ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / હેલમેટ તો હું નહી જ પહેરું અને દંડ પણ નહી ભરૂ, જેલમાં મોકલે તો જતો રહીશ

અનોખો વિરોધ / હેલમેટ તો હું નહી જ પહેરું અને દંડ પણ નહી ભરૂ, જેલમાં મોકલે તો જતો રહીશ

Published By: Priykant Shrimali

Last Updated: 04:47 PM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Helmet Drive : નવા નિયમોની અમલવારી વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ રહી છે અને અનેક બાઈકચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો, એક વૃદ્ધ તો હેલ્મેટની જગ્યાએ તેમના માથા પર તપેલી પહેરી આવ્યા, જાણો પછી શું થયું ?

ADVERTISEMENT

Rajkot Helmet Drive : રંગીલા રાજકોટમાં આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નવા નિયમોની અમલવારી વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ રહી છે અને અનેક બાઈકચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પણ આ બધાની વચ્ચે એક વૃદ્ધ દ્વારા કરવામાં આવેલો અનોખો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વાસ્તવમાં આ વ્યક્તિએ ટ્રાફિક નિયમોને નકારતા હેલ્મેટની જગ્યાએ તેમના માથા પર તપેલી પહેરી વાહન ચલાવ્યું હતું. જે બાદમાંઆ તેમણે આ નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો.

આ વૃદ્ધ વ્યક્તિએ ટ્રાફિક નિયમોને નકારતા હેલ્મેટની જગ્યાએ તેમના માથા પર તપેલી પહેરી વાહન ચલાવ્યું. રસપ્રદ વાત એ છે કે, આ તપેલી પહેરવાનું કારણ તેમને લોકસભા સમક્ષ ખુલ્લેઆમ જાહેર કર્યું. આ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે, "હું રોટલી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છું. હેલ્મેટ પહેરવાથી મને માથામાં ઇજા થવાની ભીતિ રહે છે અને સાઈડમાં જોઈ શકાતું નથી. પણ તપેલી પહેરવાથી હું સારી રીતે આજુબાજુ જોઈ શકું છું અને સહેલાઈથી વાહન ચલાવી શકું છું.

આ સાથે તેમણે આગળ વધુ કહ્યુ કે, ગમે તે થાય પણ હું હેલ્મેટ નહીં પહેરું. દંડ પણ નહીં ભરી અને જેલમાં જવા પણ તૈયાર છું. પહેલાં પણ જ્યારે હેલ્મેટનો કાયદો આવ્યો હતો, ત્યારે પણ મેં વિરોધ કર્યો હતો. આજે ફરી એ જ રીતે તપેલી પહેરીને મારી અસહમતિ વ્યક્ત કરી રહ્યો છું.

ચેકિંગ ડ્રાઇવ વચ્ચે લોકોએ આપ્યા અને બહાના

હેલ્મેટ ફરજિયાત કરવામાં આવતા, ટ્રાફિક પોલીસે અનેક ચેકિંગ પોઈન્ટ્સ પર વાહનચાલકોને અટકાવ્યા અને દંડ ફટકાર્યો. ઘણાં લોકોએ હેલ્મેટ ન પહેરવાનું કારણ વિવિધ રીતે બતાવ્યું કે, “હું હેલ્મેટ ભૂલી ગયો છું.” “હવે તો લેવાનું જ છે.” “હવેથી પહેરીશ.” “માત્ર નાની ટૂર જ છે, નજીક જ જવાનું છે.” આ પ્રકારના અનેક બહાના લોકોએ બતાવ્યા હતા. આ સાથે કેટલાંક લોકોએ રસ્તાઓની ખરાબ હાલત સામે પ્રશ્નો ઉઠાવ્યા. એક યુવકે જણાવ્યું:, પહેલા રસ્તાઓ ઠીક કરો, પછી હેલ્મેટ ફરજિયાત કરો. આ તરફ બીજા એક સ્થાનિકે કહ્યું કે, જ્યાં રસ્તા પર ખાડા જ ખાડા છે, ત્યાં હેલ્મેટ ફરજિયાત કરવાથી શું ફાયદો?

મહત્વનું છે કે, જ્યાં એક બાજુ સરકાર જનસુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાત કરવા પ્રયાસશીલ છે, ત્યાં બીજી બાજુ લોકો તેમના દૈનિક અનુભવ અને સમસ્યાઓના આધારે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. તપેલી પહેરીને વિરોધ કરનારા વૃદ્ધનું કિસ્સું માત્ર એક પ્રતિક નથી, પણ એ બતાવે છે કે, હેલ્મેટના નિયમો લાગુ કરતા પહેલાં લોકોની હાલત અને તેમનાં દૃષ્ટિકોણને પણ સમજવાની જરૂર છે.

આ પણ વાંચો : આજથી ફરી ‘હેલ્મેટ ડ્રાઈવ’ શરૂ, જો નહીં પહેર્યું હોય તો દંડ માટે તૈયાર રહેજો!

હકીકત તો એ છે કે, વાહનચાલકોની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું અત્યંત જરૂરી છે. પણ સાથે સાથે લોકોના તર્કસંગત મુદ્દાઓ અને વાસ્તવિક સમસ્યાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ. એક બાજુ કાયદાનું પાલન અને બીજી બાજુ સામાન્ય નાગરિકોની વ્યથા આ બન્ને વચ્ચે સંતુલન બનાવવું સમાજ માટે જરૂરી બની રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

helmet drive Rajkot helmet mandatory

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ