ પહેરજો / આજથી ફરી ‘હેલ્મેટ ડ્રાઈવ’ શરૂ, જો નહીં પહેર્યું હોય તો દંડ માટે તૈયાર રહેજો!

Published By: Vishal Dave

Last Updated: 01:29 PM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસની કાર્યવાહી વચ્ચે ઘણા વાહનચાલકોએ હેલ્મેટ ન પહેરવાના બહાના બતાવ્યા હતા.. કોઈએ કહ્યું કે “હું હેલ્મેટ ભૂલી ગયો છું,” તો કોઈએ કહ્યું કે “હવે લેવાનું જ છે,

ADVERTISEMENT

રાજકોટ શહેરમાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, અને તે અનુસંધાને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ ન પહેરનારા બે વ્હિકલ વાહનચાલકોને અટકાવીને ફરિયાદો નોંધવામાં આવી હતી.

પોલીસની કાર્યવાહી વચ્ચે ઘણા વાહનચાલકોએ હેલ્મેટ ન પહેરવાના બહાના બતાવ્યા હતા.. કોઈએ કહ્યું કે “હું હેલ્મેટ ભૂલી ગયો છું,” તો કોઈએ કહ્યું કે “હવે લેવાનું જ છે, કેટલાકે કહ્યું કે હવેથી પહેરીશ. ઘણા વાહનચાલકોએ રોડની ખસ્તાહાલ સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. એક વ્યથિત યુવકે કહ્યું કે, પહેલા રસ્તા વ્યવસ્થિત બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો. બીજા એક વ્યક્તિએ કહ્યું જ્યાં રસ્તા પર ખાડા જ ખાડા છે, ત્યાં હેલ્મેટની ફરજિયાત કરવાથી શું ફાયદો ? કેટલાક લોકોએ કોલેજ જવાનું બહાનું બતાવ્યું તો કોઈએ કહ્યું કે “નજીકમાં જ જવાનું છે, એટલા માટે હેલ્મેટ પહેર્યું નથી.

રાજકોટ શહેરમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવાતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસે કડક અમલવારી શરૂ કરતા અનેક વિસ્તારોમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. શહેરીજનોનો આક્રોશ એટલો ચરમસીમાએ પહોંચ્યો કે કેટલાક લોકોએ પોલીસને રોષપૂર્ણ શબ્દોમાં કહ્યું કે, જે કરવું હોય તે કરી લો અમે હેલમેટ નહીં પહેરીએ.

આ પણ વાંચોઃ 'દોડતી બાઈક પર આખો ઊંધો સુઈ ગયો' જામનગરમાં યુવાને હાઈવે પર કર્યું જીવ અધ્ધર કરનારું

હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ’ દ્વારા હેલમેટ ફરજિયાત કરવાના નિર્ણયનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સમિતિનાં સભ્યો દ્વારા જણાવાયું છે કે, આ નિર્ણય તઘલખી છે, સરકાર લોકોને હેરાન કરવા અને દંડ ઉઘરાવવા માટે આ પ્રકારના નિયમો લાદી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Public Protest Rajkot Helmet Rule Traffic Police Crackdown

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ