ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ભારતીય મૂળનાં દક્ષિણ આફ્રિકાનાં ન્યાયવિદ્ નાવી પિલ્લૈને નોબેલ શાંતિ પુરસ્કાર

Nobel Peace Prize 2026 / ભારતીય મૂળનાં દક્ષિણ આફ્રિકાનાં ન્યાયવિદ્ નાવી પિલ્લૈને નોબેલ શાંતિ પુરસ્કાર

Last Updated: 04:37 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાવી પિલ્લઈને ઇન્ટરનેશનલ કાયદાનું શાસન સ્થાપવા, માનવ અધિકારોની પુનઃસ્થાપના અને વિશ્વશાંતિ ક્ષેત્રે આપેલા અસાધારણ યોગદાન બદલ તેમને 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે.

ADVERTISEMENT

અનેક દાયકાઓ સુધી માનવ અધિકારો, સમાનતા અને ન્યાય માટે અવિરત લડત આપનારા ભારતીય મૂળના પ્રખ્યાત કાનૂનશાસ્ત્રી નવનેથમ "નાવી" પિલ્લઈને વર્ષ 2026ના પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

નોર્વેજિયન નોબેલ સમિતિએ વૈશ્વિક શાંતિની સ્થાપના અને ઇન્ટરનેશનલ કાયદાને મજબૂત બનાવવામાં તેમના શાનદાર અને અસાધારણ પ્રદાનની સરાહના કરતા આ ઐતિહાસિક એવોર્ડની જાહેરાત કરી છે.

દક્ષિણ આફ્રિકામાં જન્મેલ નાવી પિલ્લઈનું જીવન કાનૂની સંઘર્ષ અને સામાજિક પરિવર્તનની એક શાનદાર ગાથા છે. સાઉથ આફ્રિકામાં ચાલતા રંગભેદ,અપાર્થાઇડ સામેના આંદોલન દરમિયાન તેમને નેલ્સન મંડેલા જેવા મહાન નેતાઓ અને બીજા ક્રાંતિકારીઓની અદાલતમાં મજબૂત વકીલાત કરી હતી.

તેઓ દક્ષિણ આફ્રિકાની હાઇકોર્ટમાં પ્રથમ બિન-શ્વેત મહિલા જજ બનવાનું બહુમાન ધરાવે છે. વૈશ્વિક મંચ પર તેમણે ઇન્ટરનેશનલ અદાલતોમાં જજ તરીકે સેવા આપીને અને UN માનવાધિકાર કમિશનર જેવા ઉચ્ચ હોદ્દા પર રહીને કાનૂની ક્ષેત્રે અનેક ઐતિહાસિક બેંચમાર્ક સ્થાપિત કર્યા છે.

વધુ વાંચો : TCS-Infosys સહિતની 8 કંપનીઓના ગ્રીન કાર્ડ પ્રોસેસ પર અમેરિકાની રોક, ભારતીય કર્મચારીઓને શું અસર થશે ?

આ પુરસ્કાર સાથે તેમને 1.2 કરોડ સ્વૈડિશ ક્રોના લગભગ 11.55 કરોડ રૂપિયાની ઇનામી રકમ પ્રાપ્ત થશે, જે આગામી 10 ડિસેમ્બરે નાર્વેના ઓસ્લો ખાતે યોજાનારા ભવ્ય સમારોહમાં આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navi Pillay Nobel Prize Nobel Peace Prize
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ